ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR

હાલમાં, આ બાબતે મણિરત્નમ (Mani Ratnam) અથવા તેમના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આ બાબતે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મણિરત્નમ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR
Mani Ratnam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:43 AM

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અભિનીત ફિલ્મ ‘પોન્નીયન સેલ્વન’ (Ponniyin Selvan) વિવાદોના દાયરામાં આવી ગઈ છે. ફિલ્મ નિર્માતા મણિરત્નમ (Mani Ratnam) ની કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેનું કારણ કથિત રીતે પોન્નીયન સેલ્વન ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘોડાનું મૃત્યુ છે. પ્રાણીઓના અધિકારો માટે લડતી સંસ્થા પેટા ઈન્ડિયા (PETA India) ના જણાવ્યા અનુસાર, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ પોન્નીયન સેલ્વનના શૂટિંગ દરમિયાન ઘોડાના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને 18 ઓગસ્ટના રોજ PETA ઇન્ડિયાના સ્વયંસેવક દ્વારા ઘોડાના મૃત્યુ અંગે ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ગુરુવારે કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સ્ટુડિયો પાસે ખાનગી જમીન પર ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ઘોડાનું મૃત્યુ થયું છે.

પ્રોડક્શન હાઉસ અને ઘોડાના માલિક સામે કેસ નોંધાયો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હૈદરાબાદના અબ્દુલ્લાપુર્મેત પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું ફરિયાદના આધારે, પ્રોડક્શન હાઉસ મદ્રાસ ટોકીઝના મેનેજમેન્ટ અને ઘોડાના માલિક વિરુદ્ધ જાનવરો પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ (Prevention of Cruelty to Animals Act) અને આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પશુ ચિકિત્સકે ઘોડાનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

તે જ સમયે, PETA એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ઘટના અંગે વ્હિસલ-બ્લોઅર રિપોર્ટના આધારે PETA ઇન્ડિયાની ફરિયાદ બાદ AWBI એ હૈદરાબાદના જિલ્લા કલેક્ટર અને તેલંગાણા રાજ્ય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા મૃત્યુની તપાસની માંગ કરી છે. આ અંગે તેમને એક પત્ર મોકલવામાં આવ્યો છે. પેટા એમ પણ કહે છે કે ઘોડાના મૃત્યુ બાદ તેને શૂટિંગ ગ્રાઉન્ડમાં જ દફનાવવામાં આવ્યો હતો. તેમને ફરિયાદો મળી હતી કે સેટ પર ઘણા ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ થાકેલા દેખાતા હતા. પેટા કહે છે કે આજકાલ એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, જેના દ્વારા પ્રોડક્શન હાઉસ કાલ્પનિક પ્રાણીઓ બનાવી શકે છે, તો પછી વાસ્તવિક પ્રાણીઓનું શોષણ કેમ થઈ રહ્યું છે.

હમણાં સુધી, આ બાબતે મણિરત્નમ અથવા તેમના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આ બાબતે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મણિરત્નમ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :- Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

આ પણ વાંચો :- પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે Kriti Sanon, જાણો કયા અભિનેતા સાથે કરશે ફ્લર્ટ?

g clip-path="url(#clip0_868_265)">