Gujarat Election 2022 : ભાજપા MP – MLA ના પરિવારજનોને ટિકિટ નહીં આપે, સાંસદ મનસુખ વસાવાએ પોતાની અને પુત્રીની ટિકિટ કપાતા ટ્વીટ કર્યું
ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP - MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં સગાવાદને દૂર રાખવા ભારતીય જાણતા પાર્ટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવા અને તેમના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. મામલે સંસદે ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની કાર્યકરોને જાણ કરી પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે.
ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 4, 2022
પક્ષનો આદેશ શિરોમાન્ય : વસાવા
મનસુખ વસાવાએ જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીના મુરતિયા તરીકે જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને જીતાડવા તેમણે તૈયારીબાતાવી છે. પક્ષના અન્ય તમામ આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ તેવી પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સલાહ આપી હતી.
જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.
આભાર.
લિ. મનસુખભાઈ ડી. વસાવા, લોકસભા સાંસદ ભરૂચ.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 4, 2022
58 બેઠક પર મંથન કરવામાં આવી રહ્યું છે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં બીજા દિવસે 58 બેઠક પર મંથન કરવામાં આવી રહ્યું છે. આજે બીજા દિવસે ગાંધીનગર, મહેસાણા, અમરેલી, બોટાદ, ખેડા, નવસારી, ભરૂચ, જામનગરના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની 5 બેઠકોના ઉમેદવારો અંગે પણ વાટાઘાટોનો દોર ચાલશે.
આજની ચર્ચા હેઠળ લેવાયેલી બેઠકોમાં ગાંધીનગરની 5, મહેસાણા 7 અમરેલી 5 અને બોટાદ 2 બેઠકો પર મંથન કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની 5, ભાવનગરની 7, ખેડા 6 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પંચમહાલ 5, નવસારી 4, ભરૂચ 5, જામનગર 5 બેઠકોનો સમાવેશ થાય છે.