મધ્ય પ્રદેશમાં મામાને કરવામાં આવશે રિપીટ ? જાણો કોણ છે મુખ્યમંત્રી પદની રેસમાં
મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ વોટિંગ માટે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. જો કે હાલ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. ચૂંટણી કમિશને પણ ભાજપને લીડ આપી દીધી છે.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આજે પરિણામ સામે આવી રહ્યા છે, ત્યારે આ પહેલા કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મતદાન કરવા ગ્વાલિયર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી અને મુખ્યમંત્રી પદના દાવેદાર હોવા અંગેની તમામ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ‘મેં પહેલા જ કહ્યું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. હું આ રેસમાં ક્યારેય નહોતો અને આજે પણ નથી. મને 2013માં, 2018માં અને આજે પણ ત્રણ વખત પૂછવામાં આવ્યું હતું. ત્રણેય વખત મેં કહ્યું છે કે હું સીએમની રેસમાં નથી.
મુખ્યમંત્રી પદની રેસ પર ટિપ્પણી કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં કહ્યું કે આ ખુરશીની રેસ નથી. આ દોડ વિકાસ, પ્રગતિ અને જનતાનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે છે. આ દરમિયાન સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે મુખ્યમંત્રી પદની રેસ કોંગ્રેસમાં છે.
ભાજપે આ વખતે શિવરાજને સીએમ ચહેરો બનાવ્યો નથી
મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા બે દાયકાથી પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવી રાખ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ પાર્ટીએ તેમને આ વખતે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કર્યા નથી.
આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ આ વખતે મુખ્યમંત્રી બદલી શકે છે. તે જ સમયે, ભાજપે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે આવી અટકળોને વધુ વેગ મળ્યો છે.
ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની રેસમાં કોના નામ છે?
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે શિવરાજ સિંહ ચૌહાણના વિકલ્પ તરીકે ભાજપ દ્વારા જે ચહેરાઓની ચર્ચા થઈ રહી છે તેમાં પાર્ટીના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર સિંહ તોમરના નામ પણ છે. આમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ સામેલ છે, પરંતુ તેમણે પોતે વોટિંગ કર્યા બાદ આવી અટકળોથી દૂરી લીધી છે. તે જાણીતું છે કે રાજ્યમાં થઈ રહેલા મતદાનના પરિણામો આજે આવવાના ચાલુ થઈ ગયા છે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બની રહી હોય તેવુ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Breaking News: મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી