AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election: ગૃહમંત્રી અમિત શાહે સપા પર કર્યા પ્રહાર, કહ્યું- આઝમ-મુખ્તાર જેવા માફિયાઓ પર કાર્યવાહીથી અખિલેશના પેટમાં દુઃખાવો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે બ્રજમાં શ્રી કૃષ્ણના શહેર મથુરા પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી પર પ્રહારો કરી રહ્યા હતા.

UP Election: ગૃહમંત્રી અમિત શાહે સપા પર કર્યા પ્રહાર, કહ્યું- આઝમ-મુખ્તાર જેવા માફિયાઓ પર કાર્યવાહીથી અખિલેશના પેટમાં દુઃખાવો
Amit Shah - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 4:39 PM
Share

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ (Uttar Pradesh Assembly Election 2022) વાગી ગયું છે અને ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેના માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ચૂંટણીમાં આગળ વધવા માટે ગુરુવારે બ્રજમાં શ્રી કૃષ્ણના શહેર મથુરા પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી પર પ્રહારો કરી રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે જ્યારે પણ માફિયાઓ સામે કાર્યવાહી થાય છે ત્યારે અખિલેશ યાદવને પેટમાં દુ:ખાવો થાય છે. ગૃહમંત્રી અમિત શાહે મથુરામાં ‘અસરકારક મતદાર સંવાદ’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન અમિત શાહે સમાજવાદી પાર્ટીના વચનો પર ટિપ્પણી કરી હતી.

મફત વીજળીના સપાના વચન પર, બીજેપી નેતાએ કહ્યું, “ઉત્તર પ્રદેશમાં, તેઓ કહે છે કે તેઓ મફત વીજળી આપશે. અરે ભાઈ અખિલેશ, તમે વીજળી પણ નથી આપી શક્યા, મફતની શું વાત કરો છો. જે વીજળી નથી આપી શકતો, શું તે મફતમાં વીજળી આપી શકશે?’.

બાહુબલી પોલીસના ડરથી ગળામાં પટ્ટો બાંધીને સરેન્ડર કરવા લાગ્યા

અમિત શાહે વધુમાં કહ્યું કે, ભાજપની સરકાર આવ્યા બાદ જે બાહુબલીથી પોલીસ ડરતી હતી તે બાહુબલી પોલીસના ડરથી ગળામાં પટ્ટો બાંધીને સરેન્ડર કરવા લાગ્યા હતા. ક્યાંક આઝમ ખાન, ક્યાંક મુખ્તાર અંસારી.. ખબર નહીં કેટલા એવા હતા જેમણે ડર ફેલાવ્યો. 2000 હજાર કરોડની જમીન, સરકારી મિલકતો જે માફિયાઓએ કબજે કરી હતી તે ખાલી કરાવવાનું કામ ભાજપ સરકારે કર્યું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઘણી વખત મથુરાની મુલાકાત લઈ ચુક્યા છે, પરંતુ તેઓ ગૃહ પ્રધાન પદ પર આવ્યા બાદ પ્રથમ વખત ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં આવ્યા હતા.

અહીં TV9 ભારતવર્ષના પ્લેટફોર્મ પર આયોજિત પાવર કોન્ફરન્સમાં AIMIM નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તુલના અખિલેશ યાદવ સાથે કરી હતી. તેમણે કહ્યું કે બંને એક જ સિક્કાની બે બાજુ છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે કોઈ તફાવત નથી, બંને એક જ સિક્કાની બે બાજુ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે સવારે મથુરા જિલ્લામાં તીર્થધામ વૃંદાવન પહોંચ્યા. તેમણે વૃંદાવનના બાંકે બિહારી મંદિરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વૃંદાવન હેલિપેડથી બહાર આવ્યા બાદ બીજેપી કાર્યકર્તાઓને મળ્યા. ત્યારબાદ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા માટે નીકળ્યા.

આ પણ વાંચો : આયર્લેન્ડમાં ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, ધ્વજ ફરકાવાયો, જન-ગણ-મનના સૂર ગુંજી ઉઠ્યા

આ પણ વાંચો : UP Election 2022: કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah આજે Mathura માં, પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે ચૂંટણીલક્ષી ચર્ચા

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">