
લોકસભા ચૂંટણીના પરિણામો આજે એટલે કે મંગળવારે જાહેર થવાના છે. ચૂંટણી પંચે મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણીની શરૂઆત 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન સાથે થઈ હતી અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થયું હતું. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આજે લોકસભા ચૂંટણીની મતગણતરીની સાથેસાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.
દેશભરના રાજ્યમાં 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરીના વલણ મુખ્યત્વે 12થી 2માં સામે આવી જશે. જેના આધારે એ સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કયા પક્ષની સરકાર બનવા જઈ રહી છે. જો કે, મતગણતરીના સત્તાવાર મોડી સાંજ સુધીમાં સામે આવશે. જ્યા બહુ ઓછા માર્જીનથી હારજીત થશે ત્યા વિરોધી ઉમેદવાર દ્વારા ફેર ગણતરીની માંગણી કરવામાં આવતી હોય છે. જો કે આ માંગણી સ્વીકારવી કે નહી તે રિટર્નીગ ઓફિસર નક્કી કરતા હોય છે. કેટલાક પેચીદા સહિતના અનેક કિસ્સામાં ચૂંટણી પંચનું પણ માર્ગદર્શન લેવામાં આવે છે.
નવસારી લોકસભા બેઠક ગણતરી પૂર્ણ થઈ છે. ભાજપ ઉમેદવાર CR પાટીલ ને 9,69,036 મતો મળ્યા, કૉંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈને 2,50,894 મતો મળ્યા, ભાજપની 7,18,142ની લીડ થી જીત થઈ છે. ભાજપને 76 ટકા મતો મળ્યા. જ્યારે કોંગ્રેસને 19.39 ટકા મતો મળ્યા. નોટાને 18900 મતો મળ્યા. અન્યને 3.63 ટકા મતો મળ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી. સી આર પાટીલે કહ્યુ કે લોકસભા ની ચૂંટણી ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે પુરી થઈ છે એના માટે હું ગુજરાત ની જનતા ની આભાર માનું છું.ગુજરાત માં અમારી મહેનત ઓછી પડી હશે. જાણે અજાણે અમારા થી કોઇ ભૂલ થઈ હશે, જેના કારણે અમે એક બેઠક ગુમાવી છે, જેનું અમને દુઃખ છે.
અમે આ બેઠક પર હાર સ્વીકારીએ છીએ. અમારી ભૂલ સુધારવાનો પ્રયાસ કરીશું.
ક્યાંક કોઇ કચાશ ના કારણે 1 સીટ નથી આવી, અમારી ભૂલ સુધારવાનો પ્રયાસ કરીશું: સી .આર .પાટીલ | TV9Gujarati#bjp #crpatil#resultsontv9 #loksabhaelection2024 #loksabhaelectionresult2024 #gujarat #tv9gujarati pic.twitter.com/3HiBzWxqDR
— Tv9 Gujarati (@tv9gujarati) June 4, 2024
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસના ચંદનજી ઠાકોરની 20 હજાર મતથી હાર થઇ છે. ચંદનજી ઠાકોરે રી -કાઉન્ટિંગની માગ કરી છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તે અનંતનાગથી ચૂંટણી લડી રહી હતી.
કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક પર રસાકસીભરી જીત મેળવી છે. શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરને અભિનંદન આપ્યા. છેલ્લે ૨૦૦૯ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લોકસભામાં જીત્યા હતા.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા | TV9Gujarati#genibenthakor #resultsontv9 #loksabhaelection2024 #loksabhaelectionresult2024 #gujarat #tv9gujarati pic.twitter.com/CBNIrswI1Z
— Tv9 Gujarati (@tv9gujarati) June 4, 2024
લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે PM નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.
પંચમહાલ બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ વિજેતા જાહેર થયા છે. વડોદરા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશીની જીત, સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ શિહોરાની જીત, ભાવનગરથી ભાજપના નિમુબેન બાંભણિયાની જીત થઇ છે.
કિશોરી લાલ શર્માની અત્યાર સુધીની મતગણતરીમાં મળેલ મોટી લીડ વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કિશોરી લાલ શર્માને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, મને પહેલાથી જ વિશ્વાસ હતો કે તમે જીતશો.
किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024
ગુજરાતની 10 થી વધુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.
