Punjab Elections: CMના ચહેરા વગર કેપ્ટન-ઢિંડસા સાથે ભાજપ મેદાનમાં ઉતરશે, મેનિફેસ્ટો એક જ રહેશે
પંજાબમાં બીજેપીના ચૂંટણી પ્રભારી શેખાવતે જણાવ્યું હતું કે બેઠક વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દરેક પક્ષના બે નેતાઓનો સમાવેશ કરીને એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે.
Punjab Elections: ભારતીય જનતા પાર્ટીએ પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માટે ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અમરિન્દર સિંહ (Amarinder Singh)અને Sukhdev Singh Dhindsaના શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કર્યું છે. ભાજપ (BJP) આ ગઠબંધનમાં વરિષ્ઠ સહયોગીની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઠબંધન ચૂંટણી પહેલા મુખ્યમંત્રી (CM) પદનો કોઈ ચહેરો રજૂ કરે તેવી શક્યતા નથી.
બુધવારે જ પાર્ટીના ત્રણ અગ્રણી નેતાઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)ને મળ્યા હતા. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના મોટા નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ભાજપ, અમરિંદર સિંહની પાર્ટી અને Sukhdev Singh Dhindsaની પાર્ટી પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Elections)સાથે મળીને લડશે. શેખાવતે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “આ ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ, અમરિંદર સિંહની પાર્ટી અને ઢીંડસાની પાર્ટી પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડશે.”
શીટ શેરિંગ ફોર્મ્યુલા દ્વારા ચૂંટણી લડવામાં આવશે
પંજાબમાં બીજેપીના ચૂંટણી પ્રભારી શેખાવતે જણાવ્યું હતું કે, બેઠક વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દરેક પક્ષના બે નેતાઓનો સમાવેશ કરીને એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે ત્રણ પક્ષોના આ ગઠબંધનનો સંયુક્ત મેનિફેસ્ટો (manifesto)હશે. કેપ્ટન, બીજેપી અને એસએડી આ વખતે પરંપરાગત ગઠબંધનના આધારે ચૂંટણી લડી રહ્યા નથી,પરંતુ સીટ શેરિંગ ફોર્મ્યુલા પર ચૂંટણી લડી રહ્યા છે.
આ ગઠબંધન પંજાબ, શીખ સમુદાય, ખેડૂતો, યુબીસી સહિત અન્ય મુદ્દાઓ પર પ્રાથમિકતાના ધોરણે કામ કરશે. આ ગઠબંધન ચૂંટણી મેનિફેસ્ટો (manifesto)અને મુખ્યમંત્રીના નામ સહિત પંજાબ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે અને વિવિધ મુદ્દાઓ પર નિષ્ણાતોના અભિપ્રાય પણ લેવામાં આવશે.