ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટીસ, વિધાનસભાની ચૂંટણી મોકુફ રાખવા કરાઈ છે અરજી

વિધાનસભાની ચૂંટણી મોકુફ રાખવા કરાયેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેની વચ્ચે રાજકીય પક્ષો વિશાળ રેલીઓ કરી રહ્યા છે. જેનાથી લોકોના જીવન માટે જોખમ ઊભું થયું છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટીસ, વિધાનસભાની ચૂંટણી મોકુફ રાખવા કરાઈ છે અરજી
Uttarakhand High Court (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:29 PM

ઉત્તરાખંડ હાઈકોર્ટે (Uttarakhand High Court) બુધવારે ભારતના ચૂંટણી પંચ (ECI) ને કોવિડના ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant) દ્વારા ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections) મુલતવી રાખવાની અરજી પર નોટિસ પાઠવી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ નારાયણ સિંહ ધાનિકની ખંડપીઠે, કેન્દ્ર સરકાર (Central Government) અને ઉત્તરાખંડ સરકાર (Government of Uttarakhand) માટે હાજર રહેલા વકીલને પણ આ અરજી પર સૂચનાઓ મેળવવા માટે નિર્દેશ આપ્યો હતો અને આ કેસની વધુ સુનાવણી આગામી 3 જાન્યુઆરીને સોમવારે નિર્ધારીત કરી છે.

ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી આગામી ફેબ્રુઆરી-માર્ચ 2022માં થવાની સંભાવના છે અને તમામ મુખ્ય રાજકીય પક્ષોએ ચૂંટણીને ધ્યાને લઈને તેમના રાજકીય પ્રચારની શરૂઆત કરી દીધી છે. અરજીમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party), આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) તેમજ કોંગ્રેસ (Congress) દ્વારા યોજાયેલી રેલીઓના ફોટા સામેલ કરવામા આવ્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જળવાયુ ના હોવાના અને કોવિડની અન્ય માર્ગદર્શિકાઓનુ (Covid Guideline) યોગ્ય પાલન કર્યા વિના જ વિશાળ ભીડ હોવાનુ જણાય છે.

નવો ઓમિક્રોન વેરિયન્ટ કોવિડના અન્ય કોઈપણ પ્રકાર કરતાં 300 % વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેથી લોકોના જીવનને બચાવવા માટે ચૂંટણી રેલીઓ જેવા મોટા મેળાવડાઓને ટાળવા જરૂરી બન્યા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ઉત્તરાખંડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ, 2022 માં યોજાવા જઈ રહી છે. પરંતુ ચૂંટણીની તારીખ નક્કી થાય તે પહેલા જ, તમામ રાજકીય પક્ષો દ્વારા વિશાળ ‘ચૂંટણી રેલીઓ’ યોજવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે રાજકીય પક્ષો દ્વારા યોજાતી ચૂંટણી રેલીઓમાં ન તો સામાજિક અંતર (Social distance) નું પાલન કરવામાં આવ્યું નહોતુ તેમજ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ રેલીના ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ પણ ‘YouTube’ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ

Uttarakhand Assembly Election 2022 : રાજકીય પક્ષોએ ઉત્તરાખંડમાં વહેલી ચૂંટણી અને ચૂંટણીના ખર્ચની મર્યાદા વધારવાની માગ કરી

આ પણ વાંચોઃ

CCTV કેમેરાથી લઈને ડીઝલ પંપ સુધી 17 પાર્ટીઓને નવા ચૂંટણી ચિન્હ મળ્યા છે, આ પાર્ટીઓ 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે

g clip-path="url(#clip0_868_265)">