AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદની દક્ષિણ ગુજરાતની આ 5 ખબરો તમારા ધ્યાન ઉપર છે? વાંચો વિગતવાર

હું વોટ કરીશ એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ રથ અલગ - અલગ વિસ્તારોમાં અવસર રથ તરીકે ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. આ અવસરે નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી,પ્રાંત અધિકારી જાડેજા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદની દક્ષિણ ગુજરાતની આ 5 ખબરો તમારા ધ્યાન ઉપર છે? વાંચો વિગતવાર
Know the importance of South Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 7:49 AM
Share

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ભરૂચ  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા અવસર રથનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જિલ્લાનાં તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત કરવા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકશાહીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો ભાગીદાર બને તે માટે મિશન-૨૦૨૨ હાથ ધરવામાં આવ્યું છે. હું વોટ કરીશ એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ રથ અલગ – અલગ વિસ્તારોમાં અવસર રથ તરીકે ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. આ અવસરે નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી,પ્રાંત અધિકારી જાડેજા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મતદાર જાગૂતિ માટે અવસર રથ બનાવાયો

Avasar Rath was prepared by District Collector Tushar Sumera

Avasar Rath was prepared by District Collector Tushar Sumera

ડાંગ ખાતે ફ્લેગમાર્ચ યોજવામાં આવી

આહવા-ડાંગમાં ડાંગ જિલ્લાના તમામ પો.સ્ટે વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી 2022ની લોકોમાં જાગૃતિ રહે તેમજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લાની બોર્ડર ઉપર પેરામિલિટરીના જવાનોને સાથે રાખી ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. પોલીસે નાકા પોઇન્ટની ગોઠવણી કરી ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ ડામવા અસરકારક કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડૉમીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

A flag march was held at Dang

A flag march was held at Dang

રાજકીય પક્ષોના પ્રચાર કરતા બેનર હટાવાયા

દેશનામુખ્ય ચુંટનીકમીશ્નર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાત રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. ચૂંટણી વિભાગ દ્વારા વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે ત્યારે ઇલેક્શન કમિશને તાત્કાલિક શહેરમાં રાજકીય પક્ષોના પ્રચાર કરતા બેનર પોસ્ટર હટાવવાની કામગીરી હાથ ધરીછે. પહેલા તબક્કાનું 1લી ડિસેમ્બર અને બીજા તબક્કાનું 5મી ડિસેમ્બરે યોજાનાર છે. ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ સજજ બન્યું છે.જેસમગ્ર ગુજરાત રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ રાજકીય પ્રચાર દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કપિરાજે બાઈકસવાર ઉપર હુમલો કર્યો

વઘઇના વાંસદા માર્ગ ઉપર આવેલા વિસઘોલીયા નજીક જંગલમાં મોટી સંખ્યામાં કપિરાજ વસવાટ કરે છે. આ માર્ગ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ આ વાનરોને આવતા જતા ખોરાક આપતા હોવાથી તે સવારથી સાંજ સુધી ટોળાઓમાં માર્ગ પર નજરે પડતા રહે છે. આ વાનરોએ એક યુવાન પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. વિસઘોલિયા પાસે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સુકમાળ ગામે રહેતા યુવાન મેહુલ સુરેશ ગામીત બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે વાનરે તેના પર હુમલો કરી તેના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. યુવાનને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે વલસાડ ખસેડવાની ફરજ પડી હતી. બનાવ સંદર્ભે વનવિભાગને રજુઆત કરી સમસ્યા હલ કરવા માંગ કરવામાં આવી રહી છે.

શુકલતીર્થના ભાતીગળ મેળામાં પ્રતિબંધો લદાયા

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે કાર્તિકી પુનમનો મેળો તારીખ૦૪/૧૧/૨૦૨૨ થી તારીખ-૧૦/૧૧/૨૦૨૨ દરમયાન ભરાશે. આ મેળામાં આજુબાજુનાં ગામોમાંથી મોટા પ્રમાણમાંસમુદાય એકત્રીત થશે. જેથી મેળામાં હાથ લારીઓમાં માલ સામાન રાખી વેપાર કરનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મુકવામાટે જે જગ્યાએ લારીઓ ઉભી રાખવા નકકી કરેલ હોય તે જગ્યા સિવાય અન્ય જગ્યાએ લારીઓ ઉભી રાખી વેપાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉકત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્રથશે. એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચની કચેરીના જાહેરનામામાં જણાવાયું છે. મોરબીની ઘટના બાદ લોકમેળાઓમાં બેકાબુ ભીડ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">