Video : મહાનાયક અમિતાભ બચ્ચને શેર કર્યો શરાબી બિલાડીનો વીડિયો, નશામાં ટ્લ્લી થયેલી બિલાડી જોઈને ચાહકો દંગ રહી ગયા !

આ વીડિયો પર કેપ્શન આપતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને લખ્યું છે કે, 'જો તમારી પાસે મૂછ છે તો આ બિલાડી જેવી હોવી જોઈએ, નહીં તો તે ન હોવી જોઈએ.'

Video : મહાનાયક અમિતાભ બચ્ચને શેર કર્યો શરાબી બિલાડીનો વીડિયો, નશામાં ટ્લ્લી થયેલી બિલાડી જોઈને ચાહકો દંગ રહી ગયા !
Amitabh bachchan shares funny video of cat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 3:19 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓ સંબધિત વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક કોઈ પ્રાણીની (Animals) હરકત જોઈને યુઝર્સ આશ્વર્યચકિત થઈ જાય છે.જ્યારે કેટલીક વાર યુઝર્સ હસીને લોટ પોટ થતા જોવા મળે છે. આજકાલ આવો જ એક શરાબી બિલાડીનો (Cat) વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.આ વીડિયો મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) શેર કર્યો છે.

વાઈન પીધા બાદ બિલાડીને ચડ્યો નશો…!

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાયરલ વીડિયોમાં શરૂઆતમાં, એક બિલાડી તેના પંજા વડે ટેબલ પર મુકેલા વાઈનનો (Wine)ગ્લાસ ચાખતી જોવા મળે છે. બિલાડીને વાઇનનો સ્વાદ એટલો બધો ગમે છે કે તે વાઈન પીતી જોવા મળે છે. આ પછી તેની સાથે જે થાય છે તે ખૂબ જ રમુજી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાઈન પીધા બાદ બિલાડી સંપૂર્ણપણે ટ્લ્લી થઈ જાય છે અને નશામાં તે જે રીતે સીડીઓ ચઢે છે તે જોઈને તમે પણ હસી પડશો.

જુઓ વીડિયો

ચાહકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો પર ફની કેપ્શનમાં (Caption) તેણે લખ્યું કે, ‘જો તમારી મૂછો હોય તો તે બિલાડી જેવી હોવી જોઈએ, નહીં તો ન હોવી જોઈએ.’ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘થોડી સી જો પી લી હૈ…’સોંગ વાગી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, આ સોંગ કિશોર કુમારે ગાયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 13 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

બિલાડીનો આ ખૂબ જ ફની વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા (Funny Comments) નોંધાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, સર, શું તમે પણ મજાક કરો છો ? જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, બિલાડીને વાઈનનો ગજબનો નશો ચડી ગયો…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : RRRનું ટ્રેલર રિલીઝ થયા બાદ બાહુબલી ફિલ્મ થઈ ટ્રેન્ડ, શું રામચરણ અને જુનિયર NTRની ફિલ્મ બાહુબલીને આપશે ટક્કર ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">