Aamir Khan Birthday: કિરણ રાવથી છૂટાછેડા લેવા પાછળનું કારણ શું હતું ? આમિર ખાને કર્યો મોટો ખુલાસો

આમિર ખાન અને કિરણ રાવ લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ ગયા વર્ષે બંનેએ 15 વર્ષ જૂના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.

Aamir Khan Birthday: કિરણ રાવથી છૂટાછેડા લેવા પાછળનું કારણ શું હતું ? આમિર ખાને કર્યો મોટો ખુલાસો
Aamir khan and kiran rao Divorce (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 12:49 PM

Aamir Khan Birthday: આમિર ખાને (Aamir Khan) ગયા વર્ષે કિરણ રાવથી (Kiran Rao) અલગ થવાના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, બંનેએ 15 વર્ષ જૂના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.બંનેના અલગ થવાનો મામલો સામે આવ્યા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે, જેના કારણે તેણે કિરણથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.ત્યારે હાલ આમિરે આ તમામ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે .

કિરણથી અલગ થવાનું કારણ શું હતુ ?

આમિરે એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે,’પ્રથમ પત્ની રીના દત્તા સાથે તેના છૂટાછેડા (Aamir Khan Divorce) કિરણના કારણે નહોતા થયા. પરંતુ હા,તે સમયે હું કિરણને ઓળખતો હતો, પરંતુ તેના કારણે મેં રીના સાથે અલગ થવાનો નિર્ણય લીધો ન હતો. અમે બાદમાં મિત્રો બન્યા. જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે કિરણ સાથેના અલગ થવાનું કારણ શું હતુ ? જેના જવાબમાં આમિરે કહ્યું કે, ત્યારે પણ કોઈ કારણ નહોતું અને અત્યારે પણ કોઈ કારણ નથી.

આમિરે કિરણથી છૂટાછેડા વિશે આગળ કહ્યું, ‘કિરણ જી અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ અને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ. હું જાણું છું કે લોકો અમારા સંબધને સમજી શકશે નહીં. લોકો માટે આ સમજવું ખૂબ મુશ્કેલ છે. કિરણ જી અને હું ઘણા સમયથી આ વિશે ચર્ચા કરી રહ્યા હતા. અમે એકબીજાને પરિવાર તરીકે માનીએ છીએ.પતિ-પત્ની તરીકે અમારા સંબંધોમાં બદલાવ આવ્યો છે અને અમે લગ્નનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. અમે એકબીજાનો હાથ પકડીને આગળ વધીશું. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે પાણી ફાઉન્ડેશનમાં પણ સાથે મળીને સહયોગ કરીએ છીએ.તેમજ અમે એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ.’

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિને કારણે અલગ થયા નથી

આમિરને પૂછવામાં આવ્યું કે જ્યારે કપલ અલગ થાય છે ત્યારે સામાન્ય રીતે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે થાય છે, તો અભિનેતાએ કહ્યું, હા આવું થાય છે. પરંતુ મારા બંને કેસમાં આવું ક્યારેય બન્યું નથી. જ્યારે મેં રીનાજીથી છૂટાછેડા લીધા ત્યારે મારા જીવનમાં કોઈ નહોતું અને જ્યારે મેં કિરણજીથી છૂટાછેડા લીધા ત્યારે પણ કોઈ નહોતુ.

આ પણ વાંચો : Aamir Khan Birthday : જ્યારે આમિર ખાને મિત્ર શાહરુખ ખાન પાસેથી માંગ્યું હતું સૂચન, SRK એ આપ્યો આવો જવાબ

g clip-path="url(#clip0_868_265)">