બોલીવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) હવે ગ્લોબલ સ્ટાર બની ચુકી છે. તાજેતરમાં આલિયાનું નામ 'ગ્લોબલ સેલિબ્રિટી ઈન્ફ્લુએન્સર'ની યાદીમાં છઠ્ઠા સ્થાને આવ્યું છે.
Alia Bhatt in Gangubai Kathiawadi Film (File Photo)
હાલમાં જ રણબીર કપૂર (Ranbir Kapoor)સાથે લગ્નના બંધનમાં બંધાયેલી આલિયા ભટ્ટ (Alia Bhatt)એ એક એવી અભિનેત્રી છે કે તેણી સતત ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર સિદ્ધિઓની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે. આલિયા ભટ્ટ શાનદાર અભિનયથી ટ્રેન્ડમાં છે. ગત તા. 14 એપ્રિલના રોજ આલિયાએ રણબીર કપૂર (Alia Bhatt Marriage) સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ બંનેની જોડી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આલિયા ભટ્ટની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પોતાના શાનદાર પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા છે.
આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલી રહે છે. તાજેતરમાં લોકપ્રિય અભિનેત્રી વિશે સમાચાર આવ્યા હતા કે તે ‘વન્ડર વુમન’ ફેમ અભિનેત્રી ગેલ ગેડોટ સાથે હોલીવુડમાં ડેબ્યુ કરશે. ત્યારથી અભિનેત્રીની પહોંચ વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે.
આ નવા સમાચાર આલિયાના લોયલ ફેન્સ માટે ખૂબ જ ખાસ હશે. આલિયાનું નામ ‘ગ્લોબલ સેલિબ્રિટી ઈન્ફ્લુએન્સર’ની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. આ સાથે અભિનેત્રી ‘ગ્લોબલ ઈન્ફ્લુઅન્સર્સ’ની ટોપ 10 યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ રેસમાં અભિનેત્રીએ હોલીવુડની ઘણી મોટી હસ્તીઓને પાછળ છોડી દીધી છે. જેમાં જેનિફર લોપેઝ, ક્રિસ હેમ્સવર્થ અને રોબર્ટ ડાઉની જુનિયરના નામ પણ સામેલ છે.
અભિનેત્રી આલિયા ભટ્ટને ઈન્સ્ટાગ્રામ પર 64.1 મિલિયન એટલે કે સાડા 6 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. આલિયાના માત્ર ભારતમાં જ ચાહકો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને બિઝનેસમાં પણ તેનું મોટું નામ છે.
અમે તમને જણાવી દઈએ કે બોલિવૂડની ‘પિગી ચોપ્સ’ એટલે કે પ્રિયંકા ચોપરાનું નામ પણ ગ્લોબલ સેલિબ્રિટી ઈન્ફ્લ્યુએન્સર્સની યાદીમાં 13મા સ્થાને છે. તે જ સમયે અક્ષય કુમાર 14મા, શ્રદ્ધા કપૂર 18મા અને સાઉથ ફિલ્મોની ટોચની અભિનેત્રી રશ્મિકા મંદાન્નાનું નામ 19મા નંબર પર છે.