AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Entertainment : ફરમાની નાઝના “હર હર શંભુ” ગાવા પર ઉલમા ઉકળ્યા, કહ્યું શરિયત વિરૂદ્ધ છે આ હરકત

ઘણા મુસ્લિમોએ ફરમાનીને (Farmani )ધમકી પણ આપી છે, જ્યારે ઘણા મુસ્લિમો ફરમાનીને ગંદી ગંદી ગાળો આપી રહ્યા છે.

Entertainment : ફરમાની નાઝના હર હર શંભુ ગાવા પર ઉલમા ઉકળ્યા, કહ્યું શરિયત વિરૂદ્ધ છે આ હરકત
Farmani Naaz (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 12:00 PM
Share

શ્રાવણ (Shravan )મહિનામાં હર હર શંભુ ગીત ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગીત ઈન્ડિયન આઈડલમાં (Indian Idol )જોવા મળેલ ફરમાની નાઝ (Farmani Naaz) દ્વારા ગાયું હતું, જેને 24 જુલાઈથી અત્યાર સુધીમાં 4 લાખ 75 હજારથી વધુ વ્યુઝ પણ મળ્યા છે. જોકે આ ગીત ગાનાર ફરમાની નાઝ હવે આ શિવ ભજન માટે ખૂબ ટ્રોલ થઈ રહી છે. દેવબંદના મૌલાનાએ ફરમાની નાઝ દ્વારા ગાયેલા શિવ ભજનને બિન-ઈસ્લામિક ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, ફરમાની નાઝ મુઝફ્ફરપુર નગરના મોહમ્મદપુર ગામમાં રહે છે અને હવે તે ભોલે શંકરના ભજન ગાવાના કારણે મુશ્કેલીમાં છે.

Video Courtesy : Farmani Naaz Singer ( Youtube )

ફરમાનીની માતા કહે છે કે તેમની દીકરીએ કાવડ યાત્રામાં ગીત ગાયું હતું. લોકો હંમેશા વાંધો ઉઠાવે છે કે મુસ્લિમ છોકરી ગીત ગાતી હોય છે, પરંતુ તેને દરેક પ્રકારના ગીતો ગાવા પડે છે. તેણે તેના બાળકને ઉછેરવા માટે બધું જ કરવું પડશે. તે ભજન પણ ગાય છે. કવ્વાલી પણ ગાય છે. લોકોને આ વાત પસંદ નથી આવી રહી, એટલા માટે તેઓ બોલી રહ્યા છે. આ રીતે તે પોતાના બાળકનો ઉછેર કરી રહી છે.

ફરમાની નાઝે તાજેતરમાં શ્રવણની કાવડ યાત્રા માટે શાનદાર હરિયાણવી ભાષામાં ભજન ગાયા હતા, તેના આ ભજનોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલાક એવા તત્વો પણ છે જેમને શાંતિ પસંદ નથી, આવા લોકોએ ફરમાની નાઝને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા મુસ્લિમોએ ફરમાનીને ધમકી પણ આપી છે, જ્યારે ઘણા મુસ્લિમો ફરમાનીને ગંદી ગંદી ગાળો આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">