AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024માં ચૂંટણી લડશે કંગના રનૌત? અભિનેત્રીએ આપ્યો જવાબ, AAPને લઈને કરી આ ભવિષ્યવાણી

હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર વાત કરતા રનૌતે કહ્યું કે હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટી (AAP)ના ખોટા વચનોમાં નહીં આવે. હિમાચલમાં લોકો પાસે પોતાની સૌર શક્તિ છે અને લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે.

2024માં ચૂંટણી લડશે કંગના રનૌત? અભિનેત્રીએ આપ્યો જવાબ, AAPને લઈને કરી આ ભવિષ્યવાણી
Kangana RanautImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 5:15 PM
Share

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું છે કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે જો જનતા ઈચ્છે અને ભાજપ તેમને ટિકિટ આપે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર છે. કંગનાએ એક ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં આ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને તેમને ‘મહાન માણસ’ કહ્યા. અભિનેત્રીએ કહ્યું કે તે દુઃખદની વાત છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી બંને હરીફ છે.

તેમણે કહ્યું કે મોદીજી માટે દુ:ખની વાત છે કે મોદીજીનો સામનો રાહુલ ગાંધી સાથે છે, પરંતુ, મોદીજી જાણે છે કે તેમનો કોઈ વિરોધી નથી. તેઓ પોતાને પુશ કરતા રહે છે. રાહુલ પોતાના સ્તરે પ્રયાસ કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર વાત કરતા રનૌતે કહ્યું કે હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટી (AAP)ના ખોટા વચનોમાં નહીં આવે. હિમાચલમાં લોકો પાસે પોતાની સૌર શક્તિ છે અને લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે. હિમાચલમાં તમને મફતની જાહેરાતોથી ફાયદો થવાનો નથી. હિમાચલના લોકોને મફતમાં કંઈ જોઈતું નથી.

બોલીવુડને લઈને જાગૃરૂત થઈ જનતા: કંગના

કંગનાએ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે હું ઈચ્છું છું કે રાજકારણમાં વધુ લોકો આગળ આવે. બીજી તરફ ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધતા તેણે કહ્યું કે બોલિવૂડમાં નેપોટિઝમ ખતમ થઈ શકે નહીં. પરંતુ હવે દર્શકો જાગૃત થયા છે, તે સારી વાત છે. લોકો હવે બદલાઈ ગયા છે, તેઓ કહી રહ્યા છે કે હવે આ બધું નહીં ચાલે. તે કહે છે કામ બતાવો. સ્ટાર કલ્ચર પણ લુપ્ત થઈ રહ્યું છે.

કંગના ઈમરજન્સીમાં જોવા મળશે

આ સિવાય ટ્વિટર પર પાછા ફરવાના સવાલ પર કંગનાએ કહ્યું કે હું એક વર્ષથી ટ્વિટર પર હતી, પરંતુ ટ્વિટર એક વર્ષ પણ મને સહન ન કરી શક્યું. જો હું ટ્વિટર પર પાછી આવીશ તો તમારું જીવન વધુ મસાલેદાર બની જશે. કંગના ફિલ્મ ‘ઈમરજન્સી’માં નજર આવવાની છે. આમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેર, સતીશ કૌશિક, શ્રેયસ તલપડે અને મિલિંદ સોમન પણ છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">