ભારતનું સૌથી મોટું હોમ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ZEE5 ટૂંક સમયમાં જ લોકો માટે બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું (The Kashmir Files) પ્રીમિયર કરવા જઈ રહ્યું છે. કાશ્મીરી પંડિતોની હિજરત પર બનેલી આ ફિલ્મ તાજેતરમાં બોક્સ ઓફિસ પર રૂપિયા 250 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મે કોરોના મહામારી પછી રિલીઝ થયેલી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે ZEE5 પર તેના વિશ્વ ડિજિટલ પ્રીમિયર સાથે, ટૂંક સમયમાં વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) આ બ્લોકબસ્ટર ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી બહુવિધ ભાષાઓમાં 190થી વધુ દેશોમાં બતાવવામાં આવશે.
View this post on Instagram
ઝી સ્ટુડિયો અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્મિત, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિવેક અગ્નિહોત્રી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી અને ચિન્મય માંડલેકર સહિતના પ્રતિભાશાળી કલાકારો જોવા મળ્યા છે.
આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના દર્દ, વેદના, સંઘર્ષ અને આઘાતની હૃદયસ્પર્શી વાર્તા છે અને લોકશાહી, ધર્મ, રાજકારણ અને માનવતા વિશે આંખ ખોલતી હકીકતો તેમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મને વિવેચકો અને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મની આમિર ખાન, તાપસી પન્નુ અને અક્ષય કુમાર જેવા લોકપ્રિય કલાકારોએ પણ ખુબ પ્રસંશા કરી હતી.
View this post on Instagram
ZEE5 પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના એક્સક્લુઝિવ પ્રીમિયર પર બોલતા, ZEE5 ઇન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર મનીષ કાલરાએ જણાવ્યું હતું કે, “ZEE5 પર, અમે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ જે પ્રેક્ષકોને એટલું જ સશક્ત બનાવે છે જેટલું તે તેમનું મનોરંજન કરે છે. ભારતીય પ્રેક્ષકો સાથે જોડાવા માટે અમે હંમેશા વાસ્તવિક, સંબંધિત વાર્તાઓની શોધમાં છીએ. વર્ષોથી, અમે શ્રેષ્ઠ પ્રતિભા અને બેસ્ટ કન્ટેન્ટ નિર્માતાઓ સાથે ભાગીદારી કરી છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, અને અમે તેને લાખો ભારતીયો માટે સુલભ બનાવીને ZEE5 પર લાવવામાં ખુશ છીએ.”
નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી કહે છે, “ધ કાશ્મીર ફાઇલ્સ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક લાગણી અને આંદોલન છે. મને ખુશી છે કે તેની થિયેટરમાં રિલીઝને સમગ્ર વિશ્વમાં આટલો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને હવે ભારતના સૌથી મોટા ડોમેસ્ટિક વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ZEE5 પર તેના વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર સાથે, આ ફિલ્મ વધુ લોકો સુધી પહોંચશે અને માઈલસ્ટોન્સ વટાવવાનું ચાલુ રાખશે.”
View this post on Instagram
આ પૂર્વે પણ, વિવેક અગ્નિહોત્રીની અન્ય વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મો જેમ કે ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’, જેણે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો અને ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ પણ ZEE5 પર ઉપલબ્ધ છે.
શું તમે આ ફિલ્મ નિહાળી છે ?? તમને કેવી લાગી ?? નીચે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવશો …..