Umargam (ST) Election Result 2022 LIVE Updates : ઉમરગામ બેઠક ઉપરથી ભાજપનો દબદબો યથાવત, રમણ પાટકર વધુ એક વાર વિજેતા, કોંગ્રેસના નરેશ વાલ્વીનો પરાજય

|

Dec 08, 2022 | 2:03 PM

Umargam (ST) બેઠક પર 2017ની વાત કરીએ તો રમણલાલ પાટકર સામે કોંગ્રેસે અશોકભાઈ પટેલને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં રમણલાલને 96004 મત મળ્યા હતા, જ્યારે અશોકભાઈને 54314 મત મળ્યા હતા. રમણલાલની જંગી બહુમતીથી જીત થઈ હતી.

Umargam (ST) Election Result 2022 LIVE Updates : ઉમરગામ બેઠક ઉપરથી ભાજપનો દબદબો યથાવત, રમણ પાટકર વધુ એક વાર વિજેતા, કોંગ્રેસના નરેશ વાલ્વીનો પરાજય
Umargam Election Result 2022 LIVE Updates
Image Credit source: TV9 GFX

Follow us on

Umargam (ST) Election Result 2022 LIVE Updates Gujarat Election Result Live  ઉમરગામ બેઠક ઉપરથી ભાજપના  ઉમેદવાર રમણ પાટકરે   જીત પ્રાપ્ત કરી છે. તેમને 12 હજાર 399 મત પ્રાપ્ત થયા છે  જ્યારે કોંગ્રેસના  ઉમેદવાર નરેશભાઇ વાડવીની  હાર થઈ છે. નરેશ ભાઈ વાડવીએ  એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે તેમની ઉંમર 48 વર્ષ અને તેઓએ શાળાકીય શિક્ષણ મેળવ્યું નથી. કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ વાડવીએ એફિડેવિડમાં દર્શાવેલી જંગમ મિલકત 13,50,000 રૂપિયા છે. ભાજપે આ બેઠક પર રમણ પાટકરને મેદાને ઉતાર્યા છે. તેઓની ઉંમર 71 વર્ષ અને 9 ધોરણ-પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ભાજપના ઉમેદવાર રમણ પાટકર પાસે કુલ જંગમ મિલકત 16,77,061.79 રૂપિયા છે. આપના ઉમેદવાર અશોક પટેલ પાસે જંગમ મિલકત 19,40,411 રૂપિયા છે. એફિડેવિડમાં તેમણે ઉંમર 49 વર્ષ અને અભ્યાસનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.

ઉમરગામ બેઠક પર મતદારોની વસ્તી

ગુજરાતમાં ઉમરગામ વિધાનસભા બેઠકનો ક્રમ 182મો છે. વલસાડ (ST) લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ આ પંથકમાં કુલ 349902 લોકો વસવાટ કરે છે. જેમાંથી 51.32 લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 48.68 ટકા લોકો શહેરી વિસ્તારમાં રહે છે. આ બેઠકના ઘણા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ વધારે છે. આંકડા મુજબ આ પંથકની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર અનુક્રમે 3.94 અને 39.98 છે.

ઉંમરગામ બેઠક પર મતદારો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પુરુષ મતદારો -1, 48,772
મહિલા મતદારો-1, 30, 060
અન્ય-3
કુલ મતદારો-2,78, 835

રમણભાઈ પાટકર, વર્તમાન (BJP) ધારાસભ્ય

2019ની લોકસભા ચૂંટણીમાં 66.78 ટકા મતદાન અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 64.52 ટકા મતદાન થયું હતું. 2017માં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 60.87 ટકા અને 34.44 ટકા વોટ મળ્યા હતા.

જ્યારે 2019માં અનુક્રમે 76.47 ટકા અને 18.94 ટકા મત મળ્યા હતા. વલસાડ (ST) લોકસભા બેઠક પર અત્યારે ભાજપના ડૉ.કે.સી.પટેલ સાંસદ તરીકે જવાબદારી નિભાવે છે અને ભાજપના પાટકર રમણલાલ નાનુભાઈ ઉમરગામ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.

ઉંમરગામ બેઠક પર અગાઉની ચૂંટણી

આ બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ થઈ ચૂકી છે. અહીં 2002ને બાદ કરતાં ભાજપ 1995થી ચૂંટાઈને આવે છે. અત્યાર સુધીમાં આ બેઠક પર ભાજપે 5 વખત અને કોંગ્રેસે 7 વખત જીત મેળવી છે. આ બેઠક પર 2007થી ભાજપના રમણલાલ પાટકર ચૂંટાઈને આવે છે. ગત 2017ની વાત કરીએ તો રમણલાલ પાટકર સામે કોંગ્રેસે અશોકભાઈ પટેલને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં રમણલાલની જંગી બહુમતીથી જીત થઈ હતી.

2012ની ચૂંટણીમાં રમણલાલ સામે કોંગ્રેસ પાર્ટીએ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં રમણલાલ- ભાજપના ઉમેદવાર જંગી સરસાઈથી જીતી ગયા હતા. 2017માં પણ ભાજપના ઉમેદવાર રમણલાલ સતત ટર્મની ચૂંટણી જીતતા આવ્યા છે.

જ્ઞાતિ જાતિના સમીકરણો

ઉમરગામ આદિવાસી વિસ્તાર અને ગરીબ તથા આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. સૌથી વધારે વારલી જ્ઞાતિના મતદારો છે. આ બેઠક પર કુલ 1 લાખથી વધુ એસટી મતદારો નિર્ણાયકની ભૂમિકામાં છે. આ બેઠક પર 70 હજાર જેટલા બક્ષીપંચ મતદારો પણ પરિણામને અસર કરશે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Published On - 2:02 am, Thu, 8 December 22

Next Article