લોકસભાના ત્રીજા તબક્કામાં 7 મે એટલે કે આજે દેશની 93 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.આ લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. ત્રીજા તબક્કા માટે 12મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે. આજે યોજાનારા મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર : લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, સવારથી શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું છે. મોડી રાત્રે 12 વાગે મતદાનની ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં સો ટકા મતદાન થયું હતું. બાણેજ બુથમાં છે માત્ર એક જ મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયું. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.
પંચમહાલ : લોકસભા બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પંચમહાલ લોકસભા બેઠક ઉપર અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
“”રાજકોટનુ રણમેદાન””
લોકશાહીને “લુણો” લગાડનારા
તો કે દિ ના લાગી પડ્યા છે..,હવે..,
લોકશાહીની “લાજ” રાખનારા
છેલ્લી કલાકે જાગી જાજો..!#સ્વાભિમાન_યુધ્ધ— Paresh Dhanani (@paresh_dhanani) May 7, 2024
(Credit Source : @paresh_dhanani)
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો.
#WATCH मध्य प्रदेश: केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने लोकसभा चुनाव के लिए ग्वालियर में मतदान किया।#LokSabhaElections2024 pic.twitter.com/RC7VTRY7ha
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
(Credit Source : @AHindinews)
લોકસભા ચૂંટણીના સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી 60.19 હતી. જેમાં આસામ – 74.86, બિહાર – 56.01, છત્તીસગઢ – 66.87, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 65.23, ગોવા – 72.52, ગુજરાત – 55.26, કર્ણાટક – 66.65. મધ્યપ્રદેશ – 62.28 ટકા, મહારાષ્ટ્ર – 53.40, ઉત્તર પ્રદેશ – 55.13 અને પશ્ચિમ બંગાળ 73.93 ટકા રહ્યું છે.
સાંગોલા તાલુકામાં એક મતદારે પોતાની સાથે લાવેલું પેટ્રોલ નાખીને વોટિંગ મશીનને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. હાજર રહેલા અધિકારીઓએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
Pandharpur: EVM Machine tried to burn in Sangola | Maharashtra | TV9Gujarati#pandharpur #sangola #evmmachine #maharashtra #tv9gujarati pic.twitter.com/8XjlScw4cP
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
(Credit Source : @tv9gujarati)
બપોરે 3 વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું, જ્યાં 42.63 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 63.11 ટકા મતદાન નોંધાયું હતું.
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આસામમાં બપોરે 3 વાગ્યા સુધી 63.08, બિહાર – 46.69, છત્તીસગઢ – 58.19, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 52.43, ગોવા – 61.39, ગુજરાત – 47.03, કર્ણાટક – 54.20, મધ્યપ્રદેશ – 54.09, મહારાષ્ટ્ર -42.63 ટકા, ઉત્તર પ્રદેશમાં – 46.78 અને પશ્ચિમ બંગાળમાં 63.11 ટકા મતદાન થયું છે.
બિહારમાં રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિ કુમાર પારસ અને સમસ્તીપુરના સાંસદ અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના નેતા પ્રિન્સ રાજે ખગડિયામાં મતદાન કર્યું હતું.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આસામમાં દરેક વય જૂથના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. આસામના લોકોએ છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ જોયો છે. અમે તેને ચાલુ રાખવા માંગીએ છીએ.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બારપેટા સંસદીય મત વિસ્તારમાં મતદાન કર્યું. બારપેટમાં NDAએ કોંગ્રેસના દીપ બયાન સામે અસમ ગણ પરિષદ (AJP)ના ઉમેદવાર ફણી ભૂષણ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
#WATCH | Union Minister Anurag Thakur says, “Those who are raising slogans of ‘vote jihad’ are supported by people doing ‘jihad’ from Pakistan. They talk of ‘vote jihad’ against PM Narendra Modi and BJP. I want to appeal to the people of the country to answer them through their… pic.twitter.com/4A52wDai9t
— ANI (@ANI) May 7, 2024
(Credit Source : @ANI)
બનાસકાંઠા : ડીસાના વોર્ડ નંબર 2ના સદસ્યનો મતદાન કરરાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીસામાં 41 ડિગ્રી ગરમી વચ્ચે મતદારોને રીઝવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. ઘરે-ઘરે ફરીને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઢોલ નગારા સાથે લોકોના ઘરે પહોંચીને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.
સાબરકાંઠાઃ ગ્રામ્ય અને શહેરી સહિત અનેક વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવગઢ અને પાણપુર વિસ્તારમાં મતદાન કરવા લાંબી કતારો લાગી છે.
ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન. ભારતી શિયાળ પરિવાર સાથે પોતાના વતન મથાવડા પહોંચ્યા હતા. મથાવડા ખાતે પરિવાર સાથે ભારતીબેન શિયાળે મતદાન કર્યું. મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
સમગ્ર દેશમાં 1 વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કામાં સરેરાશ 40 ટકા મતદાન નોંધાયુ છે. ગોવા અને પશ્ચિમ બંગાળમાં 49 ટકા કરતા વધુ મતદાન નોંધાયુ છે.
બનાસકાંઠાના અંબાજી પંથકમાં વાતાવરણમાં મતદાન વચ્ચે એકાએક પલટો આવ્યો છે. ગરમીની આગાહી વચ્ચે થઇ વરસાદની પધરામણી થઇ છે. હળવા વરસાદની શરૂઆત થઇ છે. હાલ તબક્કે પડેલો વરસાદ બફારામાં પરિવર્તિત થવાની શક્યતા છે.
#Banaskantha મતદાન વચ્ચે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો
#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/1Qg2N0EnhS
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ વડોદરામાં મતદાન કર્યુ. અકોટામાં મતદાન કેન્દ્ર પર મતાધિકારનો ઉપયોગ કર્યો. કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન કર્યું હતુ.
વધુમાં વધુ મતદાન કરવા વડોદરાવાસીઓને અપીલ કરી છે.
છત્તીસગઢના સેમલી, બલરામપુરમાં એક જ પરિવારની પાંચ પેઢીઓએ એકસાથે મતદાન કર્યું હતું.
छत्तीसगढ़ के बलरामपुर के सेमली में एक मतदान केंद्र पर एक ही परिवार की पांच पीढ़ियों ने एक साथ मतदान किया।#LokSabhaElections2024 pic.twitter.com/zqbd7Rk3lV
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલે મતદાન કર્યુ. આ પ્રસંગે તેમણે લેઉવા પાટીદાર સમાજની વાયરલ પત્રિકા પર મોટું નિવેદન આપ્યુ. કહ્યુ- પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી. ખોડલધામ એક સામાજિક સંસ્થા છે, રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી.
Naresh patel cast his vote & said on viral patrika khodaldham has nothig to do | TV9Gujarati#nareshpatel #voting #loksabhaelections2024 #gujarat #tv9gujarati pic.twitter.com/oCs6YRCEs1
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
બનાસકાંઠાના પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ થઇ રહ્યો છે. વહેલી સવારથી એકપણ મતદાતાએ મત આપ્યો નથી. ગ્રામ પંચાયત વિભાજન અને રોડના કામનો વિરોધ હોવાથી મતદાન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાત લોકસભા ચૂંટણીનું 37.83 % મતદાન નોંધાયુ છે. બનાસકાંઠા-વલસાડમાં 45 % થી વધુ મતદાન નોંધાયુ છે.
Phase 3 #LokSabhaElection2024 : Voter turnout recorded till 1:00 PM across #Gujarat . pic.twitter.com/UrSlSr98Hq
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
આજે બપોરના 1 વાગ્યા સુધીમાં, ગુજરાતમાં સરેરાશ કુલ 37.83 % મતદાન થવા પામ્યું છે. જેમાં બનાસકાંઠા અને વલસાડમાં 45 ટકાથી વઘુ મતદાન થવા પામ્યું છે. પોરબંદરમાં 30.80 ટકા, અમરેલીમાં 31.48 ટકા મતદાન થવા પામ્યું છે.
