Manipur Elections: ‘જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે’ PM મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે નવા મણિપુરની ઓળખ સ્કિલ, સ્ટાર્ટઅપ અને સ્પોર્ટસથી થઈ રહી છે. રાજ્ય સરકારે 5,500થી વધારે સ્ટાર્ટઅપને મદદ આપી છે. આવનારા સમયમાં અમારી સરકાર 100 કરોડ રૂપિયાના મણિપુર સ્ટાર્ટ અપ ફંડ પણ બનાવશે.

Manipur Elections: 'જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે' PM મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર
PM Modi (PC- ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 1:04 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે મણિપુરમાં જનતાને સંબોધિત કરી રહ્યા છે. તેમને કોંગ્રેસ (Congress) પર નિશાનો સાધતા કહ્યું કે મણિપુરે (Manipur) સોમવારે એક નવો ઈતિહાસ રચ્યો છે. ગઈકાલે પ્રથમ ચરણમાં ચૂંટણીમાં મણિપુરે નક્કી કરી લીધું કે ઉત્તરપૂર્વના હવે વિકાસનો સૂરજ જ ઉગશે. જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે. ભાજપ સરકાર ગો ટુ હિલ્સ, ગો ટુ વિલેજ જેવા કનેક્ટીંગ અભિયાન ચલાવી રહી છે. જેનાથી તેમનું ષડયંત્ર તુટી રહ્યું છે. જેમ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો નાશ થઈ રહ્યો છે, તેમ કોંગ્રેસનો પણ નાશ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે મણિપુર, જે એક સમયે અહીંની સરકારો દ્વારા બોમ્બ અને નાકાબંધીમાં કેદ હતું, ત્યારે મણિપુર આજે સમગ્ર ભારત માટે નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. મણિપુર હંમેશાથી ભારતની એકતા અને અખંડતાનું પ્રતિનિધિત્વ કરતું રહ્યું છે. અહીંના લોકોએ આઝાદીની લડાઈમાં પોતાનું બલિદાન આપ્યું હતું પણ કોંગેસે મણિપુરના આ ઈતિહાસને આ બલિદાનો અને નેતાજીને ક્યારેય સાચા મનથી શ્રદ્ધાજંલિ આપી નથી. કોંગ્રેસ પર નિશાનો સાધતા વડાપ્રધાન મોદી બોલ્યા કે કોંગ્રેસે મણિપુરનો વિકાસ નથી કર્યો પણ મણિપુરને શાંતિ અને સમૃદ્ધિથી દૂર રાખ્યું.

તેમને કહ્યું કે આજે નવા મણિપુરની ઓળખ સ્કિલ, સ્ટાર્ટઅપ અને સ્પોર્ટસથી થઈ રહી છે. રાજ્ય સરકારે 5,500થી વધારે સ્ટાર્ટઅપને મદદ આપી છે. આવનારા સમયમાં અમારી સરકાર 100 કરોડ રૂપિયાના મણિપુર સ્ટાર્ટ અપ ફંડ પણ બનાવશે. તેમને એ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર આગામી કાર્યકાળમાં મણિપુરમાં એઈમ્સની સ્થાપના પણ કરશે. વડાપ્રધાને છેલ્લે મણિપુરની જનતાને 5 તારીખે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. તેમને કહ્યું તમે મોટી સંખ્યામાં મતદાન કરો. મણિપુરની શાંતિ માટે મતદાન કરો. વિકાસ માટે મતદાન કરો અને મણિપુરના ભવિષ્ય માટે મતદાન કરો.

આ પણ વાંચો:  Russia-Ukraine War: યુદ્ધનાં માહોલ વચ્ચે ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી, Video થયો વાયરલ

આ પણ વાંચો: Surat : ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન જોવા મળશે પાલના લેક ગાર્ડનમાં, લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">