AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sussane Khan Birthday : આર્થિક રીતે પહેલેથી સ્વતંત્ર છે સુઝેન ખાન, રિતિક સાથેની પહેલી ડેટનો ખર્ચ ઉપાડ્યો હતો

રિતિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુઝેને અમારી પહેલી ડેટનો ખર્ચ ઉઠાવ્યો હતો. લગભગ 14 વર્ષ પછી એટલે કે 2014માં રિતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા. સુઝેન છૂટાછેડાને લઈને ચર્ચામાં હતી.

Sussane Khan Birthday : આર્થિક રીતે પહેલેથી સ્વતંત્ર છે સુઝેન ખાન, રિતિક સાથેની પહેલી ડેટનો ખર્ચ ઉપાડ્યો હતો
Sussanne khan celebrating her birthday today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:31 AM
Share

બોલિવૂડ એક્ટર રિતિક રોશનની (Hrithik Roshan) પૂર્વ પત્ની સુઝેન ખાન (Sussanne Khan) તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. સુઝેનનો પરિવાર ફિલ્મી દુનિયા સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તે ક્યારેય ફિલ્મોમાં જોવા મળી નથી. સુઝેનને બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે સારી મિત્રતા છે. આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર જાણીએ તેમની સાથે જોડાયેલી મહત્વની વાતો.

સુઝેન ખાન એક પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તે પોતાના ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં રહે છે. સુઝેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સારી ફેન ફોલોઈંગ છે. સુઝેન પ્રખ્યાત અભિનેતા સંજય ખાનની પુત્રી છે. તેનો ભાઈ ઝાયેદ ખાન પણ એક્ટર છે. સુઝેને પોતાનો અભ્યાસ અમેરિકાથી કર્યો છે. તેણે 1996માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુઝૈન પોતાની અંગત જિંદગીને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.

રિતિક અને સુઝેનના લગ્ન વર્ષ 2000માં થયા હતા. બંનેએ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. રિતિક અને સુઝેન પહેલીવાર સિગ્નલ પર મળ્યા હતા. વાસ્તવમાં ટ્રાફિકના કારણે બંને પોતાની કારમાં બેસેલા હતા, ત્યારે જ રિતિકની નજર સુઝેન પર પડી હતી. પ્રથમ નજરે જ રિતિક સુઝેન પર દિલ હારી ગયા. આ પછી બંને તેમની બહેનના લગ્નમાં મળ્યા હતા. લગભગ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી જ રિતિકને લાગવા લાગ્યું કે તે તેના વિના જીવી શકશે નહીં.

રિતિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુઝેને અમારી પહેલી ડેટનો ખર્ચ ઉઠાવ્યો હતો. લગભગ 14 વર્ષ પછી એટલે કે 2014માં રિતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા. સુઝેન છૂટાછેડાને લઈને ચર્ચામાં હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત અને અર્જુન રામપાલના કારણે સંબંધો બગડ્યા હતા. પરંતુ તેના વિશે ક્યારેય કોઈએ કંઈ કહ્યું નથી. રિતિક અને સુઝેનને બે પુત્રો છે. છૂટાછેડા પછી પણ સુઝેન રિતિકના ઘરે આવતી જતી રહે છે.

આ પણ વાંચો –

Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

આ પણ વાંચો –

Health Tips: શું તમે ક્યારેય સાંભળ્યું છે કાળા લસણ વિશે? તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ફાયદા જાણીને હેરાન રહી જશો

આ પણ વાંચો-

Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

g clip-path="url(#clip0_868_265)">