બોટાદમાં AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કર્યું મતદાન.પરિવાર સાથે ઉમેશ મકવાણાએ મતદાન કર્યું. જંગી લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી અને ઈન્ડી ગઠબંધનની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે મતદાન કર્યું હતું. તો લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પોતાના વતન બોરડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. આ તરફ પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ કચ્છના તેમના ગામ ટપ્પરની શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ મોરબીમાં પત્ની અને દીકરી સાથે મતદાનના “મહાપર્વ”માં ભાગ લીધો હતો. તો મૂળ નવસારીના બોલીવુડ, ટેલીવુડના કલાકાર એવાં હર્ષ રાજપૂત પણ મતદાન કરવા મુંબઈથી નવસારી આવ્યા હતા અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
વડોદરામાં રાજવી પરિવારે મતદાન કર્યુ છે. મહારાજા અને રાજમાતાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. સમરજીતસિંહ ગાયકવાડ, શુભાંગીનીદેવીએ મતદાન કર્યુ. વડોદરાના લોકોને વધુને વધુ મતદાનની અપીલ કરી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજે સામૂહિક મતદાન કર્યુ છે. રૂપાલાના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના મતદારોએ મતદાન કર્યુ છે. એકમાત્ર રૂપાલાને ધ્યાનમાં રાખી મતદાન કર્યું હોવાનો ક્ષત્રિયોનો દાવો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના મતદાન બાદ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં આવતા વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી. તેઓ વેજલપુર વિધાન સભાના મતદાન મથકની પણ મુલાકાત લેશે.
Amit shah visit polling booth at vejalpur, kameshwar school | loksabha elections2024 | TV9Gujarati#amitshah #loksabhaelections2024 #vejalpur #poolingbooth #gujarat #tv9gujarati pic.twitter.com/XOjlJVbFHk
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પોતાના વતન મહેસાણાના કડી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ છે.
#mehsana પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પોતાના વતન કડી ખાતે પરિવાર સાથે કર્યું મતદાન
#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/WrmNN1t79X
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના પિરામણ ગામમાં મતદાન કર્યું. કોંગ્રેસના વિજય માટે તેમણે આશા વ્યક્ત કરી હતી. મતદાન પહેલા પિતા અહેમદ પટેલની કબર પર ફાતિયા પઢ્યા હતા.
Congress leader Mumtaz Patel casts her vote at a polling booth in #Bharuch.
BJP’s sitting MP Mansukhbhai Vasava is contesting against Aam Aadmi Party’s Chaitar Vasava. #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/KySUs5ndGm
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
ખેડા જિલ્લાના નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યુ છે. બંને હાથ ન હોવા છતાં પગથી મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
#kheda નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યું
#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/cXfYRNiMs2
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
વલસાડના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મતદાન કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા બનાવેલ અનોખું મતદાન મથક ઉપર જઈ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ ઉમરગામની જનતાને મતદાનની અપીલ કરી છે. ઉમરગામ તેમજ વલસાડ જિલ્લાની જનતાએ વધુથી વધુ મત કરે તેવી અપીલ કરી છે.
ગેરરીતિ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ કરી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ગેરરીતિની ફરિયાદ કરી છે. ભાજપના કોર્પોરેટર ધાક ધમકી આપી મત આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ થયો છે. મણીનગરના 231 અને 232 બૂથમાં ગેરરીતિની ફરિયાદ થઇ છે.
જૂનાગઢમાં ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદેશ સાથે મતદાન બુથ બનાવાયુ. ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે મોડેલ બુથ બનાવાયું. આર જે કનેરિયા ખાતે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે શપથ અને સહી ઝુંબેશનું પણ આયોજન કરાયુ. ઇકો સેન્સટિવ ઝોન તરીકે ગિરનાર અભયારણ્યને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયુ.
#junagadhloksabha ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે બનાવાયું મોડેલ બુથ
#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/jIPZb4qTzS
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
અમરેલીના જેસરના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈ અત્યાર સુધી જીરો ટકા મતદાન નોંધાયું છે. રબારીકા ગામમાં રોડ રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માગ હતી. સૌની યોજનાનું પાણીની માગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માગ કરાઇ.
અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા સમજાવટનો પ્રયાસ થઇ રહ્યો છે.
#Amreli જેસરના રબારીકા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, ઝીરો ટકા મતદાન નોંધાયું
#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/n4sCDmOTks
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
અમદાવાદમાં મતદારોને મતબુથ સુધી લાવવા નરોડાની સોસાયટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 100 અલગ અલગ વેરાયટીના ભજીયા તૈયાર કરાયા છે.
