રાહુલ ગાંધીએ કહ્યું કોણ છે ભારત માતા, મંચ પરથી ભારત માતા બોલ્યા પછી મોદી શું કરે છે?
રાજસ્થાન ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસે છે. બુંદીમાં કોંગ્રેસની સભા સંબોધન દરમિયાન રાહુલે પીએમ મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે આ ભારત માતાનો અર્થ છે.
રાજસ્થાન વિઘાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ આજે બુંદીમાં જાહેરસભા સંબોધતા, મોદી પર પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત માતા એટલે શુ, ભારત માતાની જય બોલાવાય છે પરંતુ તેનો અર્થ શું. રાહુલ ગાંધીએ ભારત માતાનો અર્થ સમજાવતા કહ્યું કે, ભારત માતા એટલે દેશના ખેડૂતો, મજૂરો અને ગરીબ લોકો. પીએમ મોદી અહીં આવે છે અને ‘ભારત માતા કી જય’ બોલે છે, પરંતુ કામ અદાણી માટે કરે છે.
રાહુલે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે બાળકોએ અંગ્રેજી પણ ભણવું જોઈએ. જો તમે કોલ સેન્ટરમાં કામ કરો છો, તો શું તમે હિન્દી બોલો છો? જો તમે વિદેશ જાઓ છો, તો શું તમે હિન્દી બોલશો? યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ જવું હોય તો હિન્દી બોલો, પરંતુ ગરીબો, ખેડૂતો અને મજૂરોના દીકરાઓએ પણ અંગ્રેજી શીખવું જોઈએ, અંગ્રેજી ભાષા વાંચવી જોઈએ.
રાહુલે કહ્યું કે જો ભાજપને મત આપીશો તો મફત સારવાર બંધ થઈ જશે. ગેસ સિલિન્ડર બંધ થઈ જશે. OPS ભૂલી જાઓ. તેથી કોંગ્રેસને મત આપો અને ભારત માતા કી જય બોલો.
हम सबने ‘भारत माता की जय’ के नारे लगाए, लेकिन जानते हैं भारत माता कौन हैं?
‘भारत माता’ ये धरती है, देश की जनता है, आप सबके भाई-बहन, माता-पिता, देश के गरीब लोग हैं।
मैंने ये बात संसद में भी उठाई कि- जब तक हमें मालूम ही नहीं होगा कि देश में कितने दलित, पिछड़े, आदिवासी हैं तो… pic.twitter.com/MJStoYavqZ
— Congress (@INCIndia) November 19, 2023
રાહુલે બુંદીમાં આ ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજી હતી
કોંગ્રેસ સહિત તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓએ વિધાનસભા ચૂંટણી માટે બુંદીમાં પ્રચાર શરૂ કરી દીધો છે. રવિવારે, રાહુલ ગાંધીએ ત્રણ બુંદી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી, બુંદી વિધાનસભાથી હરિમોહન શર્મા, હિંડોલીથી અશોક ચંદના અને કેશવ રાય પાટણથી સીએલ પ્રેમી. આ દરમિયાન તેમણે ભારત માતા કી જયનો અર્થ સમજાવતા ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું.