Gujarat Election Result 2022 : ભરૂચમાં 32 ઉમેદવારો પૈકી 22 ની ડિપોઝીટ ડૂલ થઇ,બે ધારાસભ્યોનો પણ પરાજય

|

Dec 09, 2022 | 7:17 AM

ભરૂચમાં પાંચ બેઠકો ઉપર કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જે  પૈકી 22 ઉમેદવારોની ડિપોઝીટ પણ ડુલ થઈ ગઈ છે. ભરૂચ બેઠક ઉપર આપ સહિત 4 અપક્ષની ડિપોઝીટ ડુલ થઈ છે. અંકલેશ્વર બેઠક ઉપર આપ અને એક અન્ય પક્ષના ઉમેદવારની ડિપોઝીટ ડૂબી છે.

Gujarat Election Result 2022 : ભરૂચમાં 32 ઉમેદવારો પૈકી 22 ની ડિપોઝીટ ડૂલ થઇ,બે ધારાસભ્યોનો પણ પરાજય
22 leaders lost their deposits

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના ચોંકાવનારા પરિણામ આવ્યા છે. ભાજપાએ બેઠકોની જીતનો વિક્રમ સર્જી 150 ના જાદુઈ આંકડાને પાર કરવામાં સફળતા હાંસલ કરી છે. ભરૂચ જિલ્લામાં બે ધારાસભ્યોનો પરાજય થયો છે. જંબુસરના કોંગી ધારાસભ્ય સંજય સોલંકી જયારે ઝઘડિયામાં 7 ટર્મથી સતત ચૂંટાઈ વિધાનસભામાં એકમાત્ર BTP ની બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર છોટુ વસાવાને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા ઉપર ભગવો લહેરાવા સાથે ઇતિહાસ સર્જાયો છે. પાંચેય વિધાનસભાના 32 ઉમેદવારો પૈકી 22 ની ડિપોઝીટ પણ ડૂલ થઈ ગઈ છે. પરિણામ બાદ ભાજપા છાવણીમાં ઉત્સવનો માહોલ નજરે પડ્યો હતો જયારે કોંગ્રેસ સહીત BTP અને આપના સમર્થકોમાં નિરાશા નજરે પડી હતી.

બે ધારાસભ્યોનો પરાજય

ભરૂચ ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપે પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. જંબુસર બેઠક ઉપર પ્રખર હિન્દુવાદી અને સ્વામિનારાયણ સંત દેવકિશોર સ્વામી વિજયીઓ બન્યા છે. સંતે કોંગી ધારાસભ્ય સંજય સોલંકીને પરાજય આપ્યો છે. સોલંકી ગત ટર્મના ધારાસભ્ય હતા. બેઠક ઉપર બીજો મોટો અપસેટ ઝઘડિયામાં સર્જાયો હતો. પારિવારિક ડ્રામા બાદ અપક્ષ ઉમેદવારી કરનાર 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવા પરાજિત થયા છે. છોટુ વસાવા આદિવાસી મસીહા તરીકે ઓળખ ધરાવે છે જેમનું આદિવાસી મતદારો ઉપર ખુબ પ્રભુત્વ રહ્યું છે. પારિવારિક ગજગ્રાહ બાદ મતદારોનો વિશ્વાસ જીતવામાં વસાવા નિષ્ફ્ળ રહ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

10 હજાર કરતાં વધુ મતથી જીત

ભરૂચ જિલ્લામાં તમામ પાંચ બેઠક ભાજપાએ 10 હજાર કરતાં વધુ મતથી હાંસલ કરી છે.  13 હજારથી લઈ 64 હજાર સુધીની જંગી લીડથી ભાજપની પાંચેય બેઠકના ઉમેદવાર વિજયો બન્યા છે. પાંચ બેઠકો ઉપર કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જે  પૈકી 22 ઉમેદવારોની ડિપોઝીટ પણ ડુલ થઈ ગઈ છે. ભરૂચ બેઠક ઉપર આપ સહિત 4 અપક્ષની ડિપોઝીટ ડુલ થઈ છે. અંકલેશ્વર બેઠક ઉપર આપ અને એક અન્ય પક્ષના ઉમેદવારની ડિપોઝીટ ડૂબી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વાગરા બેઠક ઉપર AAP, BTP સહિત 7 ઉમેદવારોની ડિપોઝીટ, જંબુસર બેઠક ઉપર આપ, બિટીપી અને 2 અપક્ષ તેમજ ઝઘડિયા બેઠક પર કોંગ્રેસ, આપ, અને અપક્ષ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ છે.

ભરૂચ જિલ્લામાં ભાજપનું વોટ શેરિંગ 54.88 ટકા, કોંગ્રેસનું 29.14 ટકા, અન્યના 9.32 ટકા અને નોટાને 1.49 % મત મળ્યા છે. ગત ટર્મ 2017 કરતા ભાજપનું વોટ શેરિંગ અભૂતપૂર્વ વધ્યું છે. જ્યારે કોંગ્રેસના વોટ શેરમાં મોટો કડાકો થયો છે.

Published On - 7:17 am, Fri, 9 December 22

Next Article