મતદાનનું નિશાન બતાવનારને વિનામૂલ્યે અવનવા ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચાઈનીઝ ભજીયા, કમળ કાકડીના ભજીયા, રીંગણ, પનીર, ચીઝ, પાલક, કાકડી, કેરી, ફુલાવર, કેળાના ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
To encourage voting over 100 types of Bhajiyas are prepared in #Ahmedabad for voters #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/PhgPg787p6
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ગોહિલ ભડકયા હતા. ભાજપના ચિન્હવાળી પેન લઈને બેઠેલા પ્રિ સાઈડિંગ ઓફિસર પર શક્તિ સિંહ રોષે ભરાયા હતા. ઇલેક્શન કમિશનને તેમણે નોંધ લેવા કહ્યું હતુ.
દેશભરમાં ત્રીજા તબક્કાનું 11 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 25.41 ટકા નોંધાયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.82 ટકા છે.
Phase 3 #LokSabhaElection2024 : Voter turnout recorded till 11:00 AM across #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/rbTbZznWu7
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મતદાન કર્યુ.
#WATCH अहमदाबाद, गुजरात: #LokSabhaElections2024 के तीसरे चरण में अडानी ग्रुप के चेयरमैन गौतम अडानी ने अपना वोट डाला। pic.twitter.com/CKMUDXDxAq
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
અરવલ્લીના મોડાસામાં કે એન શાહ સ્કૂલના 181 મતદાન બુથ પર પોલીસ અને મતદારો વચ્ચે બબાલ થઇ છે. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ ફેલાયો છે. કેટલાક શખ્સો બુથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ હોબાળો થયો. એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચકયો હતો. મામલો બીચકતા પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક ઝરી હતી.
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન થયુ છે.
Phase 3 #LokSabhaElection2024 : Voter turnout recorded till 11:00 AM across #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/rbTbZznWu7
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
રાજકોટના ધોરાજીમાં લોકોએ બેન્ડ બાજા સાથે ગરબા રમીને મતદાન કર્યું. ધોરાજી ખાતે લોકસભાનું મતદાન યોજાયું છે ત્યારે વિસ્તારના લોકોમાં મતદાન પર્વને લઈને દ્વારા અનરો આનંદ જોવા મળ્યો હતો. મહિલાઓ તથા પુરુષો દ્વારા બેન્ડવાજા સાથે ગરબા રમી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.
#rajkot ધોરાજીમાં લોકોએ બેન્ડ બાજા સાથે ગરબા રમીને મતદાન કર્યું
#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/xzJx2ml7Jy
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
દાહોદમાં ધાનપુર ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. વરરાજાએ લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કર્યું. ગરબાડા વિધાનસભામાં મતદાન વરરાજા કરવા પહોંચ્યા હતા.
#dahod માં ધાનપુર ગામે લગ્નના તાંતણે બંધાતા પહેલા વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો #Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/A103QP2Cl0
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
દિલ્હીના LG વી કે સક્સેના મતદાન કરવા માટે ખાસ ગુજરાત પહોંચ્યા હતા. તેમણે અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
#WATCH अहमदाबाद, गुजरात: वोट डालने के बाद दिल्ली के एलजी वीके सक्सेना ने कहा, “मैं दिल्ली से यहां वोट डालने आया हूं। देश के अनेक भाव में एक पर्व जैसा माहौल है… वोटिंग हमारा अधिकार है और जब हम वेट नहीं करते हैं तब उस वक्त ऐसे लोग चुन कर आ जाते हैं जो देश को कमज़ोर भी कर सकते… https://t.co/osfxqA7KDu pic.twitter.com/ULTbZYiWGv
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા આજે લોકશાહીના પર્વ એટલે કે મતદાનના કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. તેઓ વોટ નહીં આપી શકે. સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી તેઓ મતદાન નહીં કરી શકે. શિક્ષણમંત્રી સરથાણા વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. મતદાન બુથ પર લોકોને અગવડતા ન પડે તે માટે સૂચન કર્યુ હતુ.
હવામાન વિભાગે અમદાવાદમાં આજે યલો એલર્ટ આપ્યુ છે. આકરી ગરમી વચ્ચે પણ અમદાવાદમાં મતદાન ચાલી રહ્યુ છે.
Yellow Alert in #Ahmedabad: Voters step out to cast their vote, visuals from a polling booth #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/4EENuBEY9R
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વતન રાધનપુર તાલુકાના વડનગર ગામેથી તેમણે મતદાન કર્યુ છે. દેશના વિકાસ માટે મતદાન કરવા તેમણે મતદારોને અપીલ કરી છે.
#Banaskantha ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું મતદાન#Gujarat #LokSabhaElections2024 #Gujaratelection2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/YHIbsVzhWZ
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રાજકોટથી અમરેલી રૂપાલાને મળવા જતી વખતે તબિયત ખરાબ થઇ ગઇ. રામ મોકરિયાને આટકોટની કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમરેલીથી રૂપાલાએ હોસ્પિટલ આવી રામ મોકરિયાના ખબર અંતર પૂછ્યા.
MP Rambhai Mokariya’s health deteriorates amidst ongoing voting in #Rajkot
He was to chair a meeting with Parshottam Rupala #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/7FwM8P93Lm
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
#WATCH कर्नाटक: कांग्रेस अध्यक्ष मल्लिकार्जु खरगे अपनी पत्नी राधाबाई खरगे के साथ कलबुर्गी के कीर्ति प्राथमिक विद्यालय मतदान केंद्र में लोकसभा चुनाव 2024 के तीसरे चरण में वोट डाला। #LokSabhaElections2024 pic.twitter.com/KIysHnpGpw
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
કથાકાર મોરારી બાપુએ ભાવનગરના મતદાન મથકમાં મતદાન કર્યુ.
Spiritual leader Morari Bapu casts his vote at a polling booth in #Bhavnagar #LokSabhaElections2024 #GujaratLokSabhaElections2024 #Gujarat #TV9News pic.twitter.com/oQlrpMDBbW
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
વિશ્વ ઉમિયા ફાઉન્ડશન દ્વારા સામૂહિક મતદાન કરવામાં આવ્યુ છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા કન્સેપ્ટ સાથે પરિવારજનો અને મિત્રો સાથે મતદાન કર્યુ. 100થી વધુ લોકોએ એક સાથે મતદાન કર્યુ છે.
લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી ત્યારે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યુ છે. સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં કર્યું મતદાન,ભાજપ જંગી મતોથી ચૂંટણી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ભાવનગરના આંબેડકર ભવન ખાતે જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. પોતાના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે મતદાન કર્યું. જીતુ વાઘાણી પૂર્વ શિક્ષણ પ્રધાન છે.
ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ મતદાન ચાલી રહ્યુ છે. જાણે કયા જિલ્લામાં કેટલુ મતદાન છે.
GFX: Know the temperature in different parts of #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/21W0Aag02W
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
ખેડાના ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે મતદાન કર્યુનડિયાદની વીકેવી રોડ પર આવેલી શાળા નંબર એકમાં તેમણે મતદાન કર્યુ. દેવુંસિંહ ચૌહાણ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
રાજકોટમાં ભાજપ તરફી મતદાન કરતો વિડીયો વાયરલ થયો છે. મતદાન મથક પર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતા વીડિયો વાયરલ થયો છે.
Video of voter voting BJP goes viral in #Rajkot #LokSabhaElections2024 #Gujarat #TV9News pic.twitter.com/Ak7zVB5bG0
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો પરંપરાગત પોશાક સાથે મતદાનમથકે પહોંચ્યા હતા.
#Kshatriya community voters gather to cast their vote for #LokSabhaElections2024 #Rajkot #Gujarat #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/HsHsiU0T6z
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
ત્રીજા તબક્કામાં દેશભરમાં 9 વાગ્યા સુધીમાં 10.57 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 14.60 ટકા મતદાન નોંધાયુ છે.
10.57% turnout till 9 am for phase 3 of #LokSabhaElections2024
Assam 10.12%
Bihar 10.03%
Chhattisgarh 13.24%
Dadra & Nagar Haveli And Daman & Diu 10.13%
Goa 12.35%
Gujarat 9.87%
Karnataka 9.45%
Madhya Pradesh 14.22%
Maharashtra 6.64%
Uttar Pradesh 11.63%
West… pic.twitter.com/aCmJNG44Fv— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
આણંદના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યુ. આંકલાવની પ્રાથમિક શાળામાં પત્ની સાથે મત આપ્યો. મતદાન બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#Anand લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યુ#Gujarat #LokSabhaElections2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/0J9XrQeHik
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
ભરૂચમાં મતદાન મથકમાં નિયમોને નેવે મુકાયા. મતદાન મથક પર મતદાન કરતો ફોટો વાયરલ થયા છે. યુવકે મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મતદાન મથકમાં મોબાઈલ લઇ જવાની મનાઈનો નિયમ નેવે મૂકાયો છે. યુવાને મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે.
ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણીમાં 9.27 ટકા મતદાન થયુ છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન થયુ છે.
Phase 3 #LokSabhaElection2024 : Voter turnout recorded till 9:30 AM across #Gujarat . pic.twitter.com/Ql7Pf4Wu0X
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે જણાવ્યું હતું કે, “હું દેશ અને ગુજરાતના તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરવા માંગુ છું.
#WATCH अहमदाबाद (गुजरात): केंद्रीय गृह मंत्री और गांधीनगर लोकसभा सीट से भाजपा उम्मीदवार अमित शाह ने कहा, “मैं देश और गुजरात के सभी मतदाताओं से अनुरोध करना चाहता हूं कि आप बढ़चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा लें। आप ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, आत्मनिर्भर भारत… https://t.co/QJeld35iRf pic.twitter.com/5dvVO34mI0
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું. દર્શના દેશમુખએ કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જે લોકોને મતદાનનો હક્ક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ.
અલ્પેશ ઠાકોરે રાણીપની એ જે વિદ્યાલયમાં મતદાન કર્યું.
ભરૂચના આલિયાબેટ ગામે મતદાન શરૂ થયું છે. આલિયાબેટ દેશનું એકમાત્ર કન્ટેનર બુથ છે. આલિયાબેટ ગામે લોકસભાનું મતદાન પ્રથમ વાર થઈ રહ્યું છે. મતદાનના પગલે 254 મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સો ટકા મતદાનની તંત્રએ ખાતરી આપી હતી.
જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ત્રીજા તબક્કાના મતદાન માટે પંડિત દીનદયાળ વિદ્યા ભવન ખાતે મતદાન મથક નંબર 122 ખાતે મતદાન કર્યું.
BJP MLA from #Jamnagar, Rivaba Jadeja casts her vote at polling station number 122, Pandit Deendayal Vidya Bhawan for the third phase of #LokSabhaElection2024
Congress has fielded JP Maraviya from the #Jamnagar #LokSabhaElection2024 seat and BJP has fielded Poonamben Maadam.… pic.twitter.com/XM9JqO8dDQ
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ. મતદાન કર્યા પછી તેમણે કામેશ્વર મંદિરમાં આરતી કરી હતી.
#AmitShah casts his vote for the #LokSabhaElections2024 at a polling booth #Ahmedabad #Gujarat #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/JcozVlvUMU
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું હતુ. રોડવાવડી ગામે પ્રાથમિક શાળાએ પહોંચી તેમણે મતદાન કર્યુ. પિતા વિરજી ઠુમર અને પુત્રી જેની ઠુમર સાથે મતદાન કર્યુ. જેની ઠુમમરે જીતનો કર્યો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#amreli કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરએ કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું #Gujarat #LokSabhaElections2024 #GujaratLokSabhaElections2024 #TV9News pic.twitter.com/Z3PUS5LI9T
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યુ.
#WATCH अहमदाबाद: गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने गांधीनगर लोकसभा सीट के एक मतदान केंद्र पर #LokSabhaElections2024 के तीसरे चरण में मतदान किया। इस सीट से भाजपा ने केंद्रीय गृह मंत्री अमित शाह को मैदान में उतारा है। pic.twitter.com/sk2ldtK4Nz
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કર્યુ.
