North Eastern Assembly Election 2023 Results Highlight : નાગાલેન્ડ-ત્રિપુરામાં ફરી ભાજપ સરકાર, મેઘાલયમાં પણ મળશે સાથ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 8:35 PM

North Eastern Assembly Election 2023 Result Updates : નાગાલેન્ડ અને ત્રિપુરામાં જનતાએ ભાજપને સત્તાનો તાજ પહેરાવ્યો છે, જ્યારે મેઘાલયમાં ભાજપની પૂર્વ સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી છે. મેઘાલયમાં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવતી NPP આ વખતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી છે. NPPએ પરિણામોને ધ્યાનમાં રાખીને અમિત શાહ પાસે સમર્થન માંગ્યું છે અને સરકાર બનાવવાની વાત કરી છે.

North Eastern Assembly Election 2023 Results Highlight : નાગાલેન્ડ-ત્રિપુરામાં ફરી ભાજપ સરકાર, મેઘાલયમાં પણ મળશે સાથ
North eastern Election Result

North-East Election Result Live: ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટી જીત મળી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં જનતાએ ભાજપને સત્તાનો તાજ પહેરાવ્યો છે, જ્યારે મેઘાલયમાં ભાજપની પૂર્વ સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી છે. મેઘાલયમાં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવતી NPP આ વખતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી છે. એટલું જ નહીં ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવેલી NPPએ પરિણામોને ધ્યાનમાં રાખીને અમિત શાહ પાસે સમર્થન માંગ્યું છે અને સરકાર બનાવવાની વાત કરી છે. NPPને અહીં 26 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે પરંતુ પાર્ટીને સંપૂર્ણ બહુમતી માટે હજુ 5 વધુ બેઠકોના સમર્થનની જરૂર પડશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Mar 2023 08:15 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : મેઘાલય વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર

  • 02 Mar 2023 08:01 PM (IST)

    Nagaland Election 2023 Results Live : નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર

  • 02 Mar 2023 07:54 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર

  • 02 Mar 2023 07:35 PM (IST)

    Nagaland Election 2023 Results Live : 5મી વખત મુખ્યમંત્રી બનશે રિયો

    નાગાલેન્ડના રાજકીય દિગ્ગજ અને રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેલા નેફિયુ રિયો ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ તેઓ રાજ્યમાં 5મી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 60 સીટોવાળી વિધાનસભામાં બંને પાર્ટીઓએ મળીને 33 સીટો જીતી છે.

  • 02 Mar 2023 07:11 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : જેપી નડ્ડાએ મેઘાલય ભાજપને નેશનલ પીપલ્સ પાર્ટીને સમર્થન આપવા કહ્યું

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મેઘાલય ભાજપને મેઘાલયમાં આગામી સરકાર બનાવવા માટે નેશનલ પીપલ્સ પાર્ટીને સમર્થન આપવાની સલાહ આપી છે.

  • 02 Mar 2023 07:05 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : મેઘાલયની 57 બેઠકોના આવ્યા પરિણામો, NPP 24 બેઠકો જીતી

    મેઘાલયની 57 સીટો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે NPPને 24 બેઠકો મળી હતી.

  • 02 Mar 2023 07:03 PM (IST)

    Nagaland Election 2023 Results Live : રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન

    કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને NDPP ગઠબંધનને અભિનંદન પાઠવ્યા અને ટ્વીટમાં લખ્યું – આ ભવ્ય જીત માટે મુખ્યમંત્રી Neiphiu Rio અને નાગાલેન્ડ ભાજપને અભિનંદન. રાજ્યમાં બીજેપી બીજી વખત ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે.

  • 02 Mar 2023 06:51 PM (IST)

    North eastern Election Result LIVE : ત્રણેય રાજ્યોમાં આવા આવ્યા પરિણામો

    ત્રિપુરામાં ભાજપ ગઠબંધનને 33 બેઠકો મળી છે. ભાજપ ફરી સત્તામાં આવી ગયું છે. નાગાલેન્ડમાં પણ NDPP અને BJPના ગઠબંધનની જીત થઈ છે. ગઠબંધન 59માંથી 37 બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યું છે. NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. તેને 26 બેઠકો મળતી જણાય છે. સરકારને અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડશે.

  • 02 Mar 2023 06:33 PM (IST)

    North eastern Election Result LIVE : પીએમ મોદીએ ટ્વિટ કરીને જનતાનો માન્યો આભાર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપની જીત માટે નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપ ત્રણેય રાજ્યોના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

  • 02 Mar 2023 06:26 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : સંગમાએ ભાજપ પાસે સમર્થન માંગ્યું, શાહ સાથે વાત કરી

    મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી અને સરકારમાં સમર્થન માંગ્યું. NPP 20 બેઠકો જીતી છે અને 5 પર આગળ છે. જ્યારે ભાજપે 2 બેઠકો જીતી છે અને 1 પર આગળ છે. UDPને 11 બેઠકો મળી છે. કોંગ્રેસે 5 બેઠકો જીતી છે. ટીએમસીએ 4 બેઠકો જીતી છે અને એક બેઠક પર આગળ ચાલી રહી છે.

  • 02 Mar 2023 06:11 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- TMC રાષ્ટ્રીય પાર્ટી તરીકે મજબૂત રહેશે

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મેઘાલયના લોકોને અભિનંદન પાઠવ્યા છે. મમતાએ કહ્યું, "હું મેઘાલયના લોકોને અભિનંદન આપવા માંગુ છું. અમે અહીંથી માત્ર 6 મહિના પહેલા શરૂઆત કરી હતી અને 15% વોટ મેળવ્યા. અહીં TMC રાષ્ટ્રીય પાર્ટી તરીકે મજબૂત થશે."

