AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રી Malvi Malhotra કામ પર પરત ફરવા તૈયાર, 1 વર્ષ પહેલા પાગલ આશિકે કર્યો હતો હુમલો

પાગલ આશિકથી છરીના હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયેલી અભિનેત્રી માલવી મલ્હોત્રા હવે કામ પર પરત ફરવા માટે તૈયાર છે. ઉડાન મૂવીની અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ગયા વર્ષે નવેમ્બરમાં પાગલ પ્રેમીએ હુમલો કર્યો હતો.

અભિનેત્રી Malvi Malhotra કામ પર પરત ફરવા તૈયાર, 1 વર્ષ પહેલા પાગલ આશિકે કર્યો હતો હુમલો
Malvi Malhotra (File Image)
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 30, 2021 | 8:14 PM
Share

પાગલ આશિકથી છરીના હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયેલી અભિનેત્રી માલવી મલ્હોત્રા હવે કામ પર પરત ફરવા માટે તૈયાર છે. ઉડાન મૂવીની અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ગયા વર્ષે નવેમ્બરમાં પાગલ પ્રેમીએ હુમલો કર્યો હતો. પાગલ આશિકે તેના પેટ અને હાથ પર છરી વડે હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યો હતો. તેમણે લગ્ન પ્રસ્તાવને નકારી કાઢતા માલવી મલ્હોત્રા પર હુમલો કર્યો હતો. માલવી મલ્હોત્રાએ એક અહેવાલમાં કહ્યું કે, ‘હું ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યી છું.’ હું પ્રોજેક્ટ પર આગળ વધવા માટે ડોક્ટરની મંજૂરીની રાહ જોઈ રહ્યી છું.

માલવી મલ્હોત્રાએ કહ્યું કે ડોક્ટરની મંજૂરી મળતા પહેલા હું શીખવાની કોશિશ કરી રહી છું, જેથી મારી સર્જનાત્મકતા વધારી શકાય. એટલું જ નહીં, આ દરમિયાન માલવી મલ્હોત્રાએ કેટલાક પ્રોજેક્ટ્સનું કામ પણ પૂર્ણ કરી લીધું છે. માલવીએ જણાવ્યું હતું કે તેના બે મ્યુઝિક વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યા છે. તેમાંથી એકમાં ભૂમિ ત્રિવેદીએ અવાજ આપ્યો છે, જ્યારે એક ગીત કૃણાલ ગંજાવાલાએ ગાયું છે. આ સિવાય તેણે તમિલ શોર્ટ મૂવીમાં પણ કામ કર્યું છે. તે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની તૈયારીમાં છે.

જ્યારે તેની આગળની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે માલવી મલ્હોત્રાએ કહ્યું કે તેણે હંમેશાં સ્ક્રીન પર પોલીસની ભૂમિકા નિભાવવાનું સપનું છે. તે કહે છે કે તે હંમેશાં પોલીસ અધિકારીના જીવન તરફ આકર્ષાય છે. માલવી કહે છે, “જ્યારે હું નાની હતી ત્યારે હું ઢીંગલીઓ સાથે રમવાને બદલે બંદૂકોથી રમતી હતી. મને આ પ્રકારની ભૂમિકા ગમે છે, જેમ રાણી મુખર્જીએ ‘મર્દાની’ મૂવીમાં કરી હતી. આ સિવાય મને પ્રિયંકા ચોપરાની ફિલ્મ Quanticoમાં તેની ભૂમિકા ગમે છે.

માલવી મલ્હોત્રા ભવિષ્યમાં ઉદ્યોગના કેટલાક સૌથી પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવા માંગે છે. માલવી મલ્હોત્રાએ કહ્યું, ‘આ ઉદ્યોગમાં પ્રતિભાની કોઈ કમી નથી. હું આયુષ્માન ખુરના, વિકી કૌશલ અને રાજકુમાર રાવ જેવા કલાકારો સાથે કામ કરવા માંગુ છું. આ સિવાય જો હું દિગ્દર્શકોની વાત કરું તો વિશાલ ભારદ્વાજ, સંજય લીલા ભણસાલી અને અનુભવ સિંહાને પસંદ છે. છેવટે, તે ખરાબ સમયમાં પ્રેરણા શું લે છે? આ સવાલના જવાબમાં માલવી કહે છે કે તે પોતાની આજુબાજુની દરેક વસ્તુથી શીખે છે અને પ્રેરણા લે છે.

આ પણ વાંચો: 2021માં ફેન્સને આ સીતારાઓના લગ્નની છે રાહ, સલમાનથી લઈને રણબીર સુધીના સેલેબ્સ છે સામેલ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">