AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 વર્ષ બાદ ફિલ્મ હેરા ફેરીને લઈને વિવાદ, ફિરોઝ નડિયાદવાલાએ ડિરેક્ટર પ્રિયદર્શન પર લગાવ્યા ગંભીર આરોપો

21 વર્ષ બાદ ફિલ્મ હેરા ફેરીને લઈને વિવાદ સર્જાયો છે. ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ડિરેક્ટર પ્રિયદર્શન પર ગંભીર આરોપો લગાવ્યા છે.

21 વર્ષ બાદ ફિલ્મ હેરા ફેરીને લઈને વિવાદ, ફિરોઝ નડિયાદવાલાએ ડિરેક્ટર પ્રિયદર્શન પર લગાવ્યા ગંભીર આરોપો
After 21 years, Firoz Nadiadwala accuses director Priyadarshan for Hera Ferry making
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 1:27 PM
Share

બોલિવૂડમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોની વાત આવે તો હેરા ફેરી ફિલ્મ ચોક્કસપણે યાદ આવી જાય. પ્રિયદર્શનની (Priyadarshan) ઘણી બધી ફિલ્મોમાંથી ફિલ્મ ‘હેરા ફેરી’ (Hera Pheri) ખુબ હીટ ફિલ્મ રહી છે. આ ફિલ્મ જોઈને એક આખી પેઢી યુવાન થઈ ગઈ છે, તેમ છતાં લોકો આજે પણ આ ફિલ્મ જોવાનું એટલું જ પસંદ કરે છે. ફિલ્મના ઘણા વર્ષો બાદ નવો વિવાદ સામે આવ્યો છે. હવે ‘હેરા ફેરી’ના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ (Firoz Nadiadwala) દિગ્દર્શક પ્રિયદર્શન પર ઘણા આક્ષેપો કર્યા છે. હવે ફિલ્મના 21 વર્ષ પૂરા થવા પર આ વિવાદ સામે આવ્યો છે.

તાજેતરમાં જ દિગ્દર્શક પ્રિયદર્શને દાવો કર્યો હતો કે તેઓ આ ફિલ્મની સિક્વલ બનાવવાના પક્ષમાં નથી. તેમનું કહેવું છે કે આવી આઇકોનિક ફિલ્મોની સિક્વલ ન બનાવવી જોઇએ નહીંતર તે મૂળ ફિલ્મ બગાડે છે. આના પર નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પ્રિયદર્શન પર આરોપ લગાવ્યો છે કે તેણે ફિલ્મનું નિર્દેશન યોગ્ય રીતે કર્યું ન હતી. ફિરોઝે એમ પણ કહ્યું કે આથી જ તેમણે ફિલ્મના બીજા ભાગનું નિર્દેશન કરવા માટે પ્રિયદર્શન સાથે વાત પણ કરી ન હતી.

અહેવાલ અનુસાર ફિરોઝે કહ્યું કે અત્યાર સુધી આ મુદ્દા પર અત્યાર સુધી હું મૌન હતો કેમ કે ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. ફિરોઝે કહ્યું કે તેઓ પ્રિયદર્શન સાથે તેના તેના સંબંધોના કારણે આ મુદ્દે શાંત હતા. પરંતુ જ્યારે હવે પ્રિયદર્શનને ફરક નથી પડતો ત્યારે તેમણે આ મુદ્દે બોલવાનું નક્કી કર્યું. ફિરોઝે એ પણ આરોપ લગાવ્યો કે પ્રિયદર્શને હેરા ફેરી ફિલ્મના ડાયરેકશનમાં ઘણી બેદરકારી દાખવી હતી.

ફિરોઝે પ્રિયદર્શન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. પ્રિયદર્શન પર તેમણે આરોપ લગાવ્યો કે કે આ ફિલ્મમાં તેમણે ખુબ બેદરકારીથી કામ કર્યું હતું. તેમણે કહ્યું કે ફિલ્મના શૂટિંગ સમયે પ્રિયદર્શન લાંબા સમય સુધી હાજર પણ રહેતા ન હતા. ફિરોઝે કહ્યું કે નીરજ વોરાએ ઘણું એડીટીંગ કરીને ફિલ્મમાં મજેદાર કોમેડી ઉભી કરી. તેમજ ઘણા કોમેડી ડાયલોગ ઉમેર્યા હતા. નીરજ વોરાએ હેરા ફેરી 2 ડાયરેક્ટ કરી હતી. તેમજ ફિરોઝે આરોપ લગાવ્યો કે પ્રિયદર્શને ફિલ્મની કાસ્ટને ભડકાવી હતી કે તેઓ ફિર હેરા ફેરીમાં કામ ના કરે.

આ પણ વાંચો: Indian Idol 12 Finale: ખુલશે સરપ્રાઈઝની પેટી, વિશાલ દદલાણીથી લઈને ભરતી-હર્ષ અને બોલીવૂડ સ્ટાર્સની એન્ટ્રી

આ પણ વાંચો: Independence Day: દેશભક્તિમાં ડૂબ્યા ફિલ્મ સ્ટાર્સ, અમિતાભથી અક્ષય સુધી જાણો કોને કેવી રીતે પાઠવી શુભેચ્છા

g clip-path="url(#clip0_868_265)">