Gujarat Election: કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારી 16થી 20 ઓક્ટોબર ગુજરાત મુલાકાતે, દિલ્હી પરત ફર્યા બાદ ચૂંટણીની તારીખો જાહેર કરી શકે

16થી 20 ઓક્ટોબર દરમિયાન કેન્દ્રિય નાયબ ચૂંટણી કમિશનર (Deputy Election Commissioner) ગુજરાત મુલાકાત કરવાના છે. તેઓ આ ચાર દિવસમાં અલગ અલગ જગ્યાઓની મુલાકાત લેવાના છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગરની તેઓ મુલાકાત લેવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 2:50 PM

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ખૂબ જ નજીક છે. વિવિધ રાજકીય પક્ષો પોતાના પ્રચાર અને પ્રસારમાં એડીચોટીનું જર લગાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચના (Election Commission) અધિકારી ફરી ગુજરાત મુલાકાતે આવશે. દિલ્હીથી નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત આવવાના છે. કેન્દ્રિય ચૂંટણી પંચ 16થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સમીક્ષા બેઠક યોજશે. રાજ્યની ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. ઝોન પ્રમાણે બેઠકો યોજી તેઓ સમીક્ષા કરશે. કેન્દ્રિય ચૂંટણી પંચની ગુજરાત (Gujarat) મુલાકાત પછી ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે.

ચાર અલગ અલગ સ્થળોએ યોજશે બેઠક

16થી 20 ઓક્ટોબર દરમિયાન કેન્દ્રિય નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત મુલાકાત કરવાના છે. તેઓ આ ચાર દિવસમાં અલગ અલગ જગ્યાઓની મુલાકાત લેવાના છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગરની તેઓ મુલાકાત લેવાના છે. જ્યાં એક સ્થળ પર જ પાંચ જિલ્લાઓની અલગ અલગ સમીક્ષા બેઠકો યોજાવાની છે. ગઇ વખતે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રેઝન્ટેશન પણ થયુ હતુ. ત્યારબાદ સ્થાનિક જે ક્વેરી હતી તે ઇલેક્શન કમિશન દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી હતી.

ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે અને 20 તારીખ બાદ નાયબ ચૂંટણી કમિશનર દિલ્હી પરત ફરશે. ત્યારબાદ એટલે કે દિવાળી બાદ ચૂંટણી કમિશન ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">