Gujarat Lok Sabha Election Result 2024 : બનાસકાંઠા લોકસભા સીટ માટે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન 3110 મતથી આગળ ચાલી રહ્યા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 2.7 લાખ મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા 1,87,153 હજાર મતોથી આગળ છે. આ બેઠક પરથી મત ગણતરીના 15 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી 4,51,253 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 14 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Valsad Constituency Election Result 2024: વલસાડ બેઠક પર ભગવો લહેરાયો, ભાજપ ઉમેદવાર ધવલભાઇ પટેલની જીત
Gujarat Lok Sabha Election Result 2024 : બારડોલી લોકસભા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત થઈ છે. અંદાજિત બે લાખથી વધુ મતે જીત નિશ્ચિત થતાં કોંગ્રેસએ મેદાન છોડ્યું. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવ એ જીત નિશ્ચિત થતાં નિવેદન આપ્યું છે.
Gujarat Lok Sabha Election Result 2024 : પંચમહાલ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાધવ 377524 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. પંચમહાલમાં ભાજપની જીત નિશ્ચિત છે.
Vadodara Constituency Election Result 2024: વડોદરામાં 14માં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી 4,26,178 મતોથી આગળ
Navsari Constituency Election Result 2024 : નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ વિજેતા થયા છે. નવસારી બેઠક પર આગળ
Kutch Constituency Election Result 2024: કચ્છ લોકસભામાં ભાજપના વિનોદ ચાવડાની 1.75 લાખની લીડ
Jamnagar Constituency Election Result 2024: પૂનમબેન માડમ પોણા બે લાખથી વધુની લીડથી આગળ, જામનગર બેઠક પર પૂનમબેન માડમ જીત નિશ્ચિત
Gujarat Lok Sabha Election Result 2024 : અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 2,27,839 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 14 રાઉન્ડ પુરા થઈ ગયા છે. અમરેલીથી ભરત સુતરીયાની જીત નિશ્ચિત છે.
Sabarkantha Constituency Election Results 2024 : સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર શોભના બારૈયા 1,11,000 મતથી આગળ.
Porbandar by election 2024 : પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડીયાની ઐતિહાસિક જીત, 1.17 થી વધુ મત મેળવી જીત હાસિલ કરી
Gujarat Lok Sabha Election Result 2024 : જામનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1,80,103 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 04 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Mehsana Constituency Election Result 2024 : મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ વિજેતા થયા છે. મહેસાણામાં લોકસભા બેઠક પરથી ભાજપે હીરા ભાઈ પટેલે સામે કોંગ્રેસ પાર્ટીમાંથી રામજી ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા. મહેસાણા લોકસભા બેઠકમાં 59.86 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે.
Gandhinagar Constituency Election Results 2024 : ભાજપ ઉમેદવાર અમિત શાહ 6.60 લાખ મતથી આગળ.કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ સામે ભાજપ ઉમેદવાર વચ્ચે ચૂંટણીની જંગ
Rajkot Constituency Election Result 2024: રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર રૂપાલાની 3 લાખ 31 હજાર મતોની લીડથી આગળ
Dahod Constituency Election Result 2024: દાહોદમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 1,93,430 મતોથી આગળ
મહેસાણા : વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી મત ગણતરી કેન્દ્ર પરથી રવાના થયા છે.
Kheda Constituency Election Result 2024: ખેડા બેઠક પર 19 મતરાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,14,165 મતથી આગળ
Banaskantha Constituency Election Result 2024 : બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 149 મતથી આગળ. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી સામે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે જંગ
Gujarat Lok Sabha Election Result 2024 : જામનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1,71,881 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 04 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Bardoli Constituency Election Result 2024 : 12માં રાઉન્ડ પછી બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 1,24,415 મતથી આગળ ચાલી રહ્યુ છે.
Diu-daman seat Constituency Election Result 2024: દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત
Gujarat Lok Sabha Election Result 2024 : નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સી આર પાટીલ 4,26, 731 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : મહેસાણા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 2,33,598 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 08 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Vadodara Constituency Election Result 2024: વડોદરામાં 12માં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી 373441 મતથી આગળ.