  • 02 Mar 2023 06:06 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : સીએમ માણિક સાહાએ જીતનો શ્રેય પાર્ટી કાર્યકર્તાઓ અને કેન્દ્રની યોજનાઓને આપ્યો

    ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે કેન્દ્રની યોજનાએ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમને કહ્યું, "હું પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓનો તેમના વિશ્વાસ માટે આભાર માનું છું. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ, રાજ્ય સરકારની કાર્યવાહી અને પાર્ટીના કાર્યકર્તાઓની સખત મહેનતે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે."

  • 02 Mar 2023 06:01 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ત્રિપુરાની ચૂંટણી જીત પર PMએ શું કહ્યું?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં ભાજપની જીત પર ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે ત્રિપુરાનો આભાર માન્યો છે. આ સ્થિરતા અને વિકાસ માટેનો મત છે. ભાજપ ત્રિપુરામાં વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે. મને તમામ કાર્યકરો પર ગર્વ છે.

  • 02 Mar 2023 05:50 PM (IST)

    Nagaland Election 2023 Results Live : નાગાલેન્ડમાં મહિલા ઉમેદવારોની જીત પર મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન

    નાગાલેન્ડના મુખ્યમંત્રી Neiphiu Rio એ ટ્વિટ કરીને લખ્યું- ઈતિહાસ રચાઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારોની જીત પર તેમને લખ્યું કે સલહૌતુઓનુઓ અને હેકાની જાખાલુને તેમની જીત પર હાર્દિક અભિનંદન. તમે મહિલાઓની આશા અને ભવિષ્યની પેઢીઓ માટે રોલ મોડેલ છો. હું આશા રાખું છું કે તમે એવી જ હિંમત સાથે આગળ વધશો.

  • 02 Mar 2023 05:47 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : એનપીપીએ 19 બેઠકો જીતી હતી, ભાજપે પણ 2 બેઠકો જીતી

    મેઘાલયમાં એનપીપીએ 19 બેઠકો જીતી છે. આ સાથે જ ભાજપે પણ 2 બેઠકો જીતી છે.

  • 02 Mar 2023 05:16 PM (IST)

    Nagaland Election 2023 Results Live : ભાજપ-એનડીપીપી ગઠબંધનની જીત

    ભારતીય જનતા પાર્ટી અને તેની ગઠબંધન પાર્ટી નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ 31 સીટો જીતી છે અને 6 સીટો પર આગળ છે. જેમાં ભાજપે 11 બેઠકો જીતી છે. જ્યારે એનડીપીપીએ 20 બેઠકો જીતી છે. ભાજપ 1 સીટ પર અને એનડીપીપી 5 સીટ પર આગળ છે.

  • 02 Mar 2023 04:52 PM (IST)

    Nagaland Election 2023 Results Live : નાગાલેન્ડના ઉપમુખ્યમંત્રી Y Patton જીત્યા

    Tyui વિધાનસભા બેઠક પરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી Y Patton જીત્યા છે. તેમણે રાષ્ટ્રીય જનતા દળના વાય કિકોણને હરાવ્યા છે.

  • 02 Mar 2023 04:43 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ત્રિપુરાના ડેપ્યુટી સીએમ જિષ્નૂદેવ બર્મા ચૂંટણી હારી ગયા

    ત્રિપુરાના ડેપ્યુટી સીએમ જિષ્નૂદેવ બર્મા ચરિલમ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. તેઓ 858 મતોથી ચૂંટણી હારી ગયા હતા. ટીપરા મેથા પાર્ટીના સુબોધ દેબ બર્માએ જીત મેળવી છે.

  • 02 Mar 2023 04:27 PM (IST)

    Nagaland Election 2023 Results Live : ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજેન ઈમ્નાએ કહ્યું- આ તમારી જીત છે..

    નાગાલેન્ડ બીજેપી અધ્યક્ષે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેયર કરતા રાજ્યમાં તેમની અને ભાજપની જીતને લોકોની જીત ગણાવી છે.

  • 02 Mar 2023 04:21 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : મેઘાલયમાં કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી હાર્યા

    સતંગા સૈપુંગ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ વિન્સેન્ટ એચ પાલા એનપીપીની સાંતા મેરી શાયલા સામે 1,828 મતોથી હારી ગયા.

  • 02 Mar 2023 04:11 PM (IST)

    Nagaland Election 2023 Results Live : આઠવલેની પાર્ટીએ બે બેઠકો જીતી

    કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટીએ નાગાલેન્ડમાં બે બેઠકો જીતી છે. તેમણે કહ્યું, મારી પાર્ટીના બે ઉમેદવારો જીત્યા છે. જો વધુ લોકો વિજયી બનશે તો મારી પાર્ટી ત્યાં એનડીએને સમર્થન આપશે અને રિપબ્લિકન પાર્ટી પણ સત્તામાં ભાગીદારી માંગશે.

  • 02 Mar 2023 04:05 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : મેઘાલયમાં 35 બેઠકો પર ઉમેદવારોએ નોંધાવી જીત

    ચૂંટણી પંચના જણાવ્યા મુજબ મેઘાલયમાં 59માંથી 35 બેઠકો પર ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે 24 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના ડેટા મુજબ NPPએ 13 બેઠકો, TMC-3, કોંગ્રેસ-4, UDP - 9 બેઠકો પર જીત મેળવી છે.

