ગદર 2ની સફળતા બાદ હવે ટૂંક જ સમયમાં ‘બોર્ડર 2’ પર કામ થશે શરુ, ફરી પાકિસ્તાન સામે લડતો જોવા મળશે સન્ની દેઓલ
'ગદર 2' પછી હવે સની દેઓલ 'બોર્ડર 2' લઈને આવી રહ્યા છે. એક વેબ પોર્ટલ અનુસાર, સની દેઓલે જેપી દત્તા અને નિધિ દત્તા સાથે હાથ મિલાવ્યા છે. આ ત્રણેય ભારતની સૌથી મોટી વોર પર બનેલી ફિલ્મ બોર્ડર 2ને દર્શકો સામે લાવવા માટે સાથે આવી રહ્યા છે
બોલિવૂડ એક્ટર સની દેઓલની ઐતિહાસિક સફળતા બાદ ‘ગદર 2’ની ધૂમ દરેક જગ્યાએ જોવા મળી રહી છે. 22 વર્ષથી રાહ જોવાનું ફળ સની દેઓલના હાથ લાગ્યું છે. ‘ગદર 2’એ 300 કરોડનું કલેક્શન કરીને મેકર્સને ખુશ કરી દીધા છે. ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારા અને સકીનાની જોડીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે. આ દરમિયાન સની દેઓલના ફેન્સ માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગદર 2 બાદ હવે બોર્ડર 2ની ચર્ચા
‘ગદર 2’ પછી હવે સની દેઓલ ‘બોર્ડર 2’ લઈને આવી રહ્યા છે. એક વેબ પોર્ટલ અનુસાર, સની દેઓલે જેપી દત્તા અને નિધિ દત્તા સાથે હાથ મિલાવ્યા છે. આ ત્રણેય ભારતની સૌથી મોટી વોર પર બનેલી ફિલ્મ બોર્ડર 2ને દર્શકો સામે લાવવા માટે સાથે આવી રહ્યા છે. જેમણે પણ સની દેઓલની ફિલ્મ બોર્ડર જોઈ છે તે આ ફિલ્મના દિવાના છે. બોર્ડર ભારતીય સિનેમાની સૌથી ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક છે.
સની દેઓલે બોર્ડરના મેકર્સ સામે હાથ મિલાવ્યા
જો આ ફિલ્મનો બીજો ભાગ બનાવવામાં આવે તો સની દેઓલના ચાહકો માટે તે કોઈ ધમાકેદાર સમાચારથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે, છેલ્લા 2-3 વર્ષથી ટીમ બોર્ડરની સિક્વલની ચર્ચા કરી રહી છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે નિર્માતાઓએ તેના પર કામ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીમને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાર્તા મળી છે. જે હજુ સુધી મોટા પડદા પર બતાવવામાં આવી નથી. હવે આ વાર્તાને બોર્ડર 2 માં ખૂબ જ સારી રીતે બતાવી શકાય છે.
ટૂંક સમયમાં સ્ક્રિપ્ટ પર કામ શરુ થશે
બોર્ડર 2નું નિર્માણ જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. જો સમાચારનું માનીએ તો નિર્માતા બોર્ડર 2 માટે સ્ટુડિયો સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છે. ટૂંક સમયમાં જ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરવામાં આવશે. વાત કરીએ, ગદર 2 ની ધમાકેદાર સફળતા વચ્ચે, આ સમાચાર ચાહકોને ખૂબ જ ખુશ કરવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે દર્શકોએ જે પ્રકારનો પ્રેમ ગદર 2 પર વરસાવ્યો છે, તેવો જ પ્રેમ બોર્ડર 2ને પણ આપવામાં આવશે.