AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ શિબાની દાંડેકરે તેના ઈન્સ્ટાગ્રામ પર કર્યો આ મોટો ફેરફાર

શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર ગત ડિસેમ્બરમાં લગ્નના બંધને બંધાયા હતા. શિબાની દાંડેકર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે, અને તેના જીવનની અનેક પળો તેના ફેન્સ સાથે શેયર કરતી રહે છે. તેણીએ તેના લગ્નના અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ શિબાની દાંડેકરે તેના ઈન્સ્ટાગ્રામ પર કર્યો આ મોટો ફેરફાર
Shibani Dandekar & Farhan Akhtar's Marriage Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 6:04 PM
Share

બોલીવુડમાં આજકાલ લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. વિકી-કેટરીના,(Vicky-Katrina) રાજકુમાર-પત્રલેખા (Rajkumar-Patralekha) શિબાની દાંડેકર-ફરહાન અખ્તર (Shibani Dandekar – Farhan Akhtar) ગત ડિસમ્બરમાં લગ્નના બંધને બંધાયા હતા. શિબાની દાંડેકરે તાજેતરમાં તેણીના ઈન્સ્ટાગ્રામ પર આા મોટો ફેરફાર કર્યો છે. જેને લઈને તેના ચાહકોમાં અનેક સવાલો ઉઠયા છે.

શિબાની દાંડેકરે તેના લગ્નના થોડા દિવસો પછી તેની ઈન્સ્ટાગ્રામ બાયોમાં ‘મિસિસ અખ્તર’ ઉમેર્યુ હતું. તાજેતરમાં ફરીથી તેણીએ તેનું ઇન્સ્ટાગ્રામ બાયો બદલ્યું છે. તેણીએ તેની બાયોમાંથી મિસીસ અખ્તર કાઢી નાખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિબાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ડિસ્પ્લે પિક્ચર તેમજ તેનું નામ પણ બદલ્યું છે. ભૂતકાળમાં તેણીએ તેનું નામ શિબાની દાંડેકર-અખ્તર અને તેના બાયોનું નામ ‘નિર્માતા, પ્રસ્તુતકર્તા, અભિનેત્રી, ગાયક અને શ્રીમતી અખ્તર’ રાખ્યું હતું.

ફરહાન અખ્તરની પિતરાઈ બહેન અને જાણીતી ફિલ્મ નિર્માતા ફરાહ ખાને (Farah Khan) પણ ઈન્સ્ટાગ્રામ પર ન્યુલી મેરીડ કપલને શુભેચ્છા પાઠવી હતી. ફરાહે તેમના લગ્ન માટે ગ્રીન કલરનો પંજાબી સ્યૂટ પહેર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શબાના આઝમીએ (Shabana Azmi) શિબાનીનું પરિવારમાં સ્વાગત કર્યું હતું. અભિનેતાએ આ બધાની સાથેની એક પારિવારિક તસવીર શેયર કરી અને લખ્યું, “સુખી પરિવાર સુંદર શિબાનીનું પરિવારમાં સ્વાગત કરે છે.” ફરહાનની માતા હની ઈરાની (Honey Irani) તેમજ તેની પુત્રીઓ શાક્યા અને અકીરા પણ આ ફ્રેમમાં હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ફરહાન એ હની ઈરાની અને ગીતકાર જાવેદ અખ્તરનો (Javed Akhtar) પુત્ર છે. હની ઈરાની એ જાવેદ અખ્તરની પહેલી પત્ની છે. તેમના લગ્ન પછી ફરહાનના નિર્માતા મિત્ર અને બિઝનેસ પાર્ટનર રિતેશ સિંધવાનીએ નવપરિણીત યુગલ માટે તેના નિવાસસ્થાને સ્ટાર-સ્ટડેડ પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો – Farhan Akhtar Marriage: આ કારણે શિબાની દાંડેકરે ફરહાન અખ્તર સાથે કર્યા લગ્ન, જાણીને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો – જાણો કઇ રીતે Shibani Dandekar ના પ્રેમમાં પાગલ થયા હતા ફરહાન અખ્તર, જાણો તેમની પ્રેમ કહાણી

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">