AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન બાદ આ આલીશાન ફ્લેટમાં રહેશે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ, એક મહિનાનું ભાડું છે અધધ…

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને એક્ટ્રેસ કેટરિના કૈફ એ મુંબઈના જુહુ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે.

લગ્ન બાદ આ આલીશાન ફ્લેટમાં રહેશે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ, એક મહિનાનું ભાડું છે અધધ...
Vicky Kaushal - Katrina Kaif
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:07 AM
Share

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને એક્ટ્રેસ કેટરિના કૈફ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છવાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળીના અવસર પર બંનેના રોકા કરી દેવામાં આવ્યા છે. દિગ્દર્શક કબીર ખાનના ઘરે રોકા સેરેમની યોજાઈ હતી. મીડિયામાં બંનેને રોકના સમાચારને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી બંને સ્ટાર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ લગ્ન બાદ સાથે રહેવા માટે નવું ઘર શોધી રહ્યું હતું, જે હવે મળી ગયું છે. બંનેએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે. લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ વિરાટ કોહલી-અનુષ્કા શર્માના પડોશી બની જશે.

આટલું છે એપાર્ટમેન્ટનું ભાડું વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન પછી સાથે રહેનાર આલીશાન એપાર્ટમેન્ટનું ભાડું જાણીને તમે દંગ રહી જશો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિકી અને કેટરીનાએ 60 મહિના માટે આઠમા માળે એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. વિકી અને કેટરીના આ એપાર્ટમેન્ટ માટે મહિને આઠ લાખ રૂપિયાથી વધુ ચૂકવશે.

લગ્ન અહીં થશે વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વર્ષના છેલ્લા મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંનેએ સવાઈ માધોપુર રાજસ્થાન સિક્સ સેન્સ ફોર્ટ રિસોર્ટને તેમના સ્થળ તરીકે પસંદ કર્યું છે. કેટરિના અને વિકીના લગ્ન એક ખાનગી સમારંભ હશે. વિકી વતી તેના માતા-પિતા, ભાઈ સન્ની કૌશલ હાજર રહેશે. કેટરીનાની બાજુથી બહેન ઇસાબેલ અને માતા સુઝાન હશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કૈફ તેમના લગ્નની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેના આઉટફિટ સબ્યસાચીએ ડિઝાઈન કર્યા છે. કેટરીના આ ખાસ અવસર પર સિલ્કનો લહેંગા પહેરવાની છે. આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેએ સગાઈ કરી લીધી છે. તેના પર વિકીએ કહ્યું હતું કે, જેવો યોગ્ય સમય આવશે, હું તરત જ સગાઈ કરી લઈશ.

વિકી કૌશલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં જોવા મળ્યો હતો. એમેઝોન પ્રાઇમ વિડિયોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળી રહ્યા છે. વિકી હવે ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક સેમ બહાદુરમાં જોવા મળશે. કેટરીના કૈફ ફિલ્મ સૂર્યવંશીમાં જોવા  મળી રહી છે.

આ પણ વાંચો : ભોપાલઃ કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગતા 4 બાળકોના મોત, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા

આ પણ વાંચો : China news : ચીને એવા શું કાંડ કર્યા કે બધા જ દેશની નજર તેના પર છે, શી જિનપિંગના પ્લાનથી થર-થર કાંપે છે દુનિયા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">