  • 02 Mar 2023 03:55 PM (IST)

    North eastern Election Result LIVE : ભાજપના મુખ્યાલય જશે પીએમ મોદી

    પીએમ નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે ભાજપના મુખ્યાલય પહોંચશે અને ત્રણેય રાજ્યોમાં જીત બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

  • 02 Mar 2023 03:46 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ભાજપની વિશાળ જીત - CM માણિક સાહા

    ભાજપને વિશાળ જીત મળી છે, હું આ માટે ત્રિપુરાના લોકોને અભિનંદન આપું છું. આજે મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ત્રિપુરાના સીએમ માણિક સાહાએ ક્હ્યું કે અમે વડાપ્રધાનના નેતૃત્વમાં ચૂંટણીની વ્યૂહરચના તૈયાર કરી હતી અને આજે અમે જીત્યા છીએ, આ માટે હું પીએમનો પણ આભાર માનું છું.

  • 02 Mar 2023 03:43 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : NPPના પ્રદેશ અધ્યક્ષ ખરલુખીએ કહ્યું- જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો છે

    એનપીપીના પ્રદેશ અધ્યક્ષ ખરલુખીએ કહ્યું કે હું લોકોને અમારામાં વિશ્વાસ રાખવા બદલ શ્રેય આપીશ. મને લાગે છે કે અમે સારું પ્રદર્શન કર્યું અને તેથી જ લોકો અમને ફરીથી વોટ આપી રહ્યા છે. મને નથી લાગતું કે સરકારની રચનામાં કોઈ સમસ્યા છે અને મને ખાતરી છે કે અમારી પાર્ટી સરકાર બનાવશે.

  • 02 Mar 2023 03:39 PM (IST)

    Tripura Election 2023 Result : જીતની ઉજવણી કરી રહી છે ભાજપ

    ત્રિપુરામાં ફરી સરકાર બનાવવા જઈ રહેલી ભાજપ જીતનો જશ્ન મનાવી રહી છે. અગરતલામાં ભાજપ કાર્યાલયમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાં મુખ્યમંત્રી માણિક સાહા અને ભાજપના કાર્યકરો ઢોલ-નગારાંના તાલે નાચી રહ્યા છે. ભાજપ ગઠબંધન ત્રિપુરામાં 34 બેઠકો પર જીત મેળવશે તે વલણ દર્શાવે છે. 33 બેઠકો જીતતી જોવા મળી રહેલી ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

  • 02 Mar 2023 03:31 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ત્રિપુરામાં ભાજપે 22 બેઠકો જીતી

    ત્રિપુરામાં પરિણામો હવે લગભગ ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યા છે. ભાજપે 22 બેઠકો જીતી છે જ્યારે તે 11 બેઠક પર આગળ છે. ટીપરા મોથા પાર્ટીએ 10 સીટો જીતી છે અને પાર્ટી 2 બેઠક પર આગળ ચાલી રહી છે.

  • 02 Mar 2023 03:04 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : NPP કાર્યકરોમાં ઉજવણીનો માહોલ

    મેઘાલયમાં એનપીપીએ 5 સીટો જીતી છે અને અત્યાર સુધી 20 સીટો પર આગળ ચાલી રહી છે. આ જોતા પક્ષના સમર્થકોએ મુખ્યમંત્રી કોનરાડ સંગમાનું સ્વાગત કર્યું અને ઉજવણી કરી.

  • 02 Mar 2023 03:01 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ત્રિપુરામાં ભાજપે 17 બેઠકો જીતી

    ત્રિપુરામાં અત્યાર સુધી ભાજપે 17 બેઠકો જીતી છે, જ્યારે ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે.

  • 02 Mar 2023 02:55 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : બપોરે 2 વાગ્યા સુધી મેઘાલયમાં કોણ આગળ છે

    • ભાજપ - 03
    • કોંગ્રેસ - 05
    • NPP- 26
    • TMC - 05
    • અન્ય - 20
  • 02 Mar 2023 02:54 PM (IST)

    Nagaland Election 2023 Results Live : બપોરે 2 વાગ્યા સુધી નાગાલેન્ડમાં કોણ આગળ છે

    • ભાજપ+ - 39
    • કોંગ્રેસ - 00
    • NPF - 01
    • TMC- 00
    • અન્ય -20
  • 02 Mar 2023 02:54 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : બપોરે 2 વાગ્યા સુધી ત્રિપુરામાં કોણ આગળ છે

    • ભાજપ+ - 34
    • કોંગ્રેસ+ - 15
    • TMP - 11
    • TMC - 00
    • અન્ય - 00
  • 02 Mar 2023 02:46 PM (IST)

    North eastern Election Result LIVE : લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ અમારી ત્રિમૂર્તિ સાથે - સિંધિયા

    મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ચૂંટણીઓ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ અમારી ત્રિમૂર્તિ પર છે અને આ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.

  • 02 Mar 2023 02:40 PM (IST)

    Meghalaya Election 2023 Result Live : અંતિમ પરિણામની રાહ જોઈશું - સીએમ સંગમા

    મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે અમને વોટ આપવા માટે રાજ્યના લોકોનો આભાર માનીયે છીએ. અમારી પાસે થોડી સંખ્યા ઓછી છે, તેથી અમે અંતિમ પરિણામોની રાહ જોઈશું. આગળ શું પગલાં લેવામાં આવે છે તે જોઈશું.

  • 02 Mar 2023 02:35 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ભાજપે 8 બેઠકો જીતી

    ત્રિપુરા ચૂંટણીના પરિણામો હવે આવવા લાગ્યા છે. ભાજપે 8 બેઠકો જીતી છે અને ટીપરા મોથાને 4 બેઠકો મળી છે.

  • 02 Mar 2023 02:31 PM (IST)

    Nagaland Election 2023 Results Live : નાગાલેન્ડની પહેલી મહિલા ધારાસભ્ય બની

    નાગાલેન્ડમાં 60 વર્ષમાં પહેલી વખત મહિલા ધારાસભ્ય ચૂંટાયા છે. એનડીપીપીના ઉમેદવાર હેકાની જાખલુ જીત્યા છે. તેઓ નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટાયેલા પહેલા મહિલા ધારાસભ્ય છે.

  • 02 Mar 2023 02:27 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : સીએમ માનિક સાહા પોતાની સીટ પરથી ચૂંટણી જીત્યા

    ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બારડોવાલી બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. આ વખતે ભાજપે ત્રિપુરામાં માણિક સાહાના ચહેરા પર ચૂંટણી લડી છે.

  • 02 Mar 2023 02:01 PM (IST)

    North Eastern Assembly Election 2023 : ભાજપનું કામ લોકો સુધી પહોંચે છે -કિરેન રિજીજુ

    ઉત્તર પૂર્વમાં ચૂંટણીના પરિણામો પર,કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજીજુએ કહ્યું કે ભાજપ ઉત્તર પૂર્વમાં જે રીતે જીતી રહ્યો છે, તેનું એક કારણ એ છે કે મોદી જીએ જે કાર્ય કર્યું છે તે લોકો સુધી પહોંચી રહ્યું છે. જો આપણે ચૂંટણી જીતી રહ્યા છીએ, તો તેનો અર્થ એ કે આપણે લોકોનો વિશ્વાસ મેળવી રહ્યા છીએ.

  • 02 Mar 2023 01:54 PM (IST)

    ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પરિણામ 2023: શિક્ષણ મંત્રી રતનલાલ નાથ જીત્યા

    ત્રિપુરાના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ સબરૂમ બેઠક પર 343 મતોના માર્જિનથી જીત મેળવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભાજપના રતન લાલ નાથ મોહનપુર બેઠક પરથી 7,385 મતોથી જીત્યા. આઈપીએફટીના સુક્લા ચરણ નોઆટિયાએ જોલાઈબારી સીટ પર 375 મતોથી જીત મેળવી હતી.

  • 02 Mar 2023 01:51 PM (IST)

    Nagaland Election 2023 Results Live : ભાજપે 2 બેઠકો જીતી અને 11 બેઠકો પર આગળ

    નાગાલેન્ડ ચૂંટણી પંચના ડેટા અનુસાર, ભાજપ 2 બેઠકો જીતીને 11 બેઠકો પર આગળ છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી 3 સીટો જીતીને 23 સીટો પર આગળ છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠાવલે)એ 2 બેઠકો જીતી.

  • 02 Mar 2023 01:37 PM (IST)

    Tripura Election 2023 Result LIVE : ત્રિપુરામાં ભાજપ 32 બેઠક પર આગળ

    ત્રિપુરામાં ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ 1 સીટ જીતીને 32 સીટો પર આગળ છે. ટીપ્રા મોથા પાર્ટી 11 સીટો પર, કોંગ્રેસ 4 સીટો પર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) 11 સીટો પર આગળ ચાલી રહી છે. હજુ મતગણતરી ચાલુ છે.

    ત્રિપુરામાં ભાજપ 32 સીટો પર આગળ છે

  • 02 Mar 2023 01:17 PM (IST)

    ગ્રેટર ટીપ્રાલેન્ડ સિવાય ટીપ્રા મોથાની માંગણીઓ સ્વીકારવા તૈયાર- BJP

    ત્રિપુરા ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે, ટીપ્રા ગ્રેટર ટીપ્રાલેન્ડ સિવાય મોથાની તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર છે. જો કે હાલના વલણ મુજબ ભાજપને લાગી રહ્યુ છે કે ત્રિપુરામાં તેની ગાડી અટકી શકે છે.

  • 02 Mar 2023 01:09 PM (IST)

    Tripura Election Results: માણિક સાહાના ઘરે ઉજવણીનો માહોલ

    ત્રિપુરાના ચૂંટણી વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. અહીં પાર્ટી સતત બીજી વખત સરકાર બનાવી રહી છે. પાર્ટીને 33 સીટો પર સરસાઈ મળી છે. આ દરમિયાન મુખ્યમંત્રી માણિક સાહાના નિવાસસ્થાને ઉજવણી શરૂ થઈ ગઈ છે.

  • 02 Mar 2023 01:01 PM (IST)

    Nagaland Election Results Live: પાંચ બેઠક પર પરિણામ જાહેર

    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નાગાલેન્ડની પાંચ બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપે બે બેઠકો, NDPP એ એક બેઠક અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ બે બેઠકો જીતી છે અને 55 સીટોના ​​ટ્રેન્ડમાં NDPP 25 સીટો પર આગળ છે.

  • 02 Mar 2023 12:49 PM (IST)

    North eastern Election Result LIVE : શરૂઆતી વલણો અનુસાર ત્રણેય રાજ્યોમાં સરકાર પરત આવી રહી છે

    અત્યાર સુધીના ચૂંટણી વલણો અનુસાર,પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં સરકાર સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે મેઘાલયમાં NPP 25 બેઠકો પર આગળ છે. અહીં ભાજપને પાંચ સીટો પર લીડ મળી રહી છે. સત્તામાં આવવા માટે ભાજપે ફરી એકવાર અહીં NPP સાથે હાથ મિલાવવો પડશે.

  • 02 Mar 2023 12:37 PM (IST)

    Nagaland Elections 2023 : નાગાલેન્ડમાં ભાજપે પ્રથમ બેઠક જીતી હતી

    સવારે 8 વાગ્યાથી નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે માહિતી મુજબ નાગાલેન્ડમાં ભાજપે પ્રથમ બેઠક જીતી છે.

  • 02 Mar 2023 12:22 PM (IST)

    Meghalaya Election 2023 Result : પહેલી બેઠકનું પરિણામ જાહેર, NPPએ નર્તિઆંગ બેઠક જીતી

    મેઘાલયમાં  NPP ના સ્નિયોભાલંગ ધરે કોંગ્રેસના ઉમેદવાર એમલાંગ લાલુને 2,123 મતોથી હરાવીને નર્તિઆંગ વિધાનસભા બેઠક પર જીત મેળવી. નાગાલેન્ડની ચૂંટણીમાં તુએનસાંગ સદર-1 સીટ પરથી ભાજપના ઉમેદવાર પી. બશાંગમોંગબા ચાંગે તેમના નજીકના હરીફ એનસીપીના તોયાંગ ચાંગને 5,644 મતોથી હરાવ્યા હતા.

  • 02 Mar 2023 12:17 PM (IST)

    ત્રિપુરા અને મેઘાલયમાં અમારા માટે ઉતસ્વ : દિલીપ ઘોષ

    ત્રિપુરા અને મેઘાલય ચૂંટણીના પ્રારંભિક વલણો પર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું, "જેમ આખા દેશમાં થઈ રહ્યું છે, તેમ અહીં પણ ભાજપ આગળ છે." અમારા માટે ઉજવણી કરવાનો સમય છે. કેટલાક પક્ષો પોતાનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હાલની સ્થિતિમાં ખાતું ખોલવું પણ મુશ્કેલ છે.

  • 02 Mar 2023 11:54 AM (IST)

    Meghalaya Election Results: મેઘાલયમાં 18 બેઠક પર અપક્ષ ઉમેદવારો આગળ !

    મેઘાલયના ચૂંટણી વલણોમાં અપક્ષ ઉમેદવારોએ તમામ પક્ષોની રમત બગાડી છે. અહીં 18 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ છે, જેના કારણે કોઈ પણ પક્ષને બહુમતી મળતી નથી.

  • 02 Mar 2023 11:35 AM (IST)

    Meghalaya Elections 2023 : દિગ્ગજોમાં કોણ છે આગળ

    • કોનરાડ સંગમા, NPP, આગળ
    • વિન્સેન્ટ પાલા, INC, પાછળ
    • મુકુલ સંગમા, તૃણમૂલ કોંગ્રેસ, આગળ
    • અર્નેસ્ટ મોરી, ભાજપ,પાછળ
    • મેટબાહ લિંગદોહ, યુડીપી ,પાછળ
  • 02 Mar 2023 11:28 AM (IST)

    Meghalaya Election Results: NPP 19 બેઠક પર આગળ

    મેઘાલયમાં મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી સૌથી મોટી પાર્ટી હોય તેમ લાગે છે. ચૂંટણી પંચના વલણો અનુસાર NPP 19 બેઠકો પર આગળ છે.

  • 02 Mar 2023 11:26 AM (IST)

    Tripura Election Results: ભાજપ- TMP ગઠબંધનના સંકેતો

    ત્રિપુરામાં ચૂંટણીના વલણો ભાજપ અને TMP વચ્ચે જોડાણ સૂચવે છે. ટીપ્રા મોથાના પ્રદોત વર્માએ વલણો વચ્ચે કહ્યું કે, જો ભાજપ આદિવાસી મુદ્દાઓ પર તેમને સમર્થન આપે તો તેઓ જોડાણ કરી શકે છે.

  • 02 Mar 2023 11:05 AM (IST)

    ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: સંબિત પાત્રા અને મહેશ શર્મા ચૂંટણી વોર રૂમમાં પહોંચ્યા

    ત્રિપુરામાં વલણો સતત બદલાઈ રહ્યા છે, જે બાદ ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને મહેશ શર્મા ત્રિપુરા ભાજપના ચૂંટણી વોર રૂમમાં પહોંચી ગયા છે, જ્યાંથી તેઓ સ્થિતિ પર નજર રાખશે.

  • 02 Mar 2023 11:05 AM (IST)

    નાગાલેન્ડ ચૂંટણી પરિણામ 2023 : NDPP 11 બેઠકો પર આગળ

    નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી 11 સીટો પર આગળ ચાલી રહી છે, BJP એ એક સીટ જીતી છે અને 3 સીટો પર આગળ છે. જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એક-એક સીટ પર આગળ ચાલી રહી છે.

  • 02 Mar 2023 11:00 AM (IST)

    Tripura Election 2023 Result LIVE : ચૂંટણી પરિણામ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યુ મોટુ નિવેદન

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ત્રિપુરામાં અમે બહુ ઓછી સીટો પર ચૂંટણી લડ્યા છીએ અને વિચાર્યું હતું કે ગઠબંધનથી બહુમતી મેળવી શકીશું. જ્યારે અંતિમ પરિણામો આવશે, ત્યારે અમે જોશું કે અમને ક્યાં બહુમત મળે છે અને ક્યાં અમારી સરકાર નથી બની.