Surendranagar Constituency Election Result 2024: 13 રાઉન્ડ પછી સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઇ શિહોરા 150704 મતની આગળ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : આણંદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ 3,42,321 મતથી આગળ ચાલી રહ્યા છે. 52,006 લીડથી ભાજપ આગળ, અમિત ચાવડાને 2,90,315 મત મળ્યા
Gujarat Lok Sabha Election Result 2024 : અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 2 લાખ 25 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર 9 રાઉન્ડના અંતે આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : પંચમહાલ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાધવ 3,50,358 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. પંચમહાલમાં ભાજપની જીત નિશ્ચિત છે.
Vadodara Loksabha Election Results 2024 : વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી 3,58,357 મતથી આગળ ચાલી રહ્યો છે. વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી સામે કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે.
Bharuch Constituency Election Result 2024: ભરૂચમાં 16 માં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 84,031 મતોથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : જામનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1,57,407 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 04 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Anand Constituency Election Result 2024: આણંદમાં ભાજપ ઉમેદવાર મિતેષ પટેલ 54,631 મતોથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ 5,28,111 મત મળ્યા
Gujarat Lok Sabha Election Result 2024 : મહેસાણા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 2,14,621 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 08 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
પોરબંદર વિધાનસભામાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયા 97,280 મત થી આગળ.પોરબંદર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સામે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરા વચ્ચે ચૂંટણીનો જંગ છે.
Vadodara Constituency Election Result 2024: વડોદરામાં 11માં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી 5,14,755 મત જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જસપાલ સિંહ પઢિયાર 1,74,342 મત મળ્યા છે આ સાથે 3,40,413 મતોથી ભાજપ ઉમેદવાર આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 2,26,061 મતથી આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 13 રાઉન્ડ પૂર્ણ
Gujarat Lok Sabha Election Result 2024 : નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સી આર પાટીલ 3,84,840 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતમાં 10 બેઠકો પર ભાજપની 2 લાખથી વધુની લીડ છે. ગાંધીનગર , નવસારી , ખેડા , પોરબંદર ,રાજકોટ સહિતની બેઠકો પર ભાજપની 2 લાખથી વધુની લીડ છે.
Surendranagar Constituency Election Result 2024: સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર 12માં રાઉન્ડના અંતે ચંદુભાઇ શિહોરા 1,39,825 મતની લીડમાં
Gujarat Lok Sabha Election Result 2024 : આણંદ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 58,059 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 04 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Kheda Constituency Election Result 2024: ખેડામાં 14 રાઉન્ડના અંતે ભાજપ દેવુસિંહ ચૌહાણ 2,68,720 મતોથી આગળ
વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં 13 રાઉન્ડ પછી ભાજપના સી જે ચાવડા 39405 મતોથી આગળ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 1 લાખ 94 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. અમરેલીમાં મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ
Gujarat Lok Sabha Election Result 2024 : બારડોલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 1,14,730 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 11 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Dahod Constituency Election Result 2024: દાહોદમાં ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 1,77,484 મતોથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : પંચમહાલ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાધવ 3,40,506 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. પંચમહાલમાં ભાજપની જીત નિશ્ચિત છે.
Gujarat Lok Sabha Election Result 2024 : અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 209116 મતથી આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 12 રાઉન્ડ પૂર્ણ
Ahmedabad East Constituency Election Result 2024: અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ આઠ રાઉન્ડનાં અંતે 2 લાખ 12 હજાર મતથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : રાજકોટ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 3 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટ બેઠક પર ભાજપની લીડ 3 લાખે પહોંચી
Gujarat Lok Sabha Election Result 2024 : પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 2,62,643 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરીના 12 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Surendranagar Constituency Election Result 2024: સુરેન્દ્રનગર ભાજપ ચંદુભાઇ શિહોરા 11 માં રાઉન્ડ ના અંતે 1,24,618 મતની આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ 4 લાખ 57 હજાર 094 મત મળ્યા 3,55,414 મતથી સી. આર.પાટીલ લીડથી આગળ.
Gujarat Lok Sabha Election Result 2024 : જામનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1,51,707 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 04 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Gandhinagar Constituency Election Results 2024 : 14 રાઉન્ડ પછી ભાજપ ઉમેદવાર અમિત શાહ 5.87 લાખ મતથી આગળ.કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ સામે ભાજપ ઉમેદવાર વચ્ચે ચૂંટણીની જંગ
Gujarat Lok Sabha Election Result 2024 : બારડોલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 1,03,684 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 10 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Sabarkantha Constituency Election Results 2024 : સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર શોભના બારૈયા 74,019 મતથી આગળ. કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી સામે ભાજપ ઉમેદવાર શોભના બારૈયા વચ્ચે જંગ છે.
Mahesana Constituency Election Result 2024: મહેસાણામાં 9 રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ 2 લાખ મતોથી આગળ
Banaskantha Constituency Election Result 2024 : બનાસકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી 704 મતથી આગળ. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી સામે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે જંગ
Gujarat Lok Sabha Election Result 2024 : પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 3,73,623 મતથી આગળ ચાલી રહ્યા છે. મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ
Patan Constituency Election Result 2024: પાટણમાં 7 રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટક્કર મારીને કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 15,612 મતોથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 2,11,537 મતથી આગળ ચાલી રહ્યા છે. મતગણતરીના 9 રાઉન્ડ પૂર્ણ
Chhota udaipur Constituency Election Result 2024: છોટાઉદેયપુરમાં ભાજપ ઉમેદવાર જશુ રાઠવા 11માં રાઉન્ડ બાદ 2,47,713 મતોથી આગળ
Bharuch Constituency Election Results 2024 : 14 મા રાઉન્ડ પછી ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 59,279 મતથી આગળ ચાલી રહી છે. જ્યારે આપ ઉમેદવાર ચૈતર વસાવા પાછળ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 87,000 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
વાઘોડિયા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર 53 હજાર મતથી આગળ છે.
Anand Constituency Election Result 2024 : આંણદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને 2,59,015 મતો મળ્યા જ્યારે અમિત ચાવડા 2,27,322 મતો મળ્યા આથી ભાજપ ઉમેદવાર 31,693 ભાજપથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : ભાવનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા 1,76,063 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 05 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી 385360 મતથી આગળ ચાલી રહ્યા છે. 10મા રાઉન્ડના અંતે 280275 વોટથી હેમાંગ જોશી આગળ
પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયા 75,792 મતથી આગળ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 1,92,496 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરીના 02 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Panchmahal Constituency Election Results 2024 : પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ 2,82,010 મતથી આગળ. ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ સામે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણીની જંગ છે.
Valsad-Dang Constituency Election Result 2024 : વલસાડ-ડાંગ બેઠકમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ 1,67,437 મતથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 83,000 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Patan Constituency Election Result 2024 : પાટણ બેઠક પર સાત રાઉન્ડ પછી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 15,612 મતથી આગળ
Navsari Constituency Election Result 2024 : નવસારીમાં 6 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ 2,66,924 મતોથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા 95,276 હજાર મતોથી આગળ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 1,58,985 મતથી આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 10 રાઉન્ડ પૂર્ણ
Manavadar By Election Results 2024 : માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણી 17000 મતથી આગળ છે.
Panchmahal Constituency Election Result 2024 :પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિહં જાધવ 2,74,894 મતોથી આગળ
Gujarat Lok Sabha Election Result 2024 : કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 70,000 હજાર મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : વલસાડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,53,031 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
Gujarat Lok Sabha Election Result 2024 : રાજકોટ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 2.50 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટ બેઠક પર ભાજપની લીડ 2.50 લાખ પહોંચી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રૂપાલાને અભિનંદન આપ્યા.
Chhota Udepur Constituency Election Result 2024 : છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા 278460મતથી આગળ. ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા સામે કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા વચ્ચે ચૂંટણીની જંગ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 50,000 મતથી આગળ ચાલી રહ્યા છે.
Gandhinagar Loksabha Election Results 2024 : અમિત શાહે ગાંધીનગર બેઠક પર 5 લાખની લીડથી આગળ. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અમિત શાહ સામે કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ વચ્ચે ચૂંટણીની જંગ
Gujarat Lok Sabha Election Result 2024 : વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી 385360 મતથી આગળ ચાલી રહ્યા છે. 271711 વોટથી આગળ. કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર 113649 મત (પાછળ)
Published On - 6:48 am, Tue, 4 June 24