અમિતાભ બચ્ચન ઘરે નહીં પણ ફિલ્મ સેટ પર મેક-અપ રૂમમાં સૂતા હતા, વિલન રણજીતે કહી આ વાત

વિલન રણજીતે Amitabh Bachchan વિષે વાત કરી હતી. વિલનની ત્રિપુટી આ વખતે કપિલના શોમાં જોવા મળવાની છે. વિકેન્ડ મજેદાર થવાનો છે.

અમિતાભ બચ્ચન ઘરે નહીં પણ ફિલ્મ સેટ પર મેક-અપ રૂમમાં સૂતા હતા, વિલન રણજીતે કહી આ વાત
કપિલ શર્માના શોમાં કહી આ વાત

કપિલ શર્માનો પ્રખ્યાત શો ‘ધ કપિલ શર્મા શો’ માં આ અઠવાડિયે જબરદસ્ત હાસ્યના ફુવારા ફૂટવા જઈ રહ્યા છે. કારણ કે આ અઠવાડિએ એક સમયના ફેમશ વિલન રણજીત, ગુલશન ગ્રોવર અને બિંદુ શોમાં મહેમાન બન્યા છે. શોનો પ્રોમો સામે આવ્યો છે જેમાં કપિલ ત્રણેય સેલેબ્સ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન ગુલશન ગ્રોવર અને રણજીતે ઘણા કિસ્સા શેર કર્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે ગુલશન ગ્રોવર અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં કામ કરી રહ્યાની વાત કરે છે. તેનો એક કિસ્સો શેર કરે છે. ગુલશન અને અક્ષય સેટ પર પંજાબીમાં મસ્તી કરે છે તેના વિષે વાત કરે છે. ગુલશન ગ્રોવર કહે છે તે કરણ જોહર જ્યારે પહેલા દિવસે શૂટિંગ પર આવ્યા ત્યારે પૂછ્યું કે આ પંજાબી ફિલ્મ છે કે શું?

 

 

આ બાદ કપિલ જ્યારે પૂછે છે કે સેટ પર કોણ લેટ આવે છે. ત્યારે ગુલશન કહે છે કે અક્ષય અને સુનીલ બંને ટાઈમ પર આવતા હોય છે. ત્યારે અર્ચના વચ્ચે અમિતાભનું નામ લઈ લેતા રણજીત કહે છે કે અમિતાભ બચ્ચનને તો અનિન્દ્રાની બીમારી છે. એમને ઘરે ઊંઘ નહોતી આવતી, તો ત્યારે તેઓ મેકઅપ રૂમમાં આવીને સુઈ જતા હતા. આ ત્રણ ધમાકેદાર વિલન સાથે તમારો વિકેન્ડ હસતો રમતો જવાનો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati