UP Election : યોગી આદિત્યનાથ અયોધ્યાથી લડશે ચૂંટણી ? ગુજરાતના ધારાસભ્યોના માથે મોટી જવાબદારી

ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર વિજયનો પરચમ લહેરાવવા માંગે છે અને તેના માટે ગુજરાતના ધારાસભ્યોએ અયોધ્યામાં ધામા નાખ્યો છે.

UP Election : યોગી આદિત્યનાથ અયોધ્યાથી લડશે ચૂંટણી ? ગુજરાતના ધારાસભ્યોના માથે મોટી જવાબદારી
Uttar Pradesh CM Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 3:57 PM

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh Elections) વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ (Election Commission) રાજ્યમાં યોજાનારી ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ચૂંટણી ક્યાંથી લડશે. માનવામાં આવે છે કે સીએમ યોગી અયોધ્યા (Ayodhya), ગોરખપુર (Gorakhpur), કાશી (Kashi) અને મથુરાથી (Mathura) ચૂંટણી લડી શકે છે.

જો કે, સીએમ યોગીએ (CM Yogi) તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે પાર્ટી જ્યાં ચૂંટણી લડવાનું કહેશે ત્યાંથી તેઓ લડશે. પરંતુ સીએમ યોગીની અયોધ્યા મુલાકાતની સાથે તેમના ઓએસડી સંજીવ સિંહ (OSD Sanjeev Singh) અને ગુજરાતના (Gujarat) ધારાસભ્યોએ હાલ અયોધ્યામાં છે તે ચર્ચાનો વિષય છે. આ સાથે ભાજપે ગુજરાતના ધારાસભ્યોને અયોધ્યામાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે જેથી કરીને અયોધ્યાનો મિજાજ પરખાય. ભાજપને આશા છે કે અયોધ્યા થકી તે આખા યુપીમાં પહોંચી શકે છે.

ગુજરાતના ધારાસભ્યોને સોંપાઈ છે ખાસ જવાબદારી

રાજ્યમાં યોજાનારી વિધાનસભામાં ભાજપ ફરી એકવાર વિજયનો ઝંડો લહેરાવવા માંગે છે અને તેના માટે ગુજરાતના ધારાસભ્યોએ અયોધ્યામાં ધામા નાખ્યા છે. ભાજપે અયોધ્યાની તમામ બેઠકો માટે ગુજરાતના ધારાસભ્યોને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતના મણિનગરના (Maninagar) ધારાસભ્ય સુરેશ પટેલને (MLA Suresh Patel) ગોસાઈગંજ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) પણ ગુજરાતની મણિનગર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ સાથે જ અમદાવાદના (Ahmedabad) અમરાઈવાડીના (Amraiwadi) ધારાસભ્ય જગદીશ પટેલને (MLA Jagdish Patel) અયોધ્યાની જવાબદારી સોંપવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એવી ચર્ચા છે કે ભાજપ (BJP) ઈચ્છે છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાથી વિધાનસભા ચૂંટણી લડે. જોકે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી કોઈએ તેનો ખુલાસો કર્યો નથી. છેલ્લા બે દિવસથી સીએમના ઓએસડી સંજીવ સિંહ રામનગરીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સીએમ યોગીના અહીં ચૂંટણી લડવા વિશે પ્રતિક્રિયા લઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ સીએમ યોગીના નજીકના સહયોગી સંજીવ સિંહ ગુરુવારે અયોધ્યા પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસમાં પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કાર્યકર્તાઓને મુખ્યમંત્રી દ્વારા મોકલેલ ભેટ પણ આપી હતી. આ ભેટોમાં બેગ, મોબાઈલ, શાલ, કપડાં હતા. આ સાથે યોગી સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધિઓની પુસ્તિકા આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે OSDએ કાર્યકર્તાઓને પૂછ્યું કે જો યોગીજી અયોધ્યાથી ચૂંટણી લડે તો કેવી રીતે થશે અને તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો અને કહ્યું કે તે ખૂબ સારું રહેશે.

મળતી માહિતી મુજબ, સીએમના ઓએસડીએ શુક્રવારે બૂથ લેવલના કાર્યકરો સાથે બેઠક પણ કરી હતી અને અયોધ્યા અને દેવકાલીના પદાધિકારીઓ સાથે વાત કર્યા બાદ સ્થિતિ સમજી હતી. પાર્ટીના મોટાભાગના કાર્યકરો અને નેતાઓનું કહેવું છે કે જો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે તો તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે અને તેનાથી પાર્ટીને ફાયદો થશે.

આ પણ વાંચો –

Chandigarh Mayor Election: ચંદીગઢમાં AAP પાર્ટીના સૌથી વધુ કોર્પોરેટર હોવા છતા, બીજેપીના ચૂંટાયા મહિલા મેયર

આ પણ વાંચો –

Mumbai : ‘ગાંજો પીને ભ્રમ ન ફેલાવો’, લોકડાઉનને લઈને મેયરે વિપક્ષી નેતાઓ પર કર્યા આકરા પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">