અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અંગે કરી આ ટિપ્પણી અને ત્યારબાદ…

'ધ કાશ્મીર ફાઇલ્સ' એ આ વર્ષે પેન્ડેમિક એરામાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મને થિયેટરોમાં નિહાળવા લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ એક પછી એક ઘણા રેકોર્ડ તોડી રહી છે.

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે કરી આ ટિપ્પણી અને ત્યારબાદ...
Twinkle Khanna (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 5:21 PM

અક્ષય કુમાર (Akshay Kumar) અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આ સ્ટાર કપલ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચા માટે ‘હોટ ટોપિક’ (Hot Topic) ગણાય છે. ટ્વિંકલ ખન્ના ભલે આજે સિલ્વર સ્ક્રીન પર એટલી ચમકતી નથી, પરંતુ તેણી તેના સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે હંમેશા અનેક તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. ટ્વિંકલ ખન્ના તેના નિવેદનોને લીધે હંમેશા લોકો દ્વારા ટ્રોલ થતી રહે છે. તાજેતરમાં, તેણીએ બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અંગે એક મજાકીયા અંદાજમાં નિવેદન આપતા સોશિયલ મીડીયા પર ફરીથી ટ્રોલ થઈ રહી છે.

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આજે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જેમણે પણ આ ફિલ્મ જોઈ તેઓ ખુદને રડતા રોકી ન શક્યા હતા. તાજેતરમાં જાણીતા અભિનેતા અક્ષય કુમારની પત્ની અને ભૂતપૂર્વ એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્નાએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ટાઈટલ પર મજાક કરી હતી, જે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ નિર્માતા અશોક પંડિતને પસંદ ન પડ્યું હતું. તેમણે ટ્વિંકલને તેના નિવેદન અંગે આકરો જવાબ આપ્યો છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ટ્વિન્કલ ખન્નાએ શું કહ્યું હતું 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર રીએક્ટ કરતા ટ્વિન્કલ ખન્નાએ લખ્યું હતું કે, એક ડાયરેક્ટરની ઓફિસમાં મિટિંગ દરમિયાન સાંભળવા મળ્યું કે ધ કાશ્મીર ફાઈલ્સની સફળતા બાદ, આવા ફિલ્મોના ટાઈટલ્સની આંધી આવી ગઈ છે. મોટા શહેરોના નામ પહેલા જ રજિસ્ટર થઇ ગયા છે. પરંતુ હવે આ ગરીબ લોકો અંધેરી ફાઈલ્સ, ખાર ડંડા ફાઈલ્સ અને સાઉથ બોમ્બે ફાઈલ્સ જેવા નામ રજિસ્ટર કરાવી રહ્યા છે.

અશોક પંડિતે ટ્વિટર પર કહી આ વાત

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિન્કલ ખન્નાને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, ”મેમ તમે લેટ થઇ ગયા. હું તમને વિનંતી કરું છું કે 7 લાખ કાશ્મીરી પંડિતોનાં નરસંહાર પ્રત્યે આટલા અસંવેદનશીલ ન બનો.”

ડિમ્પલ કાપડીયાને ટ્વિંકલ ખન્નાએ કહી આ વાત 

ટ્વિન્કલે આ વાત પર રીએક્શન આપતા કહ્યું કે હું પણ મારી ફિલ્મ માટે ટાઈટલ શોધી રહી હતી. આવામાં મેં પોતાની ફિલ્મનો આઈડિયા ડિમ્પલ કાપડિયા સાથે શેર કર્યો હતો અને કહ્યું કે હું જલ્દી જ ‘નેલ ફાઈલ્સ’ નામની એક ફિલ્મ બનાવવા જઈ રહી છું.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જીતી રહી છે દર્શકોનાં દિલ 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજકાલ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના લીધે ચારે દિશામાંથી પ્રશંસા મેળવી રહ્યા છે. કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ આ અનેક લોકોના દિલ જીતી રહી છે. હજારો લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ વિવેક અગ્નિહોત્રીએ આ અઘરું કામ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે.

આ પણ વાંચો – નીતિન ગડકરીએ The Kashmir Filesને બતાવ્યો ‘સાચો ઇતિહાસ’, અનુપમ ખેરે કહ્યું, ‘હવે વધુ ખોલવામાં આવશે ફાઇલો…’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">