2021માં ફેન્સને આ સીતારાઓના લગ્નની છે રાહ, સલમાનથી લઈને રણબીર સુધીના સેલેબ્સ છે સામેલ
થોડા દિવસ પહેલા બૉલીવુડ એકટર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નગ્રંથીથી(MARRIAGE) બંધાઈ ગયો છે. જેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
થોડા દિવસ પહેલા બૉલીવુડ એકટર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નગ્રંથીથી(MARRIAGE) બંધાઈ ગયો છે. જેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વરુણના લગ્ન બાદ ઘણા એવા બૉલીવુડ સીતારાઓ છે. જેના લગ્નની રાહ ફેન્સ જોઈ રહ્યા છે. આવો જાણીએ એ સિતારા વિશે જેને ફેન્સ આ વર્ષે લગ્નના બંધનમાં જોવા માંગે છે.
તારા સુતરીયા અને આદર જૈન(TARA SUTARIYA AND AADAR JAIN)
તારા સુતરિયા અને તેના બોયફ્રેન્ડ આદર જૈનનો સંબંધ કોઈથી છુપાયેલ નથી. બંને સમય સમય પર પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આદર જૈન રણબીર કપૂરનો કઝીન છે. જલ્દી જ આદર અને તારા પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(RANBIR KAPOOR AND ALIA BHATT)
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ ઘણા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. અગાઉ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તારીખો જાહેર થઈ હતી. પરંતુ દરેક વખતે તે માત્ર અફવાઓ જ સાબિત થઈ હતી. જણાવી દઈએ કે, રણબીર અને આલિયા ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. ફિલ્મના શૂટિંગ સેટના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સલમાન ખાન(SALMAN KHAN)
સલમાન ખાનના ફેન્સ લાંબા સમયથી તેમના પ્રિય સ્ટારના લગ્નના સારા સમાચાર સાંભળવા માંગે છે, પરંતુ ભાઈજાન હજી સુધી ફેન્સને આ સારા સમાચાર નથી આપી શક્યા. સલમાન ખાનનું નામ અનેક એક્ટ્રેસઓ સાથે સંકળાયેલું છે. એક સમય હતો કે લગ્નનું કાર્ડ પણ છાપવામાં આવ્યું હતું. પરંતુ સલમાને અંતિમ ક્ષણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.
અલી ફઝલ-ઋચા ચડ્ડા(ALI FAZAL AND RICHA CHADHA)
અલી ફઝલ અને ઋચા ચડ્ડા એવા સ્ટાર કપલ છે જેના લગ્ન કોરોના કાળમાં થયા ના હતા. અલી અને ઋચાના લગ્ન ગયા વર્ષે જ થવાના હતા પરંતુ કોરોનાને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં ફેન્સ આતુરતાથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠા(SHRADDHA KAPOOR AND ROHAN SHRESTHA)
અલગ-અલગ રોલથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર શ્રદ્ધા કપૂરનું નામ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડાયું છે. આ સ્થિતિમાં ઘણીવાર એવી ખબર આવી છે કે બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે, પરંતુ તે માત્ર એક અફવા સાબિત થઈ. જણાવી દઈએ કે, હાલમાં જ રોહન શ્રેષ્ઠાએ વરુણ અને નતાશાના લગ્નની શુભેચ્છા આપવા માટે એક પોસ્ટ શેર કરી હતી. વરુણ ધવને કમેન્ટ કરી શ્રદ્ધા અને રોહનના સંબંધને લઈને હિંટ આપવામાં આવી હતી. આ સાથે જ એ પણ કહી દીધું હતું કે, હવે નંબર તમારો છે, ઈચ્છા તો એવી જ છે.
સુષ્મિતા સેન- રોહમન શોલ(SUSHMITA SEN AND ROHMAN SHAWL)
એક્ટ્રેસ સુષ્મિતા સેન હંમેશાં તેની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. સુષ્મિતા તેના કરતા લગભગ 16 વર્ષ નાના રોહમન શાલ સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણીવાર સોશ્યલ મીડિયા પર પણ તેમની સુંદર તસવીરો શેર કરતા હોય છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે તો ફેન્સ પણ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર(MALAIKA ARORA AND ARJUN KAPOOR)
મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ ઘણીવાર ચર્ચામાં રહે છે. જોકે બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધોને સીધી રીતે સત્તાવાર રીતે ઘોષણા કરી નથી. પરંતુ મનાઈ પણ કરી નથી. આ સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વર્ષે બંને લગ્ન ગ્રંથિમાં બંધાઈ શકે છે.
આ પણ વાંચો: વેબસિરિઝ ‘આશ્રમ’ની સફળતા બાદ BOBBY DEOLને લાગી લોટરી, હવે સાઉથમાં મચાવશે ધમાલ