AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચને, SBI ને ભાડે આપી જલસાની બાજુની મિલકત, જાણો બચ્ચનને દર મહિને કેટલુ મળશે ભાડુ ?

અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીના ચોરસ ફૂટ દીઠ ભાડું 600 રૂપિયા છે, જે જુહુ વિલે પાર્લે વિસ્તારના બજાર ભાવ કરતા વધારે છે.

અમિતાભ બચ્ચને, SBI ને ભાડે આપી જલસાની બાજુની મિલકત, જાણો બચ્ચનને દર મહિને કેટલુ મળશે ભાડુ ?
Amitabh Bachchan, Jalsa Bungalow, State Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 12:36 PM
Share

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ( amitabh bachchan ) તેમના ઘર જલસાની (jalsa bungalow ) બાજુમાં આવેલી મિલકત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને (SBI) 15 વર્ષ માટે ભાડે આપી છે. બિગ બીની આ મિલકત જુહુ વિલે પાર્લે વિસ્તારમાં છે. અમિતાભને દર મહિને ભાડે આપેલી મિલકતથી 18.90 લાખ રૂપિયાનું ભાડું મળશે. અમિતાભ બચ્ચનની આ મિલકત ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે, જેનો વિસ્તાર 3150 ચોરસ ફૂટ છે. અગાઉ આ જ મિલકત સિટી બેંક દ્વારા બચ્ચન પાસેથી લીઝ પર લેવામાં આવી હતી.

સિટી બેંક 2019 માં ખાલી થઈ હતી એક માહિતી અનુસાર, અમિતાભ બચ્ચનની ( amitabh bachchan ) પ્રોપર્ટીના ચોરસ ફૂટ દીઠ ભાડું 600 રૂપિયા છે, જે જુહુ વિલે પાર્લે વિસ્તારના બજાર ભાવ કરતા વધારે છે. અગાઉ આ મિલકત સિટી બેંક (Citibank) દ્વારા ઘણા વર્ષોથી લીઝ પર લેવામાં આવી હતી. જૂન 2019 માં, લીઝની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ, સિટી બેન્કે આ મિલકત ખાલી કરી દીધી હતી. રિયલ એસ્ટેટ ડેટા એનાલિસ્ટ કરતી કંપનીના અહેવાલ અનુસાર, લીઝ પેપર્સ ગયા મહિને 28 સપ્ટેમ્બરના રોજ નોંધાયા હતા. આ સોદામાં રૂ .30,86,000 ની સ્ટેમ્પ ડ્યૂટી સાથે 30,000 રૂપિયાની નોંધણી ફી ચૂકવવામાં આવી છે.

બેંકે 2.26 કરોડ રૂપિયા આપ્યા સ્ટેમ્પ ડ્યુટી દસ્તાવેજ મુજબ, અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકે 15 વર્ષ માટે 3150 ચોરસ ફૂટ ગ્રાઉન્ડ ફ્લોર ભાડે આપ્યું છે. દર 5 વર્ષે ભાડામાં 25 ટકાનો વધારો થશે. પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને 18,90,000 ચૂકવવા પડશે. આ પછી, 5 વર્ષ માટે 23,62,500 રૂપિયા અને ત્યાર બાદના પાંચ વર્ષ માટે 29,53,125 રૂપિયા ચૂકવવા પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2.26 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જે લગભગ 12 મહિનાનું ભાડું છે.

આ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક અગ્રણીનું કહેવું છે કે આ મિલકત પર મળેલા પૈસા વ્યાજબી છે. તેમણે કહ્યું કે આ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની મિલકત છે અને તેમના ઘરની બાજુમાં છે. તે જુહુમાં ખૂણાનું મુખ્ય સ્થાન છે. તેમણે કહ્યું કે આ વિસ્તારનું વર્તમાન લીઝ ભાડું 400 થી 500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ Bigg Boss 15 : સલમાન ખાન વીકએન્ડ કા વાર માં પ્રતીકનો કલાસ લગાવ્યો, બાથરૂમનું તાળું તોડવા પર ગુસ્સો કર્યો

આ પણ વાંચોઃ IPL 2021: ઇશાન કિશન ટોપ થ્રી સૌથી ઝડપી અર્ધશતક ફટકારનારા બેટ્સમેનોમાં થયો સામેલ, જાણો કોણ છે સૌથી આગળ

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">