Modi On Rahul Gandhi: લંડનમાં બેસીને કેટલાક લોકો ભારતની લોકશાહી પર ઉઠાવી રહ્યા છે સવાલ, મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર
કર્ણાટકના ધારવાડમાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ. રાહુલનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે લંડનમાં બેઠેલા કેટલાક લોકો ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકની જનતાએ આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબલી-ધારવાડમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે લિંગાયત સમુદાયના સમાજ સુધારક બસવેશ્વર ભગવાનને યાદ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે લંડનમાં બેઠેલા કેટલાક લોકો ભારતના લોકતંત્ર પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે હું ભગવાન બસવેશ્વરની ભૂમિ પર આવ્યો છું, તેથી હું વધુ ધન્યતા અનુભવી રહ્યો છું. ભગવાન બસવેશ્વર દ્વારા આપવામાં આવેલા અનેક યોગદાન પૈકી, અનુભવ મંડપમની સ્થાપના મુખ્ય છે. આ લોકતાંત્રિક પ્રણાલીનો સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવે છે અને એવી ઘણી બાબતો છે, જેના કારણે અમે દાવા સાથે કહીએ છીએ કે ભારત માત્ર લાર્જર ડેમોક્રેસી જ નહીં, પરંતુ મધર ઓફ લોકશાહી છે.
#WATCH | “India is not only the largest democracy but is the mother of democracy…it’s unfortunate that in London questions were raised about India’s democracy…Some people are constantly questioning India’s democracy…”: PM Modi in Hubballi-Dharwad pic.twitter.com/PyBVul8rTg
— ANI (@ANI) March 12, 2023
ભારતની લોકશાહીના મૂળ આપણા સદીઓના ઈતિહાસથી જળવાય
પીએમએ વધુમાં કહ્યું કે, આ મારું સૌભાગ્ય હતું કે, મને થોડા વર્ષો પહેલા લંડનની ધરતી પર ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાની તક મળી હતી. પરંતુ ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવવાનું કામ લંડનમાં જ થયું તે કમનસીબી છે. ભારતની લોકશાહીના મૂળ આપણા સદીઓના ઈતિહાસથી જળવાય છે. વિશ્વની કોઈપણ શક્તિ ભારતની લોકશાહીની પરંપરાઓને નુકસાન પહોંચાડી શકે નહીં.
કર્ણાટકની જનતાએ પણ આવા લોકોથી સાવધાન રહેવું પડશે
રાહુલ પર નિશાન સાધતા PMએ વધુમાં કહ્યું કે આમ છતાં કેટલાક લોકો ભારતના લોકતંત્રને સતત અપમાન કરી રહ્યા છે. આવા લોકો ભગવાન બસવેશ્વરનું અપમાન કરી રહ્યા છે. આ કર્ણાટકના લોકોનું અપમાન છે. આ ભારતની મહાન પરંપરાનું અપમાન છે. કર્ણાટકની જનતાએ પણ આવા લોકોથી સાવધાન રહેવું પડશે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસના નામે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનાથી ક્યારેય ફરક પડ્યો નથી.