Uttar Pradesh Elections Exit Poll Results 2024: યુપીની 80 બેઠકોનો સૌથી સચોટ એક્ઝિટ પોલ, જાણો ભાજપ અને વિપક્ષી પાર્ટીને કેટલી મળશે બેઠક ?

|

Jun 01, 2024 | 8:39 PM

લોકસભા ચૂંટણી 2024માં મતદાનનો અંતિમ તબક્કો આજે પૂરો થયા બાદ, TV9 દ્વારા એક્ઝિટ પોલના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ યુપીની તમામ 80 લોકસભા બેઠકો માટે સીટની જાણકારી તમને આપશે, જો કે, અંતિમ પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

Uttar Pradesh Elections Exit Poll Results 2024: યુપીની 80 બેઠકોનો સૌથી સચોટ એક્ઝિટ પોલ, જાણો ભાજપ અને વિપક્ષી પાર્ટીને કેટલી મળશે બેઠક ?

Follow us on

4 મેના પરિણામો પહેલાં, TV9 તમને પીપલ્સ ઈનસાઈટ, પોલ્સસ્ટ્રેટ અને ટીવી9ના સહયોગથી બનાવેલ સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ જણાવવા જઈ રહ્યું છે, જેમાં દરેક ડેટાની ખાતરી આપવામાં આવે છે. TV9-પીપલ્સ ઈનસાઈટ, પોલ્સ્ટ્રેટના સર્વેમાં આશરે 1 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

જેમાં IVR દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને રેન્ડમ નંબર જનરેટર દ્વારા કોલ કરવામાં આવ્યા હતા. અમે 543 લોકસભા સીટો પર સર્વે કર્યો અને લોકસભા સીટ હેઠળ આવતી દરેક વિધાનસભા સીટ પરથી સેમ્પલ લેવામાં આવ્યા.

ભાજપ કરતા NDAને વધારે બેઠકો મળી

ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર TV9 દ્વારા કરવામાં આવેવા સર્વે પ્રમાણે 80માંથી ભાજપને 58 બેઠકો મળી શકે છે, જ્યારે NDAને 62 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 3 બેઠકો અને INDIA ગઠબંધનને 18 બેઠક મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં મોટા ચહેરાની વાત કરીએ તો પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત સ્મૃતિ ઈરાની પણ મેદાને છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

2019માં ભાજપને 49.6 ટકા વોટ મળ્યા હતા

જો આપણે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019ના વોટ શેર પર નજર કરીએ તો ભાજપને 49.6 ટકા વોટ મળ્યા હતા. બીએસપી બીજા સ્થાને હતી, જેને 19.3 ટકા વોટ મળ્યા હતા અને ત્રીજા સ્થાને એસપી હતી, જેને 18 ટકા વોટ મળ્યા હતા.

સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન થયું

ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન થયું છે. બલિયામાં 50.56 ટકા, બાંસગાંવમાં 50.06 ટકા, દેવરિયામાં 54.13 ટકા, ગાઝીપુરમાં 53.19 ટકા, ગોરખપુરમાં 52.53 ટકા, મહારાજગંજમાં 58.66 ટકા, મિર્ઝાપુરમાં 54.25 ટકા, સલેમપુરમાં 54.58 ટકા મતદાન થયું છે.

યુપીમાં સાત તબક્કામાં મતદાનની ટકાવારી કેટલી રહી?

ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન તમામની નજર મતદાનની ટકાવારી પર ટકેલી હતી. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં 61.11 ટકા, બીજા તબક્કામાં 55.19 ટકા, ત્રીજા તબક્કામાં 57.55 ટકા, ચોથા તબક્કામાં 58.22 ટકા, પાંચમાં તબક્કામાં 58.02 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.37 ટકા મતદાન થયું હતું. સાતમા તબક્કાના મતદાનની સ્પષ્ટ ટકાવારી હજુ જાણી શકાઈ નથી.

આ પણ વાંચો: Gujarat Elections Exit Poll Results 2024 : ભાજપનો ગુજરાત ‘ગઢ’, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનો ફરી સફાયો

Published On - 8:09 pm, Sat, 1 June 24