AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Elections-2022: ચૂંટણીના આખરી તબક્કામાં યોગી સરકારના કેબિનેટ મંત્રીઓ સાથે બળવાખોરોનુ ભાવિ દાવ પર

ઉતરપ્રદેશ રાજ્યમાં છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને સાતમા તબક્કામાં આઝમગઢ, મઉ, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર અને ભદોહી જિલ્લામાં 7 માર્ચે મતદાન થશે.

UP Elections-2022: ચૂંટણીના આખરી તબક્કામાં યોગી સરકારના કેબિનેટ મંત્રીઓ સાથે બળવાખોરોનુ ભાવિ દાવ પર
CM Yogi in Gorakhpur (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 1:09 PM
Share

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Elections) સાતમા અને અંતિમ તબક્કા માટેનો પ્રચાર આજે શનિવાર સાંજે સમાપ્ત થશે. આ તબક્કા માટે મતદાન 7 માર્ચે સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી થશે. ઉતરપ્રદેશ રાજ્યમાં ચૂંટણીના આખરી તબક્કામાં 54 બેઠકો પર મતદાન થવાનું છે અને છેલ્લા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) સંસદીય ક્ષેત્ર વારાણસી સહિત પૂર્વાંચલના (Purvanchal) 10 જિલ્લાઓમાં મતદાન થશે. સાતમા તબક્કામાં યોગી સરકારના ઘણા કેબિનેટ મંત્રીઓનું ભવિષ્ય દાવ પર છે. આની સાથેસાથે ભાજપને રામ રામ કરી ગયેલા પૂર્વ મંત્રીઓનું પણ રાજકીય ભવિષ્ય દાવ પર છે.

ઉતરપ્રદેશ રાજ્યમાં અત્યાર સુધીમાં છ તબક્કામાં મતદાન થયું છે અને સાતમા તબક્કામાં આઝમગઢ, મઉ, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર અને ભદોહી જિલ્લામાં 7 માર્ચે મતદાન થશે. ત્યાં રાજ્યમાં 10 જિલ્લાની 54 બેઠકો માટે કુલ 613 ઉમેદવારો રાજકીય જંગમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય 54 બેઠકો ઉપર નોંધાયેલા 2.06 કરોડ મતદારો કરશે. છેલ્લે યોજાયેલી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, સાતમા તબક્કાની 54 બેઠકોમાંથી ભાજપે 29, સપાએ 11, બસપાએ છ, અપના દળ (s)ને ચાર, નિષાદ પાર્ટીએ એક બેઠક જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અપના દળ અને Sbspએ (Suheldev Bharatiya Samaj Party) ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. અપના દળ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે Sbspએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

યોગી સરકારના આ મંત્રીઓ મેદાનમાં છે

વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં યોગી સરકારના છ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ તબક્કામાં યોગી સરકારની એક કેબિનેટ, બે રાજ્યકક્ષાના પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય સ્તરના બે પ્રધાનો મેદાનમાં છે. જોકે, તાજેતરમાં યોગી સરકારમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયેલા કેબિનેટ મંત્રી દારા સિંહ ચૌહાણ સપાની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ તબક્કામાં યોગી સરકારના પછાત વર્ગ કલ્યાણ મંત્રી અનિલ રાજભર વારાણસીની શિવપુર બેઠક, સ્ટેમ્પ અને નોંધણીના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) રવિન્દ્ર જયસ્વાલ ઉત્તર વારાણસી, પ્રવાસન અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) નીલકંઠ તિવારી વારાણસી દક્ષિણ, આવાસ અને શહેરી આયોજન રાજ્ય મંત્રી ગિરીશ યાદવ જૌનપુર અને ઉર્જા રાજ્ય મંત્રી રમાશંકર સિંહ પટેલ મિર્ઝાપુરના મદીહાનથી રાજકીય મેદાનમાં તેમનુ ભવિષ્ય અજમાવી રહ્યા છે.

બાહુબલી ધારાસભ્ય પણ રાજકીય મેદાનમાં ઉતર્યા

વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ઉતરપ્રદેશમા બાહુબલી ગણાતા નેતાઓ પણ તેમનુ રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યાં છે. પૂર્વ સાંસદ અને બાહુબલી ધનંજય સિંહ જૌનપુરની મલ્હાની સીટ પરથી JDUના ઉમેદવાર છે. જ્યારે બાહુબલી ધારાસભ્ય અને બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ પણ તેના પિતાની બેઠક મઉ સદર પરથી Sbspની ટિકિટ પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ સિવાય ભદોહીની જ્ઞાનપુર બેઠક પરથી પ્રગતિશીલ માનવ સમાજ પાર્ટીના ઉમેદવાર વિજય મિશ્રા પાંચમી વખત ધારાસભ્ય બનવા માટે મેદાનમાં છે.

આ પણ વાંચોઃ

UP Assembly Elections: યુપીના બસ્તીમાં સ્ટ્રોંગ રૂમ પાસે VVPAT સ્લિપ મળી, વિપક્ષે નિષ્પક્ષ ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા

આ પણ વાંચોઃ

વડાપ્રધાન જ્યારે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પહોંચ્યા ત્યારે મધરાતે કાશીના રસ્તાઓ પર મોદી-મોદીના નારા ગુંજી ઉઠ્યા

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">