અમિતાભ બચ્ચને અડધી રાત્રે ટ્વીટમાં લખ્યું કંઈક એવું, કે લોકોએ કરી દીધા ટ્રોલ: જુઓ ટ્વીટ અને જવાબ

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહે છે. થોડાક કલાકો પહેલા બિગબીએ એવી ટ્વીટ કરી કે જેને લઈને તેઓ ટ્રોલ થઇ ગયા. ચાલો જાણીએ ટ્વીટ અને જવાબ.

અમિતાભ બચ્ચને અડધી રાત્રે ટ્વીટમાં લખ્યું કંઈક એવું, કે લોકોએ કરી દીધા ટ્રોલ: જુઓ ટ્વીટ અને જવાબ
Social media users trolled Amitabh Bachchan
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 17, 2021 | 10:43 AM

બોલીવૂડના શહેનશાહ અને આ સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ સોશિયલ મીડિયા થકી ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેમજ ફેન્સને પોતાના જીવનની અપડેટ પણ આપતા રહે છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે બિગબી ટ્રોલર્સના હાથે ચડી જાય છે. ઘણી વાર એવું થયું છે કે બિગબીને પોસ્ટ કરવામાં કોઈ ભૂલ થઇ હોય અને સોશિયલ મીડિયામાં ટ્રોલર્સે તેમનો વારો પાડી દીધો હોય. તાજેતરમાં જ એવું જ કંઇક બન્યું છે.

વાત જાણે એમ છે કે 17 જુલાઈ રાત્રે લગભગ 2 વાગે અમિતાભે એક ટ્વીટ કરી હતી. જેના પર સોશિયલ મીડિયાના યુઝર્સે તેમની મજાક ઉડાવી દીધી હતી. અડધી રાતના સમયે અમિતાભે લખ્યું કે, ‘કંઈ છે નહીં લખવા માટે’. આ પોસ્ટ આવતાની સાથે જ ટ્રોલ શરુ થઇ ગયા, અમિતાભની આ પોસ્ટ પર લોકોએ અજીબ અજીબ જવાબ આપ્યા છે. ચાલો જોઈએ કેટલાક જવાબો.

https://twitter.com/DevashishGuptaa/status/1416135144289841158

https://twitter.com/amMrfeed/status/1416135728002707463

અમિતાભની આ પોસ્ટ પર મુખ્યત્વે લોકોએ પેટ્રોલને લઈને જ કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે કંઈ છે નહીં લખવા માટે તો પેટ્રોલના ભાવ પર જ લખી દો. ખરેખર વાત એમ છે કે 2012 માં પેટ્રોલના ભાવ વધ્યા હતા ત્યારે બિગબીએ તેના વિરોધમાં ઘણી પોસ્ટ કરી હતી. હવે જ્યારે પેટ્રોલ ઘણી જગ્યાએ 100 પાર છે ત્યારે લોકો બિગબીને સવાલ કરી રહ્યા છે કે હવે કેમ કંઈ નથી બોલી રહ્યા. એ સમયના સ્ક્રીનશોટ્સ પણ લોકો શેર કરી રહ્યા છે.

આ પહેલીવાર નથી કે પેટ્રોલના ભાવને લઈને બિગબી ટ્રોલ થયા હોય. જ્યારથી ભાવ વધ્યા છે ત્યારથી અમિતાભ, અક્ષય અને અનુપમ ખેર સહીત ઘણા કલાકારો ટ્રોલ દ્વારા આડે હાથ લેવાયા છે.

કામની વાત કરીએ તો અમિતાભ આગામી ઘણી ફિલ્મ્સમાં જોવા મળવાના છે. જેમાં એક છે ચેહરે. આ ફિલ્મમાં તેઓ ઇમરાન હાશ્મી સાથે જોવા મળશે. આ ઉપરાંત બિગબી ઝુંડ, બ્રહ્માસ્ત્ર, મેડડે, અને ગુડબાય જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. છેલ્લે અમિતાભ આયુષ્માન સાથે ફિલ્મ ગુલાબો સીતાબોમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: કંઈક આ રીતે બર્થડે પર સલમાને કર્યું કેટરિનાને વિશ, ફેન્સે કહ્યું ‘હવે લગ્ન કરી લો’, જુઓ Viral Post

આ પણ વાંચો: Bhushan Kumar Rape Case: T-series એ કહ્યું આરોપ લગાવનારી મહિલા ભૂષણ પાસે માંગી રહી હતી પૈસા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati