કાનપુર રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- આગામી વર્ષના અંત સુધીમાં રામ લલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે

રામ મંદિરને લઈને સીએમ યોગીએ કહ્યું કે 2023માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થશે અને રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે.

કાનપુર રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- આગામી વર્ષના અંત સુધીમાં રામ લલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે
Yogi Adityanath - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:15 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (Uttar Pradesh Assembly Election 2022) માટે સાતમાંથી પાંચ તબક્કામાં મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. દરમિયાન શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કાનપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ અયોધ્યા રામ મંદિર વિશે કહ્યું કે 2023માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થશે અને રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે. કાનપુરમાં એક જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કરહલમાં યોજાનારી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જમાનત જપ્ત થશે અને ભાજપની જીત થશે. સમાજવાદી પાર્ટીના કમાન્ડર રણમેદાન છોડી રહ્યા છે ત્યારે ભાજપે આખી લડાઈ જીતી લીધી છે.

રામ મંદિરને લઈને સીએમ યોગીએ કહ્યું કે 2023માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થશે અને રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે. યોગીએ કહ્યું કે રામ લલ્લાની મૂર્તિને આવતા વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, જેનાથી ભારતમાં ‘રામ રાજ્ય’ની સ્થાપનાનો માર્ગ મોકળો થશે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

એસપી સિંહ બઘેલે અખિલેશને 5માં દિવસે જ આવવા દબાણ કર્યું

અખિલેશ યાદવ પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે ગઈકાલે હું જોઈ રહ્યો હતો કે સપાના ઉમેદવાર (અખિલેશ યાદવ) નોમિનેશન માટે કરહલ આવ્યા હતા, પછી તેમણે કહ્યું કે હવે હું ફરીથી સર્ટિફિકેટ લેવા આવીશ, પરંતુ એસપી સિંહ બઘેલે તેમને 5મા દિવસે જ અહીં આવવાની ફરજ પાડી હતી.

રાજધાની લખનૌના રામ કથા પાર્કમાં એક જાહેર સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2017 પહેલા ઉત્તર પ્રદેશ ગુના, રમખાણો, કર્ફ્યુ માટે જાણીતું હતું. વર્ષ 2017 બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાની સાથે જ ગુનેગારોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 5 વર્ષના શાસનમાં એક પણ હુલ્લડ નથી થયું. હવે ઉત્તર પ્રદેશ ભયમુક્ત, રમખાણમુક્ત, ગુનામુક્ત રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમે ગુનેગારોની સંપત્તિ પર બુલડોઝર ચલાવવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો : Punjab Assembly Elections 2022 : નવજોત સિંહ સિદ્ધુએ વિરોધીઓ પર સાધ્યું નિશાન, કહ્યું- કેપ્ટન અમરિંદર અને સુખબીર સિંહ બાદલ એક જ સિક્કાની બે બાજુ

આ પણ વાંચો : Hijab Row: હિજાબ વિવાદ પર હવે કર્ણાટક હાઈકોર્ટમાં 21 ફેબ્રુઆરીએ થશે સુનાવણી, જાણો આજે કોર્ટમાં શું થયું

g clip-path="url(#clip0_868_265)">