વેબસિરિઝ ‘આશ્રમ’ની સફળતા બાદ BOBBY DEOLને લાગી લોટરી, હવે સાઉથમાં મચાવશે ધમાલ
બૉલીવુડ એક્ટર બોબી દેઓલે (BOBBY DEOL) થોડા સમય પહેલા જ ડીજીટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું. બોબીની વેબ સિરીઝ 'આશ્રમ'એ (AASHRAM) બધાનું દિલ જીતી લીધું હતું
બૉલીવુડ એક્ટર બોબી દેઓલે (BOBBY DEOL) થોડા સમય પહેલા જ ડીજીટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું. બોબીની વેબ સિરીઝ ‘આશ્રમ’એ (AASHRAM) બધાનું દિલ જીતી લીધું હતું. વેબ સિરીઝ આશ્રમની સીઝન 2 આવી હતી, જે સુપરહિટ રહી હતી. આશ્રમની સફળતા બાદ બોબી દેઓલ પાસે કામની લાઈન લાગી છે. બૉલીવુડ અને ડિજિટલ પ્લેટફોર્મ પર બોબી દેઓલ સાઉથની ઈન્ડસ્ટ્રીઝમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર બોબી દેઓલ આ ફિલ્મમાં વિલનના રોલમાં નજરે આવશે આ ફિલ્મ મોટા બજેટ પર બનવા જઈ રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં બોબી સાઉથના મોટા સુપરસ્ટાર સાથે કામ કરશે. પરંતુ આ મોટો સ્ટાર કોણ છે તેનું નામ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો બોબી દેઓલની ટીમ પ્રોજેક્ટને લઈને વાત કરી રહી છે. પરંતુ હજુ સુધી ડીલ સાઈન નથી થઈ તો બોબી દેઓલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
રિપોર્ટ મુજબ બોબી કોઈ પાવરફૂલ રોલ શોધી રહ્યો હતો તો બોબીની ડિમાન્ડ પર મેકર રોલ બદલાવવા માટે પણ તૈયાર છે. હવે બોબીને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરવા માટે થોડી રાહ જોવી પડશે. બોબી દેઓલ છેલ્લે હાઉસફુલ 4 માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં બોબી ‘અપને-2’ માં જોવા મળશે. આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ ‘અપને’ની સિક્વલ છે. આ ફિલ્મમાં દેઓલ પરિવારની ચાર પેઢીઓ એક સાથ નજરે આવશે. બોબી દેઓલએ વીડિયો શેર કરતા લખ્યું હતું કે,”બાબાજીના આશીર્વાદ અને તમારા પ્રેમને કારણે, આજે અમે ફરી સાથે નજરે આવીશું.” આ વખતે મારા પિતા, ભાઈ અને મારા દીકરા સાથે કામ કરવાની તક મળી હોવાનો મને આનંદ છે.’
આ પણ વાંચો: POLIO CAMPAIGN: રાષ્ટ્રપતિ આજે ‘દો બુંદ જિંદગી કે’ના રાષ્ટ્રીય રસીકરણનો કરાવશે શુભારંભ