Varachha Election Result 2022 LIVE Updates: વરાછા બેઠક ઉપર ભાજપના કુમાર કાનાણીની જીત

|

Dec 08, 2022 | 6:06 PM

Varachha MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: સુરતની વરાછા બેઠક ઉપર ભાજપના કુમાર કાનાણીની જીત થઈ છે. પાટીદાર આંદોલન બાદ વિષમ જેવી સ્થિતિ વચ્ચે પણ ભાજપ સતત બે ટર્મથી અહીં સત્તામાં છે. વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું.

Varachha Election Result 2022 LIVE Updates: વરાછા બેઠક ઉપર ભાજપના કુમાર કાનાણીની જીત
varachha election result 2022 live counting updates in gujarati

Follow us on

ગુજરાતની વરાછા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 સુરતની વરાછા વિધાનસભા બેઠક પર ભાજપના કુમાર કાનાણીની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે  પ્રફુલ તોગડિયા ફરી ટિકિટ આપી વરાછાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 2792290ની જંગમ મિલકત છે. તેમને  ધોરણ 5 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કુમાર કાનાણીને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા  7327556ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 9 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અલ્પેશ કથીરિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1114216ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે B.Com LLB કર્યુ છે.

2017માં વિપરિત સંજોગોમાં પણ ભાજપ જીત્યું

પાટીદાર આંદોલન બાદ વિષમ જેવી સ્થિતિ વચ્ચે પણ ભાજપ સતત બે ટર્મથી અહીં સત્તામાં છે. વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. આજ બંને ઉમેદવારોને વર્ષ 2012 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે 1,27,420 મતોમાંથી કિશોર કાનાણીને 68,529 અને ધીરુ ગજેરા 48,170 મતો મળ્યા હતાં. જ્યારે મતની ટકાવારી પ્રમાણે કિશોર કાનાણીને 53.78 ટકા અને ધીરુ ગજેરાને 37.80 ટકા મતો મળ્યા હતાં

વરાછા બેઠકને આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે

સુરતના વરાછા વિસ્તારને સૌરાષ્ટ્રના પાટીદાર વેપારીઓ દ્વારા પોતાના સામાનના ટ્રેડિંગ માટે કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે અહીં સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી પાટીદાર સમાજના લોકો આવીને વસતા ગયા અને વરાછા ડાયમંડ સિટી સુરતનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું. આ સાથે જ પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે. આ માટે આ વિધાનસભા કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની બની ગઈ છે. તેમાં પણ આમ આદમી પાર્ટી આવ્યા બાદ આ બેઠક પર રાજકીય રસાકસી થોડી વધી છે. હવે 2022ની ચૂંટણીના પરીણામો જ પાટીદારોનો મૂડ સ્પષ્ટ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Published On - 6:05 pm, Thu, 8 December 22

Next Article