UP Election Exit Poll Result 2022: યુપીમાં ફરી બનશે ભાજપની સરકાર કે સમાજવાદી પાર્ટીને મળશે બહુમતી ?

TV9 ભારતવર્ષ-પોલેસ્ટ્રના એક્ઝિટ પોલ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. આ સાથે જ સમાજવાદી પાર્ટી બીજા નંબર પર અને બહુજન સમાજ પાર્ટી ત્રીજા નંબર પર અને કોંગ્રેસ ચોથા નંબર પર છે.

UP Election Exit Poll Result 2022: યુપીમાં ફરી બનશે ભાજપની સરકાર કે સમાજવાદી પાર્ટીને મળશે બહુમતી ?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:33 PM

દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે એક્ઝિટ પોલ બહાર આવ્યા છે. TV9 ભારતવર્ષ-પોલેસ્ટ્રના એક્ઝિટ પોલ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. આ સાથે જ સમાજવાદી પાર્ટી બીજા નંબર પર અને બહુજન સમાજ પાર્ટી ત્રીજા નંબર પર અને કોંગ્રેસ ચોથા નંબર પર છે. જો કે, ભાજપને સીટોનું ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે અને સપા 150થી વધુ સીટો મેળવવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે એક્ઝિટ પોલમાંથી એક ચિત્ર ઉભરી આવે છે કે જનતાએ ચૂંટણીમાં કયા પક્ષ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

TV9 ભારતવર્ષ-પોલેસ્ટ્રના એક્ઝિટ પોલ અનુસાર, યુપીમાં BJPને 211 થી 225 સીટો, SPને 146 થી 160, BSPને 14 થી 24, કોંગ્રેસને 4 થી 6 સીટો મળી શકે છે. યુપી ચૂંટણી દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવ દાવો કરી રહ્યા છે કે તેમની પાર્ટી 400ના આંકડાને સ્પર્શ કરી શકે છે, પરંતુ એક્ઝિટ પોલ્સમાં તે દેખાતું નથી. જો કે, તેમની છેલ્લી ચૂંટણીની સરખામણીમાં બેઠકો વધી રહી છે અને પાર્ટી રાજ્યમાં નંબર ટુ પાર્ટી તરીકે ઉભરી રહી છે.

આ પણ વાંચો : Punjab Election Exit Poll Result 2022: આમ આદમી પાર્ટી પંજાબમાં કરશે કમાલ ! કેજરીવાલની પાર્ટીને મળી શકે છે આટલી સીટ

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

આ પણ વાંચો : Goa Election Exit Poll Result 2022: કોંગ્રેસે બહુમતી ગુમાવી, ભાજપ બની સૌથી મોટી પાર્ટી, જાણો અન્ય પાર્ટીઓની સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">