ઘરોમાં કામ કરે છે બીજેપી ઉમેદવાર
ઘરોમાં મેડનું કામ કરીને મહીને 2500 કમાનારી કલિતા માજીને પૂર્વ વર્ધમાનની આઉસગ્રામ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.માજીના પતિ સુબ્રતો માજી પ્લંબરનું કામ કરે છે. ચૂંટણી લડવા માટે કલિતાએ દોઢ મહિનાની રજા લીધી છે. અને ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે.
એક ન્યુઝ વેબસાઇટના અનુસાર કલિતાએ કહ્યું કે એમને ટિકિટ મળશે તેવો અંદાજ પણ નહોતો. હજી સુધી તે આશ્ચર્યમાં છે . કલિતા કહે છે કે ભાજપમાં કાર્યકર્તાઓની કદર છે ત્યારે તો તે ઉમેદવાર છે. કલિતાએ કહ્યું કે રજા લઇને તે ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ સંતોષે ટ્વીટ કરીને કલિતાને શુભકામના આપી છે.