AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT નો અક્ષય કુમાર બનવા જઈ રહ્યો છે અધ્યયન સુમન! આશ્રમના પાત્ર બાદ મળ્યા 14 મોટા પ્રોજેક્ટ

એક સમય હતો જ્યારે શેખર સુમને પોતાના પુત્ર અધ્યયન સુમનને ઘણા પૈસા ખર્ચીને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો. પરંતુ તે સતત ફ્લોપ જતો હતો. હવે આશ્રમ વેબ સિરીઝ બાદ અધ્યયન સુમનનું નસીબ બદલાઈ ગયું છે. હવે તેની પાસે ઘણી ઓફર પડી છે.

OTT નો અક્ષય કુમાર બનવા જઈ રહ્યો છે અધ્યયન સુમન! આશ્રમના પાત્ર બાદ મળ્યા 14 મોટા પ્રોજેક્ટ
Adhyayan Suman got 14 big projects on OTT after web series Ashram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:58 AM
Share

ફિલ્મ અભિનેતા શેખર સુમનનો (Shekhar Suman) પુત્ર અધ્યયન સુમન (Adhyayan Suman) ફરી એક વખત ફિલ્મ જગતમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. અધ્યયન સુમનનું કહેવું છે કે તેની પાસે 14 પ્રોજેક્ટ છે. અધ્યયન સુમન માને છે કે આ ઇન્ડસ્ટ્રીઝમાં તેની સફર બિલકુલ સરળ રહી નથી. જ્યાં 5 થી 6 વર્ષ સુધી સતત કામ કર્યા બાદ તેને વેબ સીરિઝ આશ્રમની ઓફર આવી હતી. જેની મદદથી તેણે OTT પર ધૂમ મચાવી અને હવે તેની કિસ્મત ચમકી છે. અધ્યયન સુમન માને છે કે આશ્રમે તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જેના કારણે તે આજે ખુબ ખુશ છે.

ખાનગી સમાચાર સંસ્થા સાથેની તેની ખાસ વાતચીતમાં અધ્યયને કહ્યું છે કે તે ખૂબ જ જલ્દી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સાથે તેની પાસે વેબ સિરીઝ અને ફિલ્મોની ઘણી ઓફર છે. આશ્રમ તેમના વ્યાવસાયિક જીવનમાં મોટો ફેરફાર લાવી છે. તાજેતરમાં તેણે વેબ સિરીઝ પ્રયાગ રાજનું શૂટિંગ પૂરું કર્યું છે, જે લખનૌમાં શૂટ થઈ રહી હતી. આ સાથે Entrapped નામની ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પણ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ એક કરોડપતિ છોકરાની વાર્તા છે, જેનું તેની સેક્રેટરી સાથે અફેર છે.

નસીરુદ્દીન શાહ સાથે કામ કરશે

અધ્યયન સુમને વધુમાં જણાવ્યું કે તે પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. અભિનેતા કહે છે, “મારી પાસે ‘રણછોડ’ (Ranchhod) નામની ફિલ્મ છે, આ ફિલ્મમાં હું નસીરુદ્દીન શાહ સાથે કામ કરું છું. અમે આ વર્ષે જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું. હું તેમની સાથે કામ કરવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. ”

મદ્રાસી ગેંગથી સાઉથમાં ડેબ્યૂ

અભિનેતાએ જણાવ્યા પ્રમાણે તેઓ હાલમાં ફિલ્મ મદ્રાસી ગેંગનું શૂટિંગ કરી રહ્યો છે, આ ફિલ્મથી તે સાઉથમાં મજબૂત શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ સાથે તે પ્રકાશ ઝા પ્રોડક્શન સાથે એક ફિલ્મ પણ કરી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા જામતારા શ્રેણી જેવી જ છે. જ્યાં છોકરાના ફોન કોલ દરમિયાન પૈસા લૂંટી લેવામાં આવે છે. તો અભિનેતા બીજી ફિલ્મ Anthony Kalia પ્રકાશ ઝા સાથે કરી રહ્યો છે. જેનો વાર્તા કબીર સિંહ જેવી છે.

આ સાથે, અભિનેતા ઇન્સ્પેક્ટર અવિનાશ વેબ સિરીઝમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યાં તે ટૂંક સમયમાં તેના માટે બીજા શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. અધ્યાયન સુમનની આ ફિલ્મો અને વેબ સિરીઝની યાદી જોઈને લાગે છે કે હવે તેનું નસીબ ખુલી ગયું છે, હવે તે ઈન્ડસ્ટ્રીમાં ડંકો વગાડવા તૈયાર છે.

આશ્રમમાં ભજવેલા તેના ટીંકા સિંહના પાત્રે તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. તેનું માનવું છે કે પ્રકાશ ઝાએ તેને અભિનયની દુનિયામાં બીજું જીવન આપ્યું છે. તેને આશા નહોતી કે તેને ક્યારેક ટીંકા સિંહની ભૂમિકામાં મળશે, અને તેનું જીવન બદલાઈ જશે.

આ પણ વાંચો: Money Heist Season 5: શું નૈરોબી આ સિઝનમાં પરત ફરશે? મેકર્સે કેવી રીતે જીવિત કરશે આ મરેલા પાત્રને?

આ પણ વાંચો: Indian Idol 12: કુમાર સાનુની વાતોમાં ફસાયા પવનદીપ રાજન, અરુણિતા વિશે બોલી ગયા આ વાત

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">