ઉતરપ્રદેશમાં ‘મિશન બીજેપી’ સફળતાપૂર્વક પાર પાડતા, અનુરાગ ઠાકુરનુ પક્ષમાં વધી શકે છે કદ

|

Mar 11, 2022 | 2:31 PM

2022ની યુપી ચૂંટણીમાં અનુરાગ ઠાકુરે જે રીતે યુપીની મુલાકાત લીધી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકરોને તેનાથી જબરદસ્ત હિંમત મળી. તેની સીધી અસર ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોમાં જોવા મળી હતી અને ભારતીય જનતા પાર્ટી સતત બીજી વખત સત્તા કબજે કરવામાં સફળ રહી હતી.

ઉતરપ્રદેશમાં મિશન બીજેપી સફળતાપૂર્વક પાર પાડતા, અનુરાગ ઠાકુરનુ પક્ષમાં વધી શકે છે કદ
Union Minister Anurag Thakur (file photo)

Follow us on

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને (Anurag Thakur) આજે કોઈ પરિચયની જરૂર નથી. અનુરાગ ઠાકુરે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી પોતાના કામથી એક અલગ ઓળખ બનાવી છે. જે રીતે ભાજપ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં (Uttar Pradesh Assembly Election 2022) પૂર્ણ બહુમતીથી આગળ નીકળીને ઐતિહાસિક જીત તરફ આગળ વધ્યું છે. આ પછી અનુરાગ ઠાકુરનો ઉલ્લેખ અનિવાર્ય બની જાય છે.

જો કે તે પહેલા પણ અનુરાગ ઠાકુર ઘણી વખત પોતાની રાજકીય કુશળતા બતાવી ચૂક્યા છે. પરંતુ આ વખતે યુપીમાં જે રીતે અનુરાગ ઠાકુરે મંથન કર્યું અને યુપીનો પ્રવાસ કર્યો. આ સાથે જ તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. જેના કારણે ભાજપના કાર્યકરોમાં એક અલગ જ ઉર્જા જોવા મળી. તેની સીધી અસર ઉત્તર પ્રદેશ (UP Election Result 2022) ના ચૂંટણી પરિણામોમાં જોવા મળી હતી અને ભારતીય જનતા પાર્ટી સતત બીજી વખત સત્તા કબજે કરવામાં સફળ રહી હતી. યુપી ચૂંટણીના પરિણામો ભાજપની તરફેણમાં આવતાં અનુરાગ ઠાકુરનું પક્ષમાં કદ વધુ વધવાની આશા છે.

બુલડોઝર અપરાધીઓ સામે બન્યું પ્રતીક

ઉત્તર પ્રદેશના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશના તમામ આદરણીય મતદારો અને સમગ્ર રાજ્યના લોકોનો આભાર. યુપીમાં બુલડોઝર, માફિયાઓ અને ગુનેગારોને જડમૂળથી ઉખેડી નાખવાનું પ્રતીક બની ગયું છે. તેમણે કહ્યું કે, આ જીત સાથે અમે યુપીમાં પી.એમ. મોદીની કલ્યાણકારી યોજનાઓના ઝડપી અમલીકરણમાં આગળ વધીશું. કાર્યકર્તાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં મળેલી ઐતિહાસિક જીતમાં પાર્ટી કાર્યકર્તાઓની મહેનત સામેલ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નેતૃત્વની ગુણવત્તાને કરી સાબિત

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અનુરાગ ઠાકુરે ફરી એકવાર પોતાની લીડરશીપ ક્વોલિટી સાબિત કરી છે. ચૂંટણી સંચાલનમાં અનુરાગ ઠાકુરની કુશળતા જોઈને ભાજપ સંગઠને તેમને 2022ની યુપી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા. આ પછી અનુરાગ ઠાકુરે આ જવાબદારી સારી રીતે નિભાવતા 2019ની લોકસભા ચૂંટણીની જેમ ખાસ કરીને યુપીમાં જોરદાર પ્રવાસ કર્યો અને મતદારો તેમજ કાર્યકરો સુધી તેમની વાત પહોંચાડવાનું કામ કર્યું. આ સાથે જ તેમણે વિપક્ષ ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું અને ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું. આનાથી ઉત્તર પ્રદેશમાં ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવામાં મદદ મળી. આ પછી જનતાએ તેમનો જનાદેશ આપ્યો અને સંપૂર્ણ બહુમતી કરતા વધુ બેઠકો આપીને પાર્ટીને ફરીથી સિંહાસન પર લાવી.

અનુરાગ ઠાકુરની રાજકીય સફર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની રાજકીય સફરની વાત કરીએ તો તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા પ્રેમ કુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અનુરાગ ઠાકુરે સૌથી પહેલા વર્ષ 2008માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ હમીરપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. આ પછી અનુરાગ ઠાકુરે 2009 અને 2014માં પણ હમીરપુર લોકસભા સીટ જીતી હતી. તેઓ 2019 સામાન્ય ચૂંટણીમાં પણ આ બેઠક પરથી જીત્યા હતા. હાલમાં અનુરાગ ઠાકુર રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીનો હોદ્દો સંભાળી રહ્યા છે. આ સાથે તેમની પાસે માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી પણ છે.

અનુરાગ ઠાકુરના નામે નોંધાઈ અનેક સિદ્ધિઓ

આ સિવાય અનુરાગ ઠાકુરના નામે ઘણી સિદ્ધિઓ નોંધાયેલી છે. તેમને 20 જાન્યુઆરી 2019 ના રોજ સંસદ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં અનુરાગ 25 વર્ષની ઉંમરમાં હિમાચલ પ્રદેશ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સૌથી યુવા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2001માં 26 વર્ષની વયે ભારતીય જુનિયર ક્રિકેટ ટીમોની પસંદગી કરનાર સૌથી યુવા રાષ્ટ્રીય પસંદગીકાર તરીકેનું ગૌરવ પણ તે ધરાવે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ રાઈફલ એસોસિએશનના પ્રમુખ, હિમાચલ પ્રદેશ ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી, હોકી હિમાચલ પ્રદેશના જનરલ સેક્રેટરી, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના કાર્યકારી સભ્ય પણ હતા. 22 મે 2016ના રોજ તેઓ BCCIના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. અનુરાગ ઠાકુર 34મા અને બીજા સૌથી યુવા પ્રમુખ છે. આ પહેલાં 1963માં ફતેહ સિંહ ગાયકવાડે 33 વર્ષની વયે આ પદ સંભાળ્યું હતું. અનુરાગ ઠાકુર પણ હવે સેનામાં લેફ્ટનન્ટ બની ગયા છે.

આ પણ વાંચો: UP Election Result : ભાજપની ઐતિહાસિક જીત, છતાં યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર

આ પણ વાંચો: Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

Next Article