  • 02 Mar 2023 10:51 AM (IST)

    Meghalaya Election 2023 Result LIVE : મેઘાલયમાં 60 સીટ પર ખરાખરીનો ખેલ

    મતદાન પછીના સર્વેમાં મેઘાલયમાં ત્રિશંકુ પરિણામની આશા વ્યક્ત કરવામાં આવી હતી.મહત્વનું છે કે મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમા રાત્રે આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માને મળ્યા, ચૂંટણી પછીના જોડાણની અટકળોને વેગ આપ્યો. મેઘાલયમાં 60 વિધાનસભા સીટો છે, પરંતુ સોહ્યોંગ સીટ પર એક ઉમેદવારના મૃત્યુને કારણે આ સીટની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

  • 02 Mar 2023 10:49 AM (IST)

    ત્રિપુરા ચૂંટણી પરિણામ 2023 LIVE : કોણ ક્યાં આગળ ચાલી રહ્યુ છે

    • ખોવાઈ  : CPM આગળ
    • કલ્યાણપુર-પ્રમોદનગર: ભાજપ અગ્રણી આગળ
    • સબરૂમ: CPM ઉમેદવાર અને CPM રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરી આગળ
    • આશારામબારી (ST) સીટઃ ટીપરા મોથા આગળ છે.
    • બામુતિયા: CPM મોખરે
    • પાણીસાગર: ભાજપ આગળ
    • માતરબારી: ભાજપ આગળ
    • બગ્મા: ભાજપ આગળ
    • સૂર્યમણી નગરઃ કોંગ્રેસ આગળ
    • કંચનપુર (ST): અપક્ષ નેતા
    • સિમના: ટીપરા મોથા અગ્રણી
  • 02 Mar 2023 10:45 AM (IST)

    Nagaland elections Results 2023 : વલણોમાં BJPના ગઠબંધનને મળી રહી છે લીડ

    નાગાલેન્ડમાં આવતા, વલણો દર્શાવે છે કે BJP+NDPP 41 અને NPF 5 પર આગળ છે, કોંગ્રેસ એક અને 13 અન્ય સીટો પર આગળ છે.

  • 02 Mar 2023 10:23 AM (IST)

    Assembly elections Results 2023 : ત્રિપુરામાં પહેલીવાર ડાબેરી મોરચો-કોંગ્રેસ સાથે

    ત્રિપુરામાં પહેલીવાર ડાબેરી મોરચાએ તેની પૂર્વ કટ્ટર હરીફ કોંગ્રેસ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 36 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ 18 બેઠકો જીતી હતી. CPI(M) ની આગેવાની હેઠળના ડાબેરી મોરચાને 16 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી.

  • 02 Mar 2023 10:03 AM (IST)

    Assembly elections Results 2023 : ત્રિપુરામાં ભાજપ અને મેઘાલયમાં NPP આગળ

    ત્રિપુરામાં 60 સીટોનો ટ્રેન્ડ સામે આવ્યો છે. ભાજપ 35, ડાબેરીઓ 18, ટીએમસી, ટીપરા 7 પર આગળ છે. તો મેઘાલયમાં NPP 23, TMC 11, BJP 10, કોંગ્રેસ 5 અને UDP 5 અને અન્ય 6 સીટો પર આગળ છે. નાગાલેન્ડમાં BJP-NDPP 46 પર, NPF 6 પર, કોંગ્રેસ-1 અને અન્ય 9 પર આગળ છે.

  • 02 Mar 2023 09:47 AM (IST)

    ચૂંટણી પરિણામ લાઈવ : ત્રિપુરાના 5 ચર્ચિત ચહેરા પર છે સૌની નજર

    • ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બોરડોવાલી વિધાનસભા સીટ પરથી ચૂંટણીમાં ઉતર્યા છે. બે વર્ષ પહેલા બિપ્લબ દેબના સ્થાને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
    • ત્રિપુરાના ભાજપ પ્રમુખ રાજીવ ભટ્ટચાર્ય બનમાલીપુર સીટ પરથી ચૂંટણી મેદાનમાં
    • નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ ચારિલમ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા
    • કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધનપુર વિધાનસભા સીટ પરથી મેદાનમાં
    • કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બિરાજીત સિન્હા કૈલાશહર સીટથી ચૂંટણી લડયા
  • 02 Mar 2023 09:45 AM (IST)

    Meghalaya Election Result LIVE : મેઘાલયમાં NPP 22 બેઠકો પર અને TMC 11 બેઠકો પર આગળ છે

    મેઘાલયમાં કોઈ ગઠબંધનને લીડ મળી રહી નથી. વલણો મુજબ NPP-22, TMC-11, BJP-9, UDP-8, કોંગ્રેસ 6 પર આગળ છે.

  • 02 Mar 2023 09:42 AM (IST)

    ત્રિપુરા ચૂંટણી પરિણામ : 2018માં ભાજપે 35 બેઠકો જીતી હતી

    ત્રિપુરામાં 2018માં ભાજપે 35 બેઠકો જીતી હતી જ્યારે CPI(M)એ 16 અને IPFTએ 8 બેઠકો જીતી હતી.

  • 02 Mar 2023 09:34 AM (IST)

    Meghalaya Elections Results Live : શરૂઆતી વલણમાં TMC 2 સીટ આગળ

    મેઘાલયમાં શરૂઆતી વલણોમાં TMC બે બેઠક આગળ જવા મળી રહ્યુ છે.

  • 02 Mar 2023 09:30 AM (IST)

    Nagaland Election 2023 Result LIVE : નાગાલેન્ડમાં ભાજપ અને NDPP એ કોંગ્રેસના સૂપડા સાફ કર્યા

    નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધને અન્ય પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. શરૂઆતી વલણમાં ભાજપ અને NDPP 49 બેઠક પર આગળ છે, જ્યારે NPF 7 બેઠક પર અને કોંગ્રેસ 1 બેઠક સાથે સૌથી પાછળ છે.

  • 02 Mar 2023 09:20 AM (IST)

    Tripura Assembly Election 2023 Result : ભાજપ 39 બેઠકો પર આગળ

    પ્રારંભિક વલણો અનુસાર ત્રિપુરામાં ભાજપ 39 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધન 12 બેઠકો પર અને ટીપરા 9 બેઠકો પર આગળ છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા મતદાનમાં કુલ 28.12 લાખ મતદારોમાંથી 89.98 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 02 Mar 2023 09:12 AM (IST)

    મેઘાલય ચૂંટણી પરિણામ 2023: કોંગ્રેસ 7 બેઠકોની લીડ સાથે પાછળ

    મેઘાલયમાં NPP 22 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે ટીએમસી અને બીજેપી વચ્ચે નજીકની લડાઈ જોવા મળી રહી છે. બંને 10 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 7 બેઠકોની લીડ સાથે પાછળ છે.

  • 02 Mar 2023 09:06 AM (IST)

    નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 : 183 ઉમેદવારો મેદાનમાં છે

    નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. 60 સભ્યોની રાજ્ય વિધાનસભાની 59 બેઠકો માટે ચાર મહિલાઓ અને 19 અપક્ષ સહિત 183 ઉમેદવારો મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિન્મીને ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો બેઠક પરથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

  • 02 Mar 2023 09:00 AM (IST)

    Tripura Result Live : પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી

    ત્રિપુરાની 60 વિધાનસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપ 36 બેઠકો પર આગળ છે. રાજ્ય ભાજપ-ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) અને ડાબેરી મોરચો-કોંગ્રેસ ગઠબંધન અને ભૂતપૂર્વ રાજવી પ્રદ્યોત માણિક્ય દેબબર્માની નવી પાર્ટી ટીપ્રા મોથા વચ્ચે ત્રિકોણીય હરીફાઈ જોવા મળી રહી છે.

  • 02 Mar 2023 08:48 AM (IST)

    Meghalaya election result 2023 LIVE: મેઘાલયમાં NPP 12 બેઠક પર આગળ

    મેઘાલયમાં પ્રારંભિક વલણો અનુસાર NPP 12 પર આગળ છે અને TMC અને BJP બંને 5-5 બેઠકો પર આગળ છે, જ્યારે UDP બે બેઠકો પર આગળ છે.

  • 02 Mar 2023 08:47 AM (IST)

    Nagaland Election Results 2023 Live : નાગાલેન્ડમાં NDPP 40 બેઠક પર આગળ

    રાજ્ય અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોદ્વારા પૂરી પાડવામાં આવેલ ત્રિ-સ્તરીય સુરક્ષા હેઠળ નાગાલેન્ડમાં 16 મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવી રહી છે. NDPP 40 પર, કોંગ્રેસ 2 પર, NPF 16 પર આગળ છે.

  • 02 Mar 2023 08:43 AM (IST)

    Tripura Election Result Live: ત્રિપુરામાં બહુમતી તરફ આગળ વધી રહ્યું છે ભાજપ

    ત્રિપુરામાં શરૂઆતી વલણોમાં ભાજપ બહુમત તરફ આગળ વધી રહ્યુ છે.અત્યાર સુધીમાં ભાજપ 33 સીટો પર લીડ મેળવી છે. ડાબેરીઓએ 4, Tmp 3 પર આગળ છે.

  • 02 Mar 2023 08:35 AM (IST)

    Tripura Assembly Election 2023 Result Live: ત્રિપુરામાં ભાજપ 24 બેઠક પર આગળ

    ત્રિપુરામાં શરૂઆતના વલણો અનુ,સાર ભાજપ-24 બેઠક પર આગળ ચાલી રહી છે, તો  કોંગ્રેસ+ડાબેરી- 8,ટિપરા-4 અને અન્ય-0 બેઠક પર છે.

  • 02 Mar 2023 08:33 AM (IST)

    Meghalaya Assembly Election 2023 Result Live: મેઘાલયના વલણોમાં NPP-5 અને TMC 4 બેઠકો પર આગળ

    • NPP-5
    • TMC-4
    • INC-2
    • ભાજપ-2
    • UDP-0
    • અન્ય-0
  • 02 Mar 2023 08:31 AM (IST)

    Nagaland Assembly Election 2023 Result Live: નાગાલેન્ડમાં ભાજપે લીડ વધારી

    નાગાલેન્ડમાં ભાજપ 28 બેઠક પર આગળ ચાલી રહી છે , તો NPF બે બેઠકો પર આગળ છે. કોંગ્રેસનું ખાતું પણ હજુ ખૂલ્યું નથી.

  • 02 Mar 2023 08:19 AM (IST)

    North-East Election Result: ત્રિપુરામાં ભાજપ 11 સીટ પર આગળ

    ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણી માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. મેઘાલયમાં NPP એક સીટ પર આગળ ચાલી રહી છે. તો ત્રિપુરામાં ભાજપ 11 સીટો પર આગળ છે.

  • 02 Mar 2023 08:15 AM (IST)

    Tripura Assembly Election 2023 Result Live: ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    ત્રિપુરામાં ભાજપ ફરી સત્તામાં આવશે અને અમને બહુમતી મળશે, મત ગણતરી શરૂ થતા જ ભાજપના અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • 02 Mar 2023 08:07 AM (IST)

    North Eastern Assembly Election 2023 : ભાજપ માટે સત્તા જાળવી રાખવી એક પડકાર સમાન

    આ ચૂંટણીમાં ભાજપ માટે ત્રિપુરા અને નાગાલેન્ડમાં પોતાની સત્તા જાળવી રાખવાનો પડકાર છે. તેનું નાગાલેન્ડમાં NDPP સાથે ગઠબંધન છે. મેઘાલયમાં કોનરેડ સંગમાની પાર્ટી એનપીપી, ભાજપ અને કોંગ્રેસ સિવાય તૃણમૂલ કોંગ્રેસ મેદાનમાં છે.ભાજપે આ વખતે રાજ્યમાં જોરદાર તાકાત લગાવી છે.

  • 02 Mar 2023 08:03 AM (IST)

    North Eastern Assembly Election 2023 : મત ગણતરી શરૂ થઈ

    પૂર્વોતર રાજ્યોમાં કોની સત્તા આવશે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી છે.

  • 02 Mar 2023 07:49 AM (IST)

    Nagaland Election Results Live Updates: આ મત વિસ્તારમાં પુન : મતદાન કરવામાં આવ્યુ

    નાગાલેન્ડમાં ઝુન્હેબોટો મત વિસ્તારમાં ન્યુ કોલોની, સાનિસ મતવિસ્તારમાં પંગતી વી, તિજીત મતવિસ્તારમાં જબોકા ગામ અને થોનોકન્યુ મત વિસ્તારમાં પાથસો પૂર્વ વિંગમાં પુનઃ મતદાન કરવામાં આવ્યુ હતુ.

  • 02 Mar 2023 07:45 AM (IST)

    Tripura Election Results Live: ત્રિપુરામાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ

    ત્રિપુરામાં, 1 માર્ચથી 3 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે, જેથી આ સમયગાળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.જો કે આવશ્યક સેવાઓ અને પરીક્ષાર્થીઓને આ પ્રતિબંધના દાયરામાંથી દૂર રાખવામાં આવ્યા છે.

  • 02 Mar 2023 07:37 AM (IST)

    North Eastern Election Live Updates : જાણો કેટલા ટકા થયુ છે મતદાન

    મેઘાલયમાં 74.3 ટકાથી વધુ મતદાન નોંધાયુ હતુ.તો નાગાલેન્ડમાં 83 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ત્રિપુરામાં, લગભગ 88 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

  • 02 Mar 2023 07:34 AM (IST)

    Meghalaya Election 2023 Result Live: મેઘાલયમાં મત ગણતરી કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત

    મેઘાલય વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે, ત્યારે હાલ મતગણતરી કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 02 Mar 2023 07:25 AM (IST)

    Tripura Elections Results 2023 : થોડીવારમાં ત્રિપુરામાં મત ગણતરી શરૂ થશે

    ત્રિપુરામાં કોની સત્તા આવશે, તેના પરથી આજે પડદો ઉંચકી જશે, થોડીવારમાં મત ગણતરી શરૂ થશે.

  • 02 Mar 2023 07:22 AM (IST)

    Meghalaya Assembly Election 2023 Result Live: પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી

    મેઘાલયમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે

  • 02 Mar 2023 07:20 AM (IST)

    Nagaland Assembly Election 2023 Result Live: નાગાલેન્ડમાં સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

    નાગાલેન્ડના કોહિમામાં મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

  • 02 Mar 2023 07:14 AM (IST)

    North Eastern Assembly Election Results 2023: સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

    પૂર્વોત્તર રાજ્યોમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.આપને જણાવી દઈએ કે, મતગણતરી કેન્દ્રો પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 02 Mar 2023 07:09 AM (IST)

    Meghalaya Election Results: મતગણતરી પહેલા કોનરાડ હિમંત બિસ્વાને મળ્યા

    મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા ગુવાહાટીમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને મળ્યા હતા. સૂત્રોનુ માનીએ તો ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નોર્થઈસ્ટ ડેવલપમેન્ટ એલાયન્સ (NEDA)ના વડા સરમા અને સંગમા રાત્રે ગુવાહાટીની એક હોટલમાં મળ્યા હતા.

  • 02 Mar 2023 07:07 AM (IST)

    North Eastern Assembly Election Results : પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ભાજપનું ઘણું દાવ પર !

    Assembly Election Results Live : પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ઘણું દાવ પર છે. આ રાજ્યોના ચૂંટણી પરિણામો આજે બતાવશે કે ભાજપે 2018માં ડાબેરીઓ પાસેથી તેનો ગઢ છીનવી લીધા બાદ ત્રિપુરામાં પોતાનો પગ મજબૂત કર્યો છે કે કેમ.

  • 02 Mar 2023 07:04 AM (IST)

    Tripura Assembly Election 2023 Result Live: ત્રિપુરામાં મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ

    Election Results 2023 Live Updates :ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી જી. કિરણકુમાર દિનકરરાવે જણાવ્યુ હતુ કે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે ત્રિપુરા વિધાનસભાની 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. આ દરમિયાન કુલ 23.13 લાખ મતદારોમાંથી 89.90 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Published On - Mar 02,2023 6:53 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">