UP Assembly Elections: PM મોદીએ વારાણસીમાં કહ્યું: ‘યુક્રેન મુદ્દે વિપક્ષે રાજનીતિ શરૂ કરી
Uttar Pradesh Election 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે વારાણસીના ખજુરીમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. કહ્યું કે વિપક્ષના લોકો ક્યારેય સારા કામના વખાણ પણ કરતા નથી.
ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શનિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varanasi) તેમની છેલ્લી જાહેર સભાને સંબોધી હતી. જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, વિપક્ષ યુક્રેન (Ukraine) મુદ્દે રાજનીતિ કરી રહ્યાં છે. સેવાપુરી વિધાનસભા ક્ષેત્રના ખજુરીમાં આયોજિત જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ દેવાધિદેવને પ્રણામ કરીને ભાષણની શરૂઆત કરી હતી. સાથે જ તેમણે લોકોને હોળીની શુભકામનાઓ સાથે જાહેરસભાને સંબોધન પૂર્ણ કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં મારી આ છેલ્લી મુલાકાત છે. ઉત્તર પ્રદેશે કદાચ દાયકાઓમાં આવી ચૂંટણી જોઈ નહી હોય. આ એવી ચૂંટણી છે, જ્યારે સરકાર તેના કામ પર, તેની પ્રામાણિક છબી પર, ભેદભાવ અને પક્ષપાત વગરના વિકાસ અને સુધારેલી કાયદો અને વ્યવસ્થાના બળ પર લોકોના આશીર્વાદ માંગતી હોય. ઉત્તર પ્રદેશની જનતાએ યુપીને ગુંડાગીરી, દુષ્કર્મ, માફિયા, ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ, ગેરકાયદે કબજો કરનારા, સારા કામની ટીકા કરનારા પરિવારજનોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
પીએમ મોદીએ વિરોધપક્ષ પર કર્યા વાકપ્રહારો
પીએમ મોદીએ કહ્યું કે આપણા ગામડાઓની એક ખાસિયત એ છે કે જ્યારે સંકટ આવે છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ ભૂલી જાય છે અને એક થઈ જાય છે. પરંતુ જો દેશ સામે કોઈ પડકાર આવે તો આ ચરમપંથી પરિવારવાદીઓ તેમાં પણ રાજકીય સ્વાર્થ શોધતા રહે છે. અમે કોરોના દરમિયાન પણ આ જોયું અને આજે યુક્રેન કટોકટી દરમિયાન પણ આવુ જ અનુભવી રહ્યા છીએ. અંધશ્રદ્ધા, સતત વિરોધ, ભારે નિરાશા, નકારાત્મકતા તેમની રાજકીય વિચારધારા બની ગઈ છે.
વિપક્ષ, વોકલ ફોર લોકલથી નારાજ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે અમારા વિરોધીના મ્હોએથી ક્યારેય એવુ સાંભળ્યું છે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ ખરીદો, આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરો, દેશમાં બનેલી વસ્તુઓનો પ્રચાર કરો? જો તેઓ તમારા મિત્રો હોત, તો શું તેઓ તમારા બનાવેલા ચીજવસ્તુઓ વેચવા માટે ના બોલે ? પરંતુ તેમના મોઢા પર તાળું છે. પરિવારવાદી લોકો પણ વોકલ ફોર લોકલને હેરાન કરે છે. આજે યોગ અને આયુર્વેદ આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયા છે, પરંતુ આ આત્યંતિક પરિવારવાદીઓ યોગનું નામ લેવાનું પણ ટાળે છે. કોંગ્રેસ આનાથી પણ આગળ છે, જે ખાદી એક સમયે કોંગ્રેસની ઓળખ હતી, તે ખાદીને તેઓ જ ભૂલી ગયા છે.
માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપે છે
પીએમ મોદીએ કહ્યું કે હું ગઈકાલે કાશીમાં લોકોના દર્શન માટે નીકળ્યો હતો. ગઈ કાલે બનારસમાં બાળકો-વૃદ્ધ-ગરીબ-અમીર, દરેક વ્યક્તિ આશીર્વાદ આપી રહ્યા હતા. લોકોના આશીર્વાદ જ જીવનની સૌથી મોટી કમાણી છે. આનાથી મોટી મૂડી શું હોઈ શકે ? આજે ભારતના ખૂણે-ખૂણે, જ્યાં પણ હું આ ચૂંટણીમાં ગયો છું ત્યાં માતા-બહેનોએ આપેલા આશીર્વાદે એક રીતે મારું રક્ષણ કર્યુ છે.
આ પણ વાંચોઃ UP Elections-2022: ચૂંટણીના આખરી તબક્કામાં યોગી સરકારના કેબિનેટ મંત્રીઓ સાથે બળવાખોરોનુ ભાવિ દાવ પર