અભિષેક બચ્ચને પોતાના જન્મ દિવસે શરૂ કરી ફિલ્મ ઘૂમરની શૂટિંગ, ગણાવી બેસ્ટ બર્થ ડે ગિફ્ટ

આ સિવાય અભિષેક બચ્ચન ફિલ્મ 'દસવી'માં જોવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મને તુષાર જલોટા ડિરેક્ટ કરી રહ્યા છે. આમાં તેની સામે નિમ્રત કૌર છે.

અભિષેક બચ્ચને પોતાના જન્મ દિવસે શરૂ કરી ફિલ્મ ઘૂમરની શૂટિંગ, ગણાવી બેસ્ટ બર્થ ડે ગિફ્ટ
Abhishek Bachchan started shooting for the film 'Ghoomar' on his birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 4:40 PM

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેઓ પોતાની આગવી અને અલગ શૈલીથી આ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે. ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં અભિષેક માટે ફિલ્મોની સફર સરળ ન હતી. તેમનો સંઘર્ષ અવિરત ચાલુ રહ્યો. તેની 22 વર્ષની કારકિર્દીમાં અભિષેકે ઘણી શાનદાર ફિલ્મો પણ આપી છે. અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે, આજે તે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

આ ખાસ દિવસે તેણે તેની આગામી ફિલ્મ ઘૂમરનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અભિષેકે તેના સોશિયલ મીડિયા પર શૂટિંગ સમયની એક તસવીર શેર કરીને આની જાણકારી આપી અને તેને જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ પણ ગણાવી.

અભિષેક બચ્ચન આજે તેના જન્મદિવસ પર તેના પ્રિયજનો અને શુભેચ્છકોની જન્મદિવસની શુભેચ્છાઓ લઈ રહ્યો છે, તો બીજી તરફ તેને આ દિવસે જન્મદિવસની શાનદાર ભેટ પણ મળી છે. તેણે તેની આગામી ફિલ્મની ખુશી તેના ચાહકો સાથે શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર મુહૂર્તની તસવીર શેર કરીને તેણે લખ્યું છે કે આનાથી વધુ સારી બર્થડે ગિફ્ટ કોઈ ન હોય શકે. જન્મદિવસ શ્રેષ્ઠ રીતે ચાલી રહ્યો છે. ઘૂમર હવે ધૂમ મચાવશે. અભિષેકે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ બીજી વખત છે જ્યારે અભિષેક બચ્ચન અને આર બાલ્કી સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બંનેએ સુપરહિટ ફિલ્મ ‘પા’ આપી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચનનો પુત્ર બન્યો, જે એક એવી બીમારીનો શિકાર છે, જેના કારણે તે બાળપણમાં વૃદ્ધ માણસ જેવો દેખાય છે. આ પછી ફરી એકવાર આર બાલ્કી ‘ઘૂમર’માં અભિષેક સાથે કામ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ સિવાય અભિષેક બચ્ચન ફિલ્મ ‘દસવી’માં જોવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મને તુષાર જલોટા ડિરેક્ટ કરી રહ્યા છે. આમાં તેની સામે નિમ્રત કૌર છે. તે એક તમિલ ફિલ્મની હિન્દી રિમેકમાં પણ કામ કરવાના સમાચાર છે. તે ગયા વર્ષે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’માં જોવા મળ્યો હતો. આ પાત્ર માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી.

આ પણ વાંચો –

Gehraiyaan Memories: રિલીઝ પહેલા સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કરી ફિલ્મ ‘ગહેરાઈયા’ની યાદો, તસ્વીરોમાં જોવા મળ્યા તમામ પાત્રો

આ પણ વાંચો –

Karishma Varun Wedding: કોણ છે વરુણ બંગેરા, જેણે ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાનું દિલ ચોરી લીધું

g clip-path="url(#clip0_868_265)">