#Gujarat BJP Chief CR Patil cast a vote in #Navsari #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/Nnmsdpl4pE
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
#WATCH पोरबंदर, गुजरात: तीसरे चरण में मतदान करने के बाद केंद्रीय मंत्री और पोरबंदर लोकसभा क्षेत्र से भाजपा उम्मीदवार मनसुख मंडाविया ने कहा, “जब मैं मतदान कर रहा था मेरे मन में भारत माता की सफलता विकसिक भारत और जनता के जीवन की सरलता सुनिश्चित हुई है। मेरी कामना है कि 400+ से फिर… pic.twitter.com/sbRmHCMOKO
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
વડાપ્રધાન જ્યારે નિશાન સ્કૂલમાં મત આપવા આવ્યા હતા, ત્યારે એક વૃદ્ધ મહિલાએ PM મોદીને રાખડી બાંધી હતી.
#WATCH | An elderly woman ties rakhi to PM Modi as he greets people after casting his vote for #LokSabhaElections2024 at a polling booth in Ahmedabad, Gujarat pic.twitter.com/pGKPQhQiQd
— ANI (@ANI) May 7, 2024
અભિનેત્રી જેનેલિયા દેશમુખે મતદાન કર્યું
#WATCH अभिनेत्री जेनेलिया देशमुख ने वोट डालने के बाद कहा, “मतदान करना ज़रूरी है और मुझे लगता है प्रत्येक नागरिक को जाकर अपना वोट डालना चाहिए।”#LokSabhaElections2024 https://t.co/6HAq1JpaE5 pic.twitter.com/07x41Q0eg0
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યુ છે. હળવદ તાલુકાના કેદારીયા ગામેથી તેમણે મતદાન કર્યુ છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન
કેદારીયા પ્રાથમિક શાળામાથી મતદાન કર્યુ.
બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરીએ મતદાન કર્યુ છે. પાલનપુર આદર્શ હાઇસ્કુલમાં તેમણે મતદાન કર્યુ છે. સાથે ધારાસભ્ય અનિકેતન ઠાકરે પણ મતદાન કર્યુ. રેખાબેન ચૌધરીએ રાષ્ટ્રહિત માટે મત આપવા અપીલ કરી.
અમદાવાદમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી જોવા મળી રહી છે. ઘાટલોડિયા વિસ્તારની કલાકુંજ સોસાયટીના મતદારોએ સામુહિક મતદાન કર્યું છે. સોસાયટીના તમામ મતદાતાઓ બેનર સાથે સામૂહિક મતદાન માટે પહોચ્યા છે. રાષ્ટ્રનિર્માણ માટે વધુમાં વધુ મતદાન થાય એ હેતુસર સામુહિક મતદાન કર્યુ છે.
Long queue witnessed at Ghatlodia pooling booth, visuals from early morning #Ahmedabad #GujaratLokSabhaElection2024 #LokSabhaElections2024 #Gujarat #TV9News pic.twitter.com/WOCOIvmvWB
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
બનાસકાંઠાના વાવના એટા અને કલ્યાણ પુરા ગામે EVM ખામી સર્જાઈ છે. વહેલી સવારમાં લોકો મતદાન કરવા પહોંચી ગયા હતા. એક કલાકથી Evm બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો. EVM બદલવા તંત્ર એ ક્વાયત હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ બરડા ફળિયા ખાતે મતદાન અટક્યું છે. વહેલી સવારે 7 વાગ્યે થી EVM મશીન ખોટકતા મતદાન અટક્યું છે. વહેલી સવારથી જ અંતરિયાળ વિસ્તારના જીરવલ ગામના બરડા ફળિયા ખાતે આદિવાસી સમાજના લોકો મત આપવા પહોંચ્યા હતા. EVM મશીન ખોટકાતા મતદારો અટવાયા હતા.
વલસાડના કપરાડાના એક બુથમાં EVM ખોટકાતા મતદાન અટક્યું#GujaratLokSabhaElection2024 #LokSabhaElections2024 #Gujarat #TV9News #Valsad pic.twitter.com/6nJc2iJDS7
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ . સાથે તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી. સવારથી મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથક પર જોવા મળ્યા.
રાજકોટમાં સંતોએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી. ગોંડલ અક્ષર મંદિરના મહંતોએ મતદાન કર્યુ, તેમણે કહ્યુ મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે.
રાજકોટમાં ગોંડલ અક્ષર મંદિરના મહંતોએ કર્યું મતદાન#rajkot #Gujarat #LokSabhaElections2024 pic.twitter.com/ZMRCuCtBEj
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2024
Published On - 6:15 am, Tue, 7 May 24