UP Election 2022: ઉતર પ્રદેશમાં આયારામ ગયારામની મોસમ શરુ, કોંગ્રેસ-સપાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા

Uttar Pradesh Assembly Election 2022: ધારાસભ્યો અને રાજકીયપક્ષના નેતાઓની આયારામ ગયારામની રમતમાં સહારનપુર જિલ્લાના બેહટથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની (Naresh Saini) અને પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ યાદવ ભાજપમાં જોડાયા છે.

UP Election 2022: ઉતર પ્રદેશમાં આયારામ ગયારામની મોસમ શરુ, કોંગ્રેસ-સપાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા
UP Election 2022: Congress and sp MLA join Uttar Pradesh BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:22 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોના નેતાઓમાં આયારામ ગયારામની મોસમ શરૂ થઈ ગઈ છે. સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ જેવા મુખ્ય પક્ષોમાં નેતાઓની અવર જવાર ચાલી રહી છે. જેના કારણે સપા અને ભાજપ-કોંગ્રેસને સતત આંચકા જનક સમાચાર મળી રહ્યા છે. ભાજપના સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) સપામાં જોડાયા બાદ હવે ભાજપે સમાજવાદી પાર્ટીને ઝટકો આપ્યો છે.

બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની, સપા ધારાસભ્ય હરિઓમ યાદવ (Hariom Yadav) અને પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ સિંહ (Dharampal SIngh) ભાજપ પ્રદેશ કાર્યાલયે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ધારાસભ્યો અને રાજકીયપક્ષના નેતાઓની આયારામ ગયારામની રમતમાં સહારનપુર જિલ્લાના બેહટથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની (Naresh Saini) અને પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ યાદવ ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાવવાના પ્રસંગે હરિ ઓમ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટીમાં મારું સન્માન નહોતું તેથી હું આજે ભાજપમાં જોડાયો છું. મુલાયમ સિંહ યાદવ અને રામ ગોપાલ સાથે મળીને અમે પાર્ટીને મજબૂત બનાવી છે. 35 વર્ષથી હું પાર્ટીમાં હતો. પરંતુ હવે ત્યાં કોઈ સાંભળતુ નથી. અખિલેશ યાદવ એવા લોકોથી ઘેરાયેલા છે જેમનો સમાજ સાથે કોઈ સંબંધ નથી. સ્વામી પ્રસાદ મૌર્ય અને મારા જેવા નેતાઓમાં ઘણો તફાવત છે. તમે ચૂંટણી પછી આમારા બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકશો, મને પણ પંચાયતની ચૂંટણી પછી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે બીજી તરફ ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ધારાસભ્ય અવતારસિંહ ભડાના (BJP MLA Avtar Singh Bhadana joined RLD) એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને રાષ્ટ્રીય લોકદળ (RLD) માં જોડાયા છે. ભડાનાએ છેલ્લે મેરઠના મેરપુર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી હતી. ટ્વિટર પર આ માહિતી આપતા RLDએ લખ્યું, “ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા અવતાર ભદાના આજે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી જયંત સિંહની હાજરીમાં રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા.

બે દિવસમાં ભાજપને પાંચમો ફટકો વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ છેલ્લા બે દિવસમાં પાંચમા ધારાસભ્યએ ભાજપને ઝટકો આપ્યો છે. અવતાર સિંહ ભડાના બુધવારે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મળ્યા અને તેમને પાર્ટીમાં સામેલ કર્યા. અવતાર સિંહ ભડાનાને પશ્ચિમ યુપીમાં ભાજપને મજબૂત કરનાર નેતા તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોના આંદોલનને કારણે પશ્ચિમ યુપીમાં ભાજપનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહેવાની આશંકા છે. યુપી વિધાનસભા ચૂંટણીના સાત તબક્કા આ વિસ્તારમાંથી શરૂ થવાના છે. આવી સ્થિતિમાં અવતાર સિંહ ભડાનાનું પક્ષ છોડવો એ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચોઃ

Uttar Pradesh Assembly election 2022 : ઉત્તરપ્રદેશમાં 10 હજાર રૂપિયા રોકડા લઈને નિકળશો તો પણ રાખજો ધ્યાન, બતાવવા પડશે કાગળ નહીં તો પૈસા થશે જપ્ત

આ પણ વાંચોઃ

UP Assembly Election 2022: આવી ગયો 403 બેઠકનો મહાઓપિનિયન પોલ, જાણો કયા પક્ષને મળી શકે છે કેટલી બેઠક

g clip-path="url(#clip0_868_265)">