મારા પતિને ચૂંટણી પંચે જ મારી નાખ્યો, બંગાળમા TMCના વધુ એક ઉમેદવારનું કોરોનાથી મોત, મૃતકની પત્નિએ નોંધાવી ફરિયાદ

પશ્ચિમ બંગાળમાં ( West Benga l) કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. વધતા જતા કોરોનાના સંક્રમણમાં તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ઉમેદવાર કાજલ સિંહાનુ મોત નિપજ્યુ છે. કાજલ સિંહાની પત્ની નંદિતા સિંહાએ ચૂંટણી પંચ સામે હત્યાનો આરોપ લગાવતાં ફરિયાદ નોંધાવી છે. અને કહ્યુ છે કે, મારા પતિને ચૂંટણી પંચે જ મારી નાખ્યો છે.

મારા પતિને ચૂંટણી પંચે જ મારી નાખ્યો, બંગાળમા TMCના વધુ એક ઉમેદવારનું કોરોનાથી મોત, મૃતકની પત્નિએ નોંધાવી ફરિયાદ
કેન્દ્રીય ચૂંટણી પંચના કાર્યાલયની તસવીર
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 10:15 AM

કોરોના વાયરસના વધતા જતા કેસ છતાં, પશ્ચિમ બંગાળમાં ( West Bengal ) ગુરુવારે મતદાનના આઠમા તબક્કાની ચૂંટણી યોજાઈ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોરોનાથી તૃણમૂલ કોંગ્રેસના ( Trinamool Congress ) ઉમેદવારનુ મોત થયુ છે. ઉમેદવારના નિધન બાદ તેમની પત્નીએ ચૂંટણી પંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 25 એપ્રિલે ટીએમસી ઉમેદવાર કાજલ સિંહાનું કોરોના વાયરસને કારણે પશ્ચિમ બંગાળના ખારદાહ ખાતે અવસાન થયું હતું.

ચૂંટણી પંચ ઉપર હત્યાનો આરોપ પતિના મોત પર ગુસ્સો વ્યક્ત કરતાં તેમની પત્ની નંદિતા સિંહાએ ચૂંટણી પંચ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. નંદિતા સિંહાએ નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈન સહિત ઘણા અધિકારીઓ વિરુદ્ધ બેદરકારી અને લાપરવાહી દાખવી હોવાનો આક્ષેપ કર્યો છે, જેના પગલે તેમના પતિ સહિત અન્ય બીજા ઉમેદવારોના પણ મોત થયા છે.

નંદિતા સિંહાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યુ છે કે જ્યારે આખો દેશ કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે લડતો હતો, ત્યારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ યથાવત રાખી ચૂંટણી તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજવાનું નક્કી કર્યું હતું. નંદિતા સિંહાએ વધુમાં ફરિયાદમાં લખ્યું છે કે તામિલનાડુ, કેરળ, પુડુચેરીમાં એક દિવસમાં મતદાન કરવામાં આવ્યું હતું અને આસામમાં તે ત્રણ તબક્કામાં યોજાયું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટીએમસીએ આયોગને બે વખત ભલામણ કરી પોતાની ફરિયાદમાં મૃતક ઉમેદવારના પત્નિ નંદિતા સિંહાએ લખ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસે 16 એપ્રિલ અને 20 એપ્રિલે ચૂંટણી પંચને બે વાર ભલામણ કરી હતી કે બાકીના તબક્કાની ચૂંટણી એક જ તબક્કામાં પૂરી કરી દેવામાં આવે. પરંતુ ચૂંટણી પંચે રજુઆતને ધ્યાને ના લીધુ કે વાત પણ ના સાંભળી અને પોતાના બચાવમાં એવો આદેશ આપ્યો કે સાંજે સાત વાગ્યા પછી કોઈ રેલી ન યોજાય.

નંદિતા સિંહાએ લખ્યું કે કોલકત્તા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી ચેતવણી છતાં ચૂંટણી પંચે કોરોનાના વધતા જતા સંક્રમણ અંગેના તમામ પુરાવાઓને અવગણ્યા, જેના કારણે જ પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધ્યા અને સ્થિતિ કાબુ બહાર ગઈ.

ચૂંટણી પંચે કર્યુ નિવેદન સોમવારે (26 એપ્રિલ), મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી પંચના અધિકારીઓની અવગણના અને અવગણનાને કારણે જ કોરોનાના કેસ એટલા વધી ગયા છે. શું તેમની સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ? એક નિવેદનમાં ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પંચની નહીં પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે જે તે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">