દિલ્હીમાં ઇલેક્શન કમિશનની (Election Commission) પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી 12 નવેમ્બરે યોજાશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તાજેતરમાં જ, ECએ હિમાચલની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે હવે તારીખની જાહેરાત થતા જ હિમાચલ પ્રદેશમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે નવા મતદારો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગ લે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. તમામ મતદાન મથકો સુલભ, સલામત અને આરામદાયક હશે. પાણી, વેઇટિંગ શેડ, શૌચાલય, લાઇટની સુવિધા હશે.કેટલાક મતદાન મથકો મહિલાઓ દ્વારા કમાન્ડ કરવામાં આવશે. ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનો અધિકાર, કાસ્ટિંગ વોટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. વ્હીલચેર આપવામાં આવશે. પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવશે. 80 વર્ષથી ઉપરના મતદારો ડર્યા વગર પોતાનો મત આપી શકશે.
હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 20 બેઠકો અનામત છે. 17 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 3 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. 2017માં ભાજપે પૂર્ણ બહુમતી સાથે વિજય નોંધાવીને સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપને 44 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. સીપીઆઈએમને એક બેઠક અને અપક્ષ ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી.
હિમાચલ પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણી એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણી માટે 9 નવેમ્બરે મતદાન થયું હતું. પરિણામ 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશમાં છે. લાહૌલ-સ્પીતિ જિલ્લાનું તાશીગાંગ ગામ વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક માટે પ્રખ્યાત છે. 15,526 ફૂટની ઉંચાઈ પર આવેલા આ ગામમાં છેલ્લી ચૂંટણીમાં માઈનસ 16 ડિગ્રી તાપમાનમાં પણ 100% મતદાન થયું હતું.
વર્ષ 1985 – કોંગ્રેસ
વર્ષ 1990 – ભાજપ
વર્ષ 1993 – કોંગ્રેસ
વર્ષ 1998 – ભાજપ
વર્ષ 2002 – કોંગ્રેસ
વર્ષ 2007 – ભાજપ
વર્ષ 2012 – કોંગ્રેસ
વર્ષ 2017 – ભાજપ
ભાજપ – 48.8 ટકા કોંગ્રેસ – 41.7 ટકા CPM – 1.5 ટકા BSP – 0.5 ટકા અન્ય – 6.3 ટકા NOTA – 0.9 ટકા
ભાજપ- 44 કોંગ્રેસ- 21 સીપીએમ- 1 અન્ય – 2
ભાજપ- 1,846,432 કોંગ્રેસ- 1,577,450 CPM- 55,558 BSP- 18,540 અન્ય- 239,989 નોટા- 34,232