Gadar 2 : ફરી એક વાર ધમાલ મચાવશે સની દેઓલ અને અમિષાની જોડી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

ગદર એક પ્રેમ કથા વર્ષ 2001 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે ગદર-2માં ફરીએક વાર દર્શકોને સની દેઓલ અને અમીષા પટેલની કેમેસ્ટ્રિ જોવા મળશે.

Gadar 2 : ફરી એક વાર ધમાલ મચાવશે સની દેઓલ અને અમિષાની જોડી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
Gadar 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 2:44 PM

Gadar 2 : બોલીવુડ સ્ટાર સની દેઓલે (sunny deol)વિજયાદશમીના દિવસે જાહેરાત કરી છે કે, તેઓ 2001 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર : એક પ્રેમ કથા’ ની સિક્વલ લઈને આવી રહ્યા છે. ગુરુવારે, સની દેઓલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, સની દેઓલની આ હિટ ફિલ્મની સિક્વલ લઈને ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર (Gadar-2 Poster) શેર કરતા સની દેઓલે જણાવ્યું કે, ગદરનો બીજો ભાગ આવતા વર્ષે એટલે કે 2022 માં થિયેટરોમાં રિલીઝ થશે. ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કરતા સની દેઓલે કેપ્શનમાં લખ્યું કે – છેવટે બે દાયકા પછી રાહ પૂર્ણ થઈ. દશેરાના શુભ પ્રસંગે, તમારી સામે ગદર 2 નું મોશન પોસ્ટર રિલીઝ કર્યુ છે. સ્ટોરી હજી બાકી છે .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ ગદર-2નું પોસ્ટર

View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

જુના કાસ્ટ સાથે આગળ વધશે લવ સ્ટોરી

આ ફિલ્મ માટે સની દેઓલે ફરી એક વખત ફિલ્મમેકર અનિલ શર્મા (Anil Sharma) સાથે હાથ મિલાવ્યો છે. ગદરની પહેલી કાસ્ટ સાથે, આ પ્રેમ કહાનીને આગળ વધારવામાં આવશે એટલે કે ફિલ્મમાં સની દેઓલની સાથે માત્ર અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ઉત્કર્ષ શર્મા (Utkarsh Sharma) એ જ કલાકાર છે જે ગદર માં અમીષા અને સનીનો પુત્ર બન્યો હતો.

ફરીએક વાર જોવા મળશે સની દેઓલ અને અમિષાની કેમેસ્ટ્રી

જ્યારે ગદર એક પ્રેમ કથા વર્ષ 2001 માં રિલીઝ થઈ ત્યારે તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આજે પણ જ્યારે આ ફિલ્મ ટીવી પર આવે છે, ત્યારે તેના ચાહકો તેને ખૂબ ઉત્સાહથી જુએ છે. દેશના ભાગલા પર આધારિત આ ફિલ્મમાં એક શીખ છોકરો તારા સિંહ ઉર્ફે સની દેઓલ એક મુસ્લિમ છોકરી સકીના ઉર્ફે અમીષા પટેલ (ameesha patel) સાથે પ્રેમમાં પડે છે. આ ફિલ્મ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

આ પણ વાંચો : comedian krishna : સુપ્રિયા પાઠકને આપ્યો અમિતાભની સંપત્તિમાં હિસ્સો માંગવાનો એક આઈડિયા, જાણો શું છે મામલો

g clip-path="url(#clip0_868_265)">