UP Election Result : ભાજપની ઐતિહાસિક જીત, છતાં યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર

37 વર્ષમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશની જનતાએ ફરીથી રાજ્યની કમાન સત્તાધારી પાર્ટીને સોંપી છે. આમ છતાં યોગી આદિત્યનાથ સરકારના 11 મંત્રીઓ ચૂંટણીમાં પોતાની સીટ બચાવી શક્યા નથી.

UP Election Result : ભાજપની ઐતિહાસિક જીત, છતાં યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર
Uttar Pradesh Ministers who lost in election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:31 AM

UP Election Result : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઐતિહાસિક જીત મળી છે. 37 વર્ષમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશની જનતાએ ફરીથી રાજ્યની કમાન સત્તાધારી પાર્ટીને સોંપી છે. આમ છતાં યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકારના 11 મંત્રીઓ ચૂંટણીમાં પોતાની સીટ બચાવી શક્યા નથી અને તેણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેમાં આઉટગોઇંગ ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) અને મંત્રી સુરેખ રાણા જેવા મજબૂત નેતાઓનો પણ સમાવેશ થાય છે.

હારેલા મંત્રીઓમાં સૌથી મોખરે નામ કેશવ પ્રસાદ મૌર્યનું છે. મૌર્યને BJP પાર્ટીએ સિરાથુ વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ અહીંથી જીતી શક્યા ન હતા. તેમને સમાજવાદી પાર્ટીના ડો.પલ્લવી પટેલે હરાવ્યા હતા. પલ્લવી પટેલ સમાજવાદી પાર્ટીના સહયોગી અપના દળના ઉપાધ્યક્ષ છે. ગઠબંધનમાં તેમણે સમાજવાદી પાર્ટીમાં રહીને ચૂંટણી લડી હતી. સિરાથુમાં કેશવ પ્રસાદ મૌર્યને કુલ 98 હજાર 727 વોટ મળ્યા જ્યારે પલ્લવી પટેલને 1 લાખ 5 હજાર 568 વોટ મળ્યા અને 7337 વોટના માર્જીનથી લીડ મળી હતી.

સુરેશ રાણા અને રાજેન્દ્ર પ્રતાપ સિંહ પણ હારી ગયા

રાજ્ય મંત્રી સુરેશ રાણા પણ શામલી જિલ્લાની થાણા ભવન બેઠક પરથી ચૂંટણી જીતી શક્યા ન હતા. તેઓને જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળના અશરફ અલી ખાને 10,000થી વધુ મતોથી હરાવ્યા હતા. સુરેશ રાણાને 92 હજાર 472 વોટ મળ્યા જ્યારે અશરફ અલી ખાનને 1 લાખ 3 હજાર 325 વોટ મળ્યા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેશવ પ્રસાદ મૌર્ય અને સુરેન રાન સિવાય ગ્રામીણ વિકાસ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. રાજેન્દ્ર પ્રતાપ સિંહને પ્રતાપગઢ જિલ્લાની પટ્ટી બેઠક પરથી ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. અહીં તેમને સમાજવાદી પાર્ટીના રામ સિંહે 22 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. રાજેન્દ્ર સિંહને 85 હજાર 691 વોટ મળ્યા જ્યારે સપાના રામ સિંહને 1 લાખ 7 હજાર 221 વોટ મળ્યા હતા.

બલિયામાં યોગી સરકારના બે મંત્રીઓ હારી ગયા

બલિયા જિલ્લાની બૈરિયા વિધાનસભા બેઠક પરથી યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આનંદ સ્વરૂપ શુક્લા ચૂંટણી હારી ગયા હતા. તેમને સમાજવાદી પાર્ટીના જયપ્રકાશ આંચલે 12 હજાર 951 મતોથી હરાવ્યા હતા. શુક્લાએ ગત વખતે બલિયા સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે તેમને વર્તમાન ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના સ્થાને બૈરિયા સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.આમ ભાજપની ઐતિહાસિક જીત છતા પણ યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર થઈ છે.

આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election: વારાણસીની તમામ આઠ બેઠક પર ભાજપ અને સહયોગીની જીત, કાશી બન્યુ ભગવામય

g clip-path="url(#clip0